50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ

જો તમે Ai+ Nova 2 Ultra 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફ્લિપકાર્ટ પર તમને ફાયદો મળશે

50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ

Photo Credit: Ai+

Ai+ Nova 2 Ultra 5Gમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • ફ્લિપકાર્ટ પર Ai+ Nova 2 Ultra 5G ની કિંમત રૂપિયા 18,999 રાખવામાં આવી છે
  • આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે
  • Android 16 આધારિત NxtQ OS પર કાર્ય કરે છે
જાહેરાત

જો તમે Ai+ Nova 2 Ultra 5G ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો , તો આ યોગ્ય સમય બની શકે છે . ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર સીધા બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે , જેના કારણે તેની અસરકારક કિંમત નોંધપાત્ર રીતે ઘટી જાય છે . સાથે જ ફોનમાં 50MP કેમેરા , 144Hz AMOLED ડિસ્પ્લે અને 6,000mAh બેટરી જેવી સુવિધાઓ પણ મળે છે .

Ai+ Nova 2 Ultra 5G પર ઓફર્સ :

ફ્લિપકાર્ટ પર Ai+ Nova 2 Ultra 5G ની કિંમત રૂપિયા 18,999 રાખવામાં આવી છે . જો ગ્રાહકો Flipkart Axis Bank Card દ્રારા ચુકવણી કરે તો તમને રૂપિયા 1,900 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 17,099 થઈ જાય છે .

આ ઉપરાંત , ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફર હેઠળ જૂનો સ્માર્ટફોન આપીને રૂપિયા 13,950 સુધીની બચત પણ મેળવી શકાય છે . જોકે એક્સચેન્જની વાસ્તવિક કિંમત આપેલા ફોનના મોડલ અને તેની સ્થિતિ પર આધારિત રહેશે .

Ai+ Nova 2 Ultra 5Gના ફીચર્સ :

આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 2,500 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે . પ્રોસેસિંગ માટે તેમાં 4 nm MediaTek Dimensity 7400 ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે .

ફોનમાં 8GB LPDDR4X RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે . તે Android 16 આધારિત NxtQ OS પર કાર્ય કરે છે . પાવર માટે તેમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે , જે 33W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

Ai+ Nova 2 Ultra 5G કેમેરા અને અન્ય સ્પેસિફિકેશન્સ :

ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી  કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6 Bluetooth 5.4 અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે . ઉપરાંત ધૂળ અને પાણીથી બચાવ માટે ફોનને IP64 રેટિંગ પણ મળી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »