તાજમહેલ વિવાદ પર આધારિત ફિલ્મ 'ધ તાજ સ્ટોરી ' સ્ટ્રીમિંગમાં

આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે અને આ લાયન્સગેટ પર સ્ટ્રીમ થઈ રહી છે

તાજમહેલ વિવાદ પર આધારિત ફિલ્મ 'ધ તાજ સ્ટોરી ' સ્ટ્રીમિંગમાં

Photo Credit: Lionsgate Play

આ ફિલ્મ લાયન્સગેટ પર સ્ટ્રીમ થઈ રહી છે

હાઇલાઇટ્સ
  • 31 ઓક્ટોબર , 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી
  • The Taj Story એક ચર્ચાસ્પદ કોર્ટરૂમ ડ્રામા
  • ફિલ્મ લાયન્સગેટ પર સ્ટ્રીમ થઈ
જાહેરાત

તુષાર અમરીશ ગોયલ દ્રારા લખાયેલી 'ધ તાજ સ્ટોરી ' એક ચર્ચાસ્પદ ફિલ્મ તરીકે સામે આવી છે , જે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે . આ ફિલ્મ એક એવા  ટૂર ગાઈડની કહાની રજૂ કરે છે , જેના જીવનમાં મોટો વળાંક ત્યારે આવે છે જયારે નશાની હાલતમાં આપેલો તેનો એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થઈ  જાય છે . વીડિયોમાં તે તાજમહલને હિન્દૂ મંદિર તરીકે દર્શાવતો દાવો કરે છે , જેના કારણે તે પોતાની નોકરી ગુમાવે છે . પોતાની નિર્દોર્ષતા અને માન્યતાઓ સાબિત કરવા માટે તે કોર્ટમાં  જાહેર હિતની અરજી (PIL ) દાખલ કરે છે .

ક્યારે અને ક્યાં જોવી :
ધ તાજ સ્ટોરી ' હવે Lionsgate Play પર હિન્દી , તમિલ અને તેલુગુ સહિત અનેક ભાષાઓમાં સ્ટ્રીમ થઈ રહી છે . આ ફિલ્મ જોવા માટે દર્શકોને સક્રિય સબ્સ્ક્રિપશન  લેવું પડશે .

કહાની અને પ્લોટ :
આ ફિલ્મનું કેન્દ્ર પાત્ર વિષ્ણુ દાસ છે , જે તાજમહેલમાં પ્રવાસી માર્ગદર્શક તરીકે કામ કરે છે . તેના પુત્ર અવિનાશ સાથે તે સામાન્ય જીવન જીવી રહ્યો હોય છે , પરંતુ એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર દ્રારા પૂછાયેલા પ્રશ્નો પછી તેની વાતચીત એક વિવાદનું રૂપ લઈ  લે છે . નશાની હાલતમાં કરેલા તેના નિવેદનો સોશિયલ મીડિયા પર  વાયરલ થતા જ પરિસ્થિતિ બગડે છે અને પિતા-પુત્ર બંને પોતાની નોકરી ગુમાવે છે . પોતાની વાતને સાચી સાબિત કરવા માટે વિષ્ણુ કોર્ટનો દરવાજો  ખખડાવે છે , જ્યાંથી ફિલ્મનો મુખ્ય ભાગ કોર્ટરૂમ ડ્રામા તરીકે આગળ વધે છે .

કલાકાર :
આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે , જયારે અમૃતા ખાનવિલકર , ઝાકિર હુસૈન , નમિત દાસ  જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળે છે . ફિલ્મનું સંગીત રાહુલ દેવ નાથ આપવામાં આવ્યું છે અને સંપાદન હિમાંશુ તિવારીએ કર્યું છે .

અભિપ્રાય :
31 ઓક્ટોબર , 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર અભિપ્રાય મળ્યો હતો . ફિલ્મની ચર્ચા તો ઘણી થઈ , પરંતુ કમાણી  સરેરાશ રહી . IMDb પર તેને 4.9/10 નું રેટિંગ મળ્યું છે .

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  2. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  3. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  4. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  5. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  6. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  7. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  8. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  9. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  10. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »