સરકારી એપ્સ DigiLocker અને NextGen mParivahanમાં ડ્રાઇવિંગ લાયસન્સને સેવ કરી શકો છો
Photo Credit: Pexels/112 Uttar Pradesh
પોલીસ દ્રારા લાયસન્સની માંગણી કરતા તમે ફોનમાં સેવ લાયસન્સ બતાવી શકો છો
દેશમાં કાર , બાઈક અથવા સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે . પરંતુ ઘણી વખત લોકો ઉતાવળમાં પાકીટ ઘરે ભૂલી જાય છે . આવી સ્થિતિમાં જો ટ્રાફિક પોલીસ લાયસન્સ માંગે અને તમારી પાસે તેની ફિઝિકલ કોપી ન હોય , તો મુશ્કેલી થઈ શકે છે . જોકે , હવે તમે તમારા ફોનમાં ડ્રાઇવિંગ લાયસન્સની ડિજિટલ કોપી રાખીને આ સમસ્યાથી બચી શકો છો .
સરકારની DigiLocker અને NextGen mParivahan એપમાં રાખેલું વર્ચ્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ કાયદેસર રીતે માન્ય છે . જો તમારા ફોનમાં માત્ર લાયસન્સનો ફોટો અથવા PDF સેવ હોય , તો તેને માન્ય ગણવામાં આવતું નથી . તેથી હમેશા આ બંને સરકારી એપમાંથી જ ડિજિટલ લાયસન્સનો ઉપયોગ કરો .
આ રીતે DigiLocker અને NextGen mParivahanમાં ડ્રાઇવિંગ લાયસન્સ સેવ રાખવાથી ફિઝિકલ લાયસન્સ સાથે રાખવાની ચિંતા રહેતી નથી અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન પણ સરળતાથી ડિજિટલ લાયસન્સ બતાવી શકાય છે .
જાહેરાત
જાહેરાત
HMD Pulse 2, Pulse 2 Plus, Pulse 2 Pro Tipped to Feature 5,000mAh Battery, Unisoc Chipset