એક એપાર્ટમેન્ટમાં છુપાયેલા ભય અને હત્યાના રહસ્યો પર આધારિત થ્રિલર

'ફોર્થ ફ્લોર '(2026) એક તમિલ થ્રિલર છે જે રહસ્ય અને માનસિક તણાવને બતાવે છે

એક એપાર્ટમેન્ટમાં છુપાયેલા ભય અને હત્યાના રહસ્યો પર આધારિત થ્રિલર

Photo Credit: Sun NXT

આરી અર્જુનન અભિનીત 'ફોર્થ ફ્લોર ' (2026) પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે .

હાઇલાઇટ્સ
  • 'ફોર્થ ફ્લોર ' હાલમાં પ્રાઈમ વિડીયો અને સન NXT પર સ્ટ્રીમિંગ
  • 'ફોર્થ ફ્લોર '(2026) એક તમિલ મનોવૈજ્ઞાનિક હોરર-થ્રિલર ફિલ્મ
  • 20 માર્ચ 2026થી તે OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
જાહેરાત

'ફોર્થ ફ્લોર '(2026) એક તમિલ મનોવૈજ્ઞાનિક હોરર-થ્રિલર ફિલ્મ છે , જે દર્શકોને તણાવ ભય અને રહસ્યના ગાઢ અનુભવમાં લઈ જાય છે . ફિલ્મની કહાની ધીરન નામના પાત્રની આસપાસ ફરે છે , જેની ભૂમિકા આરી અર્જુનન ભજવે છે . ફિલ્મના દિગ્દર્શક અને લેખક  એલ . આર . સુંદરપંડી છે . તેમાં દીપશિકા , થલાઈવાસલ વિજય , આદિત્ય કથીર , પવિત્રા સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે  . આ ફિલ્મ થિયેટરમાં 27 ફેબ્રુઆરી ,2026ના રોજ રિલીઝ થઈ હતી , જયારે 20 માર્ચ 2026થી તે OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બની છે .

ક્યારે અને ક્યાં જોવું :
'ફોર્થ ફ્લોર ' હાલમાં પ્રાઈમ વિડીયો અને સન NXT પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે . સબસ્ક્રાઇબર્સ પોતાના ઘરે બેસીને આ ફિલ્મનો આનંદ લઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ :
ફિલ્મની કહાની ધીરન નામના પાત્રની આસપાસ ફરે છે , જેની ભૂમિકા આરી અર્જુનન ભજવે છે . ધીરન એક સોફ્ટવેર એન્જિનિયર છે , જે પોતાના ભૂતપૂર્વ પ્રેમીની  વિનંતી પર ચેન્નાઈ આવે છે અને એક એકાંત એપાર્ટમેન્ટમાં રહેવા લાગે છે . શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે , પરંતુ થોડા સમય બાદ તેને અજીબ અને ભયાનક  અનુભવ થવા લાગે છે . તેને વારંવાર ડરામણા સપનાઓ આવે છે અને આસપાસ અજીબ ઘટનાઓ બનવા લાગે છે . આ ઘટના ક્રમ ધીમે ધીમે એક ભયાનક સત્ય તરફ  દોરી જાય છે , અને એપાર્ટમેન્ટમાં પહેલા થયેલી રહસ્યમય હત્યાઓનો ખુલાસો થાય છે , ટ્રેલર આ અલૌકિક અને માનસિક ભયની અસરકારક ઝલક આપે છે , જે દર્શકોમાં ઉત્સુકતા જગાવે છે .

કલાકારો અને ક્રૂ :
ફિલ્મમાં આરી અર્જુનન મુખ્ય ભૂમિકામાં છે , જયારે દીપશિકા , પવિત્રા અરવિંદ , સુબ્રમણ્યમ શિવ , આદિત્ય કથીર અને થલાઈવાસલ  વિજય જેવા કલાકારો સહાયક પાત્રોમાં જોવા મળે છે . એલ .આર .સુંદરપંડી આ ફિલ્મના દિગ્દર્શક તેમજ લેખક છે .

અભિપ્રાય :
'ફોર્થ ફ્લોર ' ને કુલ મળીને મિશ્ર અભિપ્રાય મળ્યો છે . આરી અર્જુનનના અભિનય અને ફિલ્મના અલૌકિક તત્વોને પ્રશંસા મળી છે , જયારે કેટલીક જગ્યાએ ઓછા  બજેટના પ્રોડક્શન માટે ટીકા પણ કરવામાં આવી છે . ફિલ્મનું IMDb રેટિંગ 3.8/10 છે , છતાં તે હોરર અને થ્રિલર પસંદ કરનારા દર્શકો માટે એક વાર જોવાલાયક અનુભવ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »