સ્ત્રી તસ્કરી પર આધારિત મર્દાની 3 OTT પર રિલીઝ

રાની મુખર્જી ની મર્દાની 3 , થિયેટરમાં સફળ થયા બાદ હવે netflix પર સ્ટીમિંગ થઈ રહી છે .

સ્ત્રી તસ્કરી પર આધારિત મર્દાની 3 OTT પર રિલીઝ

Photo Credit: Netflix

મર્દાની 3 netflix પર 27 માર્ચ 2026 થી સ્ટ્રીમ થશે .

હાઇલાઇટ્સ
  • નિર્માણ આદિત્ય ચોપરા દ્રારા કરવામાં આવ્યું
  • IMDb પર ફિલ્મને 7.4/10 નું રેટિંગ
  • સ્ત્રી તસ્કરી જેવા ગંભીર મુદ્દા પર આધારિત
જાહેરાત

રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 થિયેટરમાં સફળ પ્રદર્શન બાદ હવે OTT પર આવી ગઈ છે . 30 જાન્યુઆરી , 2026 થી સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને  દર્શકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે .જેથી હવે 27 માર્ચ 2026 થી Netflix પર તે સ્ટ્રીમ થઈ રહી છે , જેથી દર્શકો ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ  માણી શકે છે .   આ ફિલ્મની વાર્તા સ્ત્રી તસ્કરી જેવા ગંભીર મુદ્દા પર આધારિત છે, જેમાં કુલ 93 નાની છોકરીઓ ગુમ થઈ ગઈ છે. મર્દાની 3 એ બોક્સ ઓફિસ પર લગભગ રૂપિયા 77 કરોડની કમાણી કરી  હતી .

ક્યારે અને ક્યાં જોવી ?
મર્દાની 3 ને તમે હવે NetFlix પર જોઈ શકો છો .આ ફિલ્મ પ્લેટફોર્મના પેઈડ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે અને તેઓ તેને સીધા પોતાના હોમ સ્ક્રીન પર  જોઈ શકાશે  .

ટ્રેલર અને પ્લોટ :
આ ફિલ્મની વાર્તા સ્ત્રી તસ્કરી જેવા ગંભીર મુદ્દા પર આધારિત છે . કથા બુલંદશહેરમાં બનેલી ઘટનાથી શરૂ થાય છે , જ્યાં ભારતીય રાજદૂતની પુત્રી અને એક  નોકરાણીની પુત્રીનું અપહરણ થાય છે . તપાસ દરમિયાન જાણવા મળે છે કે કુલ 93 નાની છોકરીઓ ગુમ થઈ ગઈ છે . SSP શિવાની શિવાજી રોય આ કેસને સંભાળે  છે અને એક અતિ ભયાનક નેટવર્કનો પર્દાફાશ કરે છે , જે " અમ્મા " નામની મહિલા  દ્રારા સંચાલિત થાય છે .

કાસ્ટ અને ક્રૂ :
આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મીનાવાલા એ કર્યું છે અને તેનું નિર્માણ આદિત્ય ચોપરા દ્રારા કરવામાં આવ્યું છે . ફિલ્મમાં રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે , સાથે જાનકી બોડીવાળા અને મલ્લિકા પ્રસાદ  પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળે છે .

અભિપ્રાય :
મર્દાની 3 એ બોક્સ ઓફિસ પર લગભગ રૂપિયા 77 કરોડની કમાણી કરી  છે , જે તેને આ ફ્રેન્ચાઈઝમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનાવે છે . સાથે જ IMDb પર ફિલ્મને 7.4/10 નું રેટિંગ મળ્યું છે . ફિલ્મને દર્શકો અને સમીક્ષકો  બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે .

નિષ્કર્ષ :
મર્દાની 3 એક થ્રિલર ફિલ્મ છે જે ગંભીર સામાજિક મુદ્દાને અસરકારક રીતે રજૂ કરે છે . મજબૂત સ્ટોરી, સશક્ત અભિનય અને રોમાંચક પ્લોટ સાથે આ ફિલ્મ હવે OTT  પર વધુ મોટા દર્શકો સુધી પહોંચી રહી છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  2. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  3. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  4. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  5. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  6. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  7. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  8. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  9. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  10. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »