NPCI , DPDP એક્ટના પાલન માટે UPI એપ્સ અને બેંકો સાથે મળીને પ્રાઈવસી નવા નિયમો પર કામ કરી રહ્યું છે .
Photo Credit: Unsplash/David Dvoracek
DPDP કાયદા હેઠળ UPIમાં મોબાઈલ નંબર છુપાવવા અને યુઝરનેમ ID માટેની તૈયારીઓ
UPI દ્રારા ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો યુઝર્સની પ્રાઇવસી વધુ સુરક્ષિત બનાવવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે . એક અહેવાલ અનુસાર , નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( NPCI ) " ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ( DPDP ) એક્ટ "ને અમલમાં મુકવા માટે UPI એપ્સ અને બેંકો સાથે જરૂરી ફેરફારો અંગે ચર્ચા કરી રહ્યું છે . આ ફેરફારોનો મુખ્ય ઉદેશ્ય યુઝર્સની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાનો અને પેમેન્ટ દરમિયાન મોબાઈલ નંબર જેવી માહિતી જાહેર ન થાય તેની ખાતરી કરવાનો છે .
મનીકંટ્રોલના અહેવાલ મુજબ , NPCI એ UPI એપ્સ અને બેંકોને ગ્રાહકોના મોબાઈલ નંબરને છુપાવવા માટે સૂચના આપી છે . હાલમાં UPIમાં પેમેન્ટ અને વેરિફિકેશન માટે મોબાઈલ નંબરનો ઉપયોગ થાય છે , પરંતુ તેનાથી પ્રાઇવસીનો જોખમ પણ રહે છે . તેથી હવે મોબાઈલ નંબર અને નામ જેવી માહિતી વધુ સુરક્ષિત રાખવામાં આવશે .
અહેવાલો મુજબ , ગયા મહિને NPCIએ એક સૂચના બહાર પાડીને તમામ UPI એપ્સ અને સભ્ય બેંકોને ગ્રાહકો સાથેના દરેક ઇન્ટરફેસ અને મેસેજમાં UPI ID , મોબાઈલ નંબર અને બેંક ખાતા નંબરને છુપાવવાની સૂચના આપી હતી . નવા નિયમ મુજબ , અન્ય લોકોને મોબાઈલ નંબરના માત્ર છેલ્લા ચાર અંક જ જોવા મળશે .
આ ઉપરાંત , QR કોડ સ્કેન કરીને પેમેન્ટ પૂર્ણ થયા પછી પણ મોબાઈલ નંબર દખાશે નહીં . NPCIએ ફેરફારો અમલમાં મુકવા માટે 4 સપ્ટેમ્બરની સમય મર્યાદા નક્કી કરી છે . સાથે જ UPI એપ્સને યુઝર્સ માટે મોબાઈલ નંબરના બદલે યુઝરનેમ આધારિત UPI ID બનાવવાનો વિકલ્પ ડિફોલ્ટ તરીકે ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે .
હાલમાં મોટાભાગના નવા UPI યુઝર્સ તેમની UPI ID તરીકે મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે . જોકે યુઝરનેમ આધારિત UPI IDની વિકલ્પ પહેલાથી જ ઉપલબ્ધ છે , પરંતુ ઘણા લોકોને તેની જાણ નથી . નવા નિયમો બાદ યુઝરનેમ આધારિત UPI IDનો ઉપયોગ વધવાની શક્યતા છે , જેનાથી યુઝર્સની પ્રાઈવસી વધુ મજબૂત બનશે .
જાહેરાત
જાહેરાત
Qualcomm to Reportedly Raise Snapdragon Chip Prices, Android Phones Could Get Costlier