કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો

કેન્દ્ર સરકારે ભારતમાં સ્માર્ટફોન અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસોના કેટલાક મહત્વના પાર્ટસ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી હટાવી છે

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો

Photo Credit: Pexels/Skyler Ewing

બેઝિક કસ્ટમ ડ્યુટી માફી માર્ચ 2028 સુધી અમલમાં રહેશે .

હાઇલાઇટ્સ
  • ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસોના ઉત્પાદનમાં ઉપયોગ થતા કેટલાક મુખ્ય પાર્ટ્સ
  • પાર્ટ્સ પર ડ્યુટી દૂર થતાં ઉત્પાદકોનો કુલ ખર્ચ ઘટી શકે
  • બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે વિદેશથી ભારતમાં આયાત થતા માલ પર વસુલવામાં આવતો કર
જાહેરાત

કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે . સરકારે સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટ ટીવી , સ્માર્ટવોચ , સ્માર્ટબેન્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસોના ઉત્પાદનમાં ઉપયોગ થતા કેટલાક મુખ્ય પાર્ટ્સ પર લાગતી  બેઝિક કસ્ટમ ડ્યુટી ( BCD ) દૂર કરી છે . આ નિર્ણયથી ઉત્પાદકોનો ખર્ચ ઘટશે અને ભવિષ્યમાં ગ્રાહકોને સસ્તા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસો મળી શકે તેવી શક્યતા છે .

સરકારના આ પગલાંથી દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂતી મળશે . ખાસ કરીને મોબાઈલ ફોનમાં વપરાતા વાયરલેસ ચાર્જિંગ મોડયુલ , ડિસ્પ્લે એસેમ્બલી , લિથિયમ - આયન સેલ, મેડિકલ ડિવાઇસ અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઉપયોગી ડિસ્પ્લે જેવા મહત્વના કોમ્પોનેન્ટ્સ પર આ નિર્ણયની સીધી અસર પડશે . આયાત ખર્ચ ઘટવાથી સ્થાનિક ઉત્પાદન વધુ સ્પર્ધાત્મક બનવાની આશા છે .

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્પાદન વધારનાર વૈશ્વિક કંપનીઓ જેમ કે Apple અને Xiaomi ને પણ આ નિર્ણયથી ફાયદો થઈ શકે છે . આયાત પરનો ખર્ચ ઓછો થતાં કંપનીઓ માટે ઉત્પાદન વધારવું વધુ સરળ બનશે . પરિણામે નવા રોકાણ અને રોજગારની તકોમાં પણ વધારો થવાની શક્યતા છે .

સરકારે કેટલીક ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ્સ પર લાગતી હાલની 5 ટકા અને 7.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી દૂર કરી છે . આ રાહત માર્ચ 2028 સુધી અમલમાં રહેશે . સરકારનો હેતુ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને ગતિ આપવાનો , આયાતી પાર્ટ્સને વધુ સસ્તા બનાવવાનો અને ' મેક ઈન ઇન્ડિયા ' અભિયાનને વધુ મજબૂત બનાવવાનો છે .

સ્માર્ટફોન , લેપટોપ અને સ્માર્ટ ટીવી જેવા ડિવાઈસોમાં ડિસ્પ્લે એસેમ્બલી અને લિથિયમ - આયન બેટરી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે . આ પાર્ટ્સ પર ડ્યુટી દૂર થતાં ઉત્પાદકોનો કુલ ખર્ચ ઘટી શકે છે . જો કંપનીઓ આ બચતનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે તો આગામી સમયમાં વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસોની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે .

બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે વિદેશથી ભારતમાં આયાત થતા માલ પર વસુલવામાં આવતો કર . આ કર માલની કિંમત , પરિવહન ખર્ચ અને વીમા સહિતની કુલ મૂલ્યના આધારે નક્કી થાય છે . ડ્યૂટીનો દર પ્રોડક્ટ્ના પ્રકાર, તેના HS કોડ અને તે ક્યા દેશમાંથી આયાત થાય છે તેના આધારે અલગ-અલગ હોઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »