ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત

આ એક એવું સિસ્ટમ છે જે પ્રાઇવસી સાથે ઉંમર નક્કી કરશે

ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત

Photo Credit: freepnglogo

ગૂગલના પ્લે સ્ટોર પર એપ્સ માટે ઉંમર મર્યાદા ટૂંક સમયમાં અમલમાં મુકવામાં આવશે

હાઇલાઇટ્સ
  • Play Age Signal API નામની નવી ટેક્નોલોજી રજૂ
  • ગૂગલે Play Age Signal APIને બીટા વર્ઝનમાં રજૂ
  • યુઝર્સને પોતાની ID , જન્મતારીખ અથવા સેલ્ફી આપવાની જરૂર નહીં પડે
જાહેરાત

ગૂગલ હવે દુનિયાભરમાં તેની ઉંમર વેરિફિકેશન સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે . કંપનીએ જાહેરાત કરી છે કે હવે Google Play Store પર ઉપલબ્ધ એપ્સમાં યુઝર્સની ઉંમર ચકાસવાની વ્યવસ્થા કરવામાં આવશે . છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા દેશોની સંસ્થાઓ એપ સ્ટોર્સ પર બાળકોની સુરક્ષા માટે આવી સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી રહી છે . પહેલા એપલે પણ આવી વ્યવસ્થા શરૂ કરી હતી અને હવે ગૂગલ પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે . આ સિસ્ટમ લાગુ થયા પછી કેટલીક એપ્સનો ઉપયોગ કરતા પહેલા યુઝર્સની ઉંમર ચકાસવામાં આવશે .

ગૂગલે આ માટે Play Age Signal API  નામની નવી ટેક્નોલોજી રજૂ કરી છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ સિસ્ટમ યુઝર્સની પ્રાઇવસી જાળવી રાખીને તેમની ઉંમર ક્યાં ગ્રુપમાં આવે છે તેની જાણ કરે છે . એટલે કે યુઝર્સને પોતાની ID , જન્મતારીખ અથવા સેલ્ફી આપવાની જરૂર નહીં પડે . ગૂગલનું ઉદ્દેશ્ય 2026ના અંત સુધીમાં અમેરિકા સહિત તમામ દેશોમાં આ સિસ્ટમ ઉપલબ્ધ કરવાનું છે .

ગયા વર્ષે ગૂગલે Play Age Signal APIને બીટા વર્ઝનમાં રજૂ કરી હતી . આ સિસ્ટમ Family Link એપ સાથે પણ કામ કરે છે . તેની મદદથી માતા - પિતા તેમના બાળકો માટે યોગ્ય વય - મર્યાદા નક્કી કરી શકે છે . ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં આ સુવિધા ઓગસ્ટના મધ્ય સુધીમાં શરૂ થવાની શક્યતા છે , જયારે વર્ષના અંત સુધીમાં તેને અન્ય દેશોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે .

વિશ્વભરના ઘણા દેશો હવે બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટે કડક નિયમો બનાવી રહ્યા છે . આ જ કારણસર એપલે ફેબ્રુઆરીમાં પોતાની ઉંમર ચકાસવાની સુવિધા શરૂ થઈ હતી . હવે ગૂગલની નવી સિસ્ટમથી એપ ડેવલપર્સને યુઝર્સની ચોક્કસ જન્મતારીખ જાણ્યા વગર માત્ર તેમની ઉંમરનો યોગ્ય ગ્રુપ જાણી શકશે . સાથે જ માતા - પિતા પોતાના બાળકોની વય - મર્યાદાની માહિતી જરૂર મુજબ એપ્સ સાથે શેર પણ કરી શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  2. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  3. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  4. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  5. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  6. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
  7. DigiLocker અને mParivahanમાં આ રીતે સેવ કરો ડ્રાઇવિંગ લાયસન્સ , પાકીટ ભુલાય તો પણ નહીં પડે મુશ્કેલી
  8. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  9. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  10. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »