18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના અંગ્રેજી બોલતા યુઝર્સ માટે આવતા અઠવાડિયાથી " Short Video Overview " શરૂ થશે .
Photo Credit: Google
આ સુવિધા સિનેમેટિક વિડીયો ઓવરવ્યુઝના પહેલાના પ્રકાશન પર આધારિત છે
મંગળવારે Google એ તેના AI આધારિત નોલેજ ટૂલ્સ પ્લેટફોર્મ NotebookLM માટે નવી Short Video Overview સુવિધાની જાહેરાત કરી છે . આ નવી સુવિધા યુઝર્સને તેમના અપલોડ કરેલા દસ્તાવેજો અથવા અન્ય કોઈ જુરૂરી ડોક્યુમેન્ટને AI ની મદદથી માત્ર એક મિનિટના સંક્ષિપ્ત વિડીયોમાં સમજવાની સુવિધા આપે છે . કંપનીના જણાવ્યા અનુસાર આ નવી સુવિધા શીખવામાં મદદરૂપ એનિમેશનનો ઉપયોગ કરીને મુખ્ય મુદ્દાઓ સરળ રીતે રજૂ કરવામાં આવશે .
Google છેલ્લા કેટલાક મહિનાઓથી Notebook LMને માત્ર AI નોલેજ ટૂલ સુધી મર્યાદિત રાખવાના બદલે એક અસરકારક અભ્યાસનો સ્ત્રોત તરીકે વિકસાવવાના પ્રયાસો કરી રહ્યું છે . નવી Short Video Overview સુવિધા પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે .
કંપનીના જણાવ્યા અનુસાર , આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી રહેશે , જેઓ લાંબા દસ્તાવેજો , નોંધો , ટેસ્ટ અને પ્રેઝન્ટેશનનો મુખ્ય સાર ઝડપથી સમજવા માંગે છે . AI અપલોડ કરેલા દસ્તાવેજોને આપમેળે 60 સેકન્ડના સમજી શકાય તેવા વીડિયોમાં તૈયાર કરશે .
આ નવી સુવિધા " Nano Banana 2 Lite " મોડેલ પર આધારિત છે . આ Google નું ઇમેજ જનરેશન અને એડિટિંગ મોડેલ છે , જે ટૂંકા વિડીયો બનાવતી વખતે પણ સારી ક્વોલિટીવાળા દ્રશ્યો રાખે છે .
NotebookLM માં વિડીયો બનાવવા માટે યુઝર્સને પહેલા " Short " આઉટપુટ ફોર્મેટ પસંદ કરવું પડશે . ત્યારબાદ તેઓ ક્યા દસ્તાવેજોનો સારાંશ જોઈએ છે તે પસંદ કરી શકશે . આ ઉપરાંત , આપેલા વિષયોમાંથી પસંદગી કરવા અથવા પોતાનો કસ્ટમ પ્રોમ્પ્ટ દાખલ કરીને વિડિયોનો મુખ્ય વિષય પણ નક્કી કરી શકાશે .
Google દ્રારા શેર કરવામાં આવેલા પ્રિવ્યૂ મુજબ , યુઝર્સને " Short " , " Explainer " અને " Cinematic " એમ ત્રણ વિડીયો ફોર્મેટમાંથી પસંદગી કરવાની સુવિધા મળશે . સાથે જ અલગ અલગ સ્ત્રોતો પસંદ કરીને વીડિયોનું મુખ્ય વિષય પણ નિર્ધારિત કરી શકાશે .
કંપનીએ જણાવ્યું છે કે " Short Video Overview " સુવિધા આવતા અઠવાડિયાથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અંગ્રેજી ભાષા વાપરતા યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે . આ ફીચર NotebookLM ના વેબ , Android અને iOS વર્ઝન પર ગ્રાહકો તેમજ Google Workspace યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે .
જાહેરાત
જાહેરાત
Vivo Pad 5c Launched With Snapdragon 8s Gen 3 Chipset, 10,000mAh Battery: Price, Specifications
Honor 600 Elite Listed on EMVCo Database Alongside Honor 600s and 600 Lite S Models, Could Launch Soon