iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે

iQOO 15Rમાં 50MPનો OIS કેમેરા આપવામાં આવ્યો છે

iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે

Photo Credit: Amazon

iQOO 15Rના લોન્ચ પછી સૌથી ઓછી કિંમતે લિસ્ટ થયો છે .

હાઇલાઇટ્સ
  • Amazon પર iQOO 15Rની MRP 53,999 રૂપિયા દર્શવવામાં આવી
  • iQOO 15Rમાં 6.59 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • સ્માર્ટફોનમાં 7,600mAhની મોટી બેટરી આપવામાં આવી
જાહેરાત

iQOO 15R સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે સારા સમાચાર છે . Amazon પર આ ફોન પર મોટી કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે . કંપનીએ સીધું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને સાથે પસંદગીના બેંક કાર્ડ પર વધારાની છૂટ પણ ઉપલબ્ધ કરાવી છે  . શક્તિશાળી બેટરી અને કેમેરા માટે જાણીતા આ સ્માર્ટફોનને હવે પહેલા કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદી શકાય છે .

iQOO 15R પર કેટલી છૂટ મળી રહી છે ?

Amazon પર iQOO 15Rની MRP 53,999 રૂપિયા દર્શવવામાં આવી છે , પરંતુ હાલમાં તે રૂપિયા 49,999માં વેચાઈ રહ્યો છે . એટલે કે ગ્રાહકોને સીધો રૂપિયા 4,000નો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . ઉપરાંત પસંદગીના બેંકના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી વધુ રૂપિયા 2,000 સુધીની ઇન્સ્ટન્ટ છૂટ પણ મળી શકે છે . આ રીતે કુલ રૂપિયા 6,000 સુધીની બચત શક્ય બને છે . ઓફરની સંપૂર્ણ વિગતો Amazonના ઓફર પેજ પર જોઈ શકાય છે .

iQOO 15Rના સ્પેસિફિકેશન્સ :

iQOO 15Rમાં 6.59 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 1260x 2750 પિક્સલ રિઝોલ્યુશન અને 5,000 nits લોકલ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ડિસ્પ્લે HDR10+ સર્ટિફિકેશન સાથે આવે છે .

ફોનમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેની સાથે 12GB 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેની સાથે 12GB LPDDR5X RAM અને 512GB UFS 4.1 સ્ટોરેજ મળે છે , જે ઝડપી કામગીરીનો અનુભવ કરાવે છે .

iQOO 15R બેટરી અને કેમેરા :

સ્માર્ટફોનમાં 7,600mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 100W ફ્લેશચાર્જને સપોર્ટ કરે છે . તેમાં બાયપાસ ચાર્જિંગ ફીચર પણ ઉપલબ્ધ છે , જે ગેમિંગ દરમિયાન ઉપયોગી સાબિત થાય છે .

ફોટોગ્રાફી માટે પાછળની બાજુ 50MP OIS પ્રાઈમરી કેમેરા અને 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે .

અન્ય ફીચર્સ :

iQOO 15R માત્ર 7.9mmની સ્લિમ ડિઝાઈન સાથે આવે છે . તેમાં IP68 અને IP69 રેટિંગ આપવામાં આવી છે , જે ધૂળ અને પાણીથી સુરક્ષા આપે છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »