OTT પ્લેટફોર્મ્સ એસ્પિરન્ટ્સ S3 , પુકી , સંકલ્પ , BMW અને વધુ નવી ફિલ્મો રજૂ કરવા માટે તૈયાર છે
આ અઠવાડિયે OTT રિલીઝ(9 માર્ચ - 15 માર્ચ )
OTT લવર્સ માટે આ અઠવાડિયું ખાસ બનવાનું છે . આ અઠવાડિયે ઘણી બધી અગ્રણી સ્ટીમિંગ પ્લેટફોર્મ્સ પર કેટલીક રસપ્રદ નવી રિલીઝ આવી રહી છે . થ્રિલરથી લઈને બિન્જ વર્થિ ડ્રામા સુધી , મનોરંજનના અનેક વિકલ્પો આ અઠવાડિયે મળી રહેશે . લોકપ્રિય વેબ સિરીઝ Aspirants નવો season પણ આવશે . બીજી તરફ રવિ તેજાની ફિલ્મ BMW પણ હાસ્યનો ડોઝ લઈને આવી રહી છે . Netflix , ZEE 5 અને Amazon Prime Video જેવા OTT પ્લેટફોર્મ પર ઘણી નવી ફિલ્મો અને સિરીઝ સ્ટ્રીમ થશે . ચાલો જોઈએ નવી OTT રિલીઝ .
રિલીઝ તારીખ :13 માર્ચ, 2026
OTT પ્લેટફોર્મ : Amazon Prime Video
કેટેગરી : ડ્રામા
કલાકાર : નવીન કસ્તુરિયા , સની હિન્દુજા ,અભિલાષ થાપલિયાલ , જતીન ગોસ્વામી
લોકપ્રિય વેબ સિરીઝ Aspirants તેની ત્રીજી સીઝન સાથે ફરી એકવાર સ્ક્રીન પર આવી રહી છે . આ સિઝનની વાર્તા મુખ્યત્વે અભિલાષ અને સંદીપ ભૈયા વચ્ચેની છેલ્લી હરીફાઈની આસપાસ ગોઠવાઈ છે . આ વાર્તામાં UPSC જેવી કઠિન પરીક્ષાની તૈયારીથી લઈને પ્રશાસનિક જવાબદારીઓ સુધીનો પ્રવાસ દર્શાવવામાં આવ્યો છે . જે દર્શકોને હાઈ-વોલ્ટેજ ડ્રામાનો અનુભવ કરાવશે .પહેલીની સીઝન્સની જેમ આ સીઝનમાં પણ ભૂતકાળ અને વર્તમાન સમયરેખાને એકસાથે રજૂ કરવામાં આવશે .
રિલીઝ તારીખ :13 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ : Lionsgate Play
કેટેગરી :કોર્ટરૂમ ડ્રામા
કલાકાર :પરેશ રાવલ , અમૃતા ખાનવિલકર , ઝાકિર હુસૈન , નમિત દાસ
The Taj Story એક ચર્ચાસ્પદ કોર્ટરૂમ ડ્રામા છે જે તુષાર અમરીશ ગોયલ દ્રારા લખાયેલ છે . આ વાર્તા લાંબા સમયથી કામ કરતા એક ટુર ગાઈડની આસપાસ ફરે છે . એક દિવસે તેનો નશામાં આપેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે જેમાં તે દાવો કરે છે કે Taj Mahal મૂળરૂપે એક હિન્દુ મંદિર હતું . આ વીડિયોના કારણે આખા શહેરમાં ભારે વિવાદ સર્જાયો અને પછી તે પોતાની નૌકરી પણ ગુમાવી દે છે . પોતાની નિર્દોષતા અને વિચારધારાને સાબિત કરવા માટે તે કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL )દાખલ કરે છે . આ અરજી દ્રારા તે પોતાના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવાનો પ્રયાસ કરે છે .
ફિલ્મમાં ઇતિહાસ અને ઇતિહાસના વિવિધ દૃષ્ટિકોણો જેવા વિષયો પર ભાર આપવામાં આવ્યો છે જે વાર્તાને વિચારપ્રેરક અને ચર્ચાસ્પદ બનાવે છે .
રિલીઝ તારીખ : 11 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ : Amazon MX Player
કેટેગરી :રાજકીય ડ્રામા
કલાકાર :નાના પાટેકર , સંજય કપૂર , મોહમ્મ્દ. ઝીશાન અય્યુબ , કુબ્બ્રા સૈત
આ કથા પ્રાચીન સમયની ચાણ્ક્ય અને ચન્દ્રગુપ્ત મૌર્યની વાર્તાથી પ્રેરિત છે .આમા એક શિક્ષકની કહાની છે . તે પટનામાં એક શાળા અને દિલ્હીમાં UPSC માટે કોચિંગ સેન્ટર ચલાવે છે . તેની વિચારધારાથી સમાજમાં ખુબ જ પ્રભાવશાળી બની જાય છે , એટલું જ નહિ કેટલાક સરકારી અધિકારીઓ પણ તેનાથી પ્રભવિત થાય છે . પરંતુ તેની જિંદગીમાં અચાનક એક મોટો વળાંક ત્યારે આવે છે જયારે તેનો એક ભૂતપૂર્વ વિધાર્થી જ તેનો સૌથી મોટો વિરોધી બની જાય છે . આ વાર્તા શિક્ષક અને તેના વિધાર્થી વચ્ચે સંઘર્ષ પર કેન્દ્રિત થાય છે .
આ સિરીઝમાં સત્તા , ભ્રષ્ટાચાર અને રાજકીય અરાજકતા જેવા ગંભીર વિષયો પર રજુઆત કરવામાં આવી છે
રિલીઝ તારીખ :11 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ :Amazon Prime Video
કેટેગરી : કોમેડી
કલાકાર :નિખીલા વિમલ , અબીન બીનો , રેનજી કંકોલ , ઈર્શાદ
Penu Case એક હળવી મલયાલમ કોમેડી ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે . આ ફિલ્મની વાર્તા એક એવી મહિલાની આસપાસ ફરે છે જે છેતરપિંડી કરીને કેરળ અને કર્ણાટકમાં અલગ અલગ પુરુષો સાથે ખોટા લગ્ન કરી તેમને લૂંટી લે છે પણ જયારે તેના લગ્ન નવા શિકાર સાથે થાય છે ત્યારે ત્યાં અચાનક કેટલાક પુરુષો આવી જાય છે અને તેને ઠગ સાબિત કરે છે , જેના કારણે લગ્ન તૂટી જાય છે .
આ પછી કેસની તપાસ CI Manoj સંભાળે છે અને તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે છે .આ ફિલ્મ દર્શકોને મનોરંજન સાથે થ્રિલનો પણ અનુભવ કરાવશે .
રિલીઝ તારીખ :12 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ : Netflix
કેટેગરી : રોમાન્સ , ડ્રામા
કલાકાર :પ્રિયંકા મોહન , પાર્ક હે-જિન , જાયહ્યુન જંગ , ઋષિકાંત
રા કાર્તિક દ્રારા લખાયેલી Made in Korea એક ઈન્ડો-કોરિયન રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે . આ ફિલ્મની વાર્તા ભારતના નાના શહેરની એક યુવતીની આસપાસ ફરે છે . જેના સપના ત્યારે તૂટી જાય છે જયારે તેનો બોયફ્રેન્ડ તેને સફર દરમિયાન એકલી છોડી દે છે . દક્ષિણ કોરિયામાં એકલી પડેલી આ યુવતી માટે નવી સંસ્કૃતિ , ભાષા સાથે એડજસ્ટ થવું કઠિન પડે છે . આ ફિલ્મ પ્રેમ , લાગણી અને જીવનના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવે છે .
રિલીઝ તારીખ :13 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ : ZEE 5
કેટેગરી : કોમેડી , રોમાંસ
કલાકાર :રવિ તેજા , આશિકા રંગનાથ , ડિમ્પલ હયાથી , એડીન રોઝ
BMW એ એક તેલુગુ રોમાન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે . જેમાં રવિ તેજા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે .આ ફિલ્મની વાર્તા એક ઉધોગપતિની આસપાસ ફરે છે. ફિલ્મમાં ફેરફાર ત્યારે આવે છે જયારે તે બિઝનેસ ટ્રિપ માટે સ્પેન જાય છે . આ પરણેલા હોવા છતાં ત્યાંની મહિલા જોડે સંબંધમાં જોડાઈ જાય છે . પછી ત્યાંથી તેની મુશ્કેલીઓ ઊભી થાય છે . ધીમી ધીમી આ સંબંધ ઘનિષ્ઠ બને છે અને સમસ્યાઓ વધી જાય છે .
ફિલ્મમાં સંબંધો ,શંકાઓ અને સંઘર્ષો જેવા વિષયો રજૂ કરવામાં આવે છે . આની સાથે કોમેડીનું મિશ્રણ દર્શકોને ભરપૂર આનંદ આપે છે .
રિલીઝ તારીખ :13 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ :ZEE 5
કેટેગરી :રોમાન્સ
કલાકાર : અજય ધીશન , આર. કે . ધનુષા
Pookie એક તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે . આ ફિલ્મની વાર્તા એક જનરેશન Z કપલની આસપાસ ફરે છે .જેનમો છ વર્ષથી ચાલતો સંબંધ તૂટી જાય છે . બ્રેકઅપ પછી બંને પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે .પરંતુ મનમાં એકબીજા પ્રત્યેની લાગણી જીવંત રહે છે . આગળની કહાની આ જોડી ફરીથી એકબીજા સાથે જોડાઈ શકે છે કે નહિ તે પ્રશ્ન થાય છે .આ ફિલ્મમાં લાગણીઓ , સંબંધોની ગુંચવણ અને હાઈ-વોલ્ટેજ ડ્રામાનું મિશ્રણ દર્શાવવામાં આવ્યું છે .
રિલીઝ તારીખ :10 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ : Netflix
કેટેગરી :સાહસ , એક્શન
કલાકાર :ઇનાકી ગોડોય , એમિલી રુડ , મેકેન્યુ , વિન્સેન્ટ રેગન
આ ફિલ્મ એ એક લોકપ્રિય સિરીઝ One Pieceનો બીજો સીઝન છે . આ સીઝનમાં Monkey D . Luffy અને તેની Straw Hat ટીમ મોટા અને જોખમી સાહસ પર નીકળે છે .આ સીઝનમાં તેઓ Baroque works નામના એક મજબૂત ગેંગનો સામનો કરશે . One Piece નામના અંતિમ ખજાનાને શોધવાની આ યાત્રા દરમિયાન તેમને પડકારો અને દુશ્મનોનો સામનો કરવો પડશે .જેમ જેમ તેમનો સફર આગળ વધે છે તેમ તેમ મુશ્કેલીઓ અને રોમાંચક બનશે . આ રસ્તો સરળ નહીં હોય પણ તેઓ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છે .
રિલીઝ તારીખ :13 માર્ચ , 2026
OTT પ્લેટફોર્મ :JioHotstar
કેટેગરી : એનિમેશન , સાહસ
કલાકાર :શકીરા , મેકોલે કલ્કિન , પેટ્રિક વોરબર્ટન , રોબર્ટ ઇરવિન
વધુ લોકપ્રિય એનિમેટેડ ફિલ્મ Zootopia ની આગળનો ભાગ Zootopia 2 આવે છે .પોલીસ ઓફિસર્સ Judy Hopps અને Nick Wilde ફરી એક વાર નવા સાહસ પર નીકળે છે . આ વખતે તેઓ શહેરમાં ચાલતા એક મોટા દાણચોરીના રિંગની તપાસ કરે છે અને દેશનિકાલ પાછળ છુપાયેલા રહસ્યોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે . એમાં આગળ જતા તેમને શહેરની આબોહવા નિયંત્રિત કરતી હવામાન દિવાલોના પેટન્ટની ચોરીનો મુદ્દો સામેલ થાય છે .
સાહસ અને રહસ્યથી ભરપૂર આ ફિલ્માં બંનેની જોડી ફરી એક વાર પડકારોનો સામનો કરતી જોવા મળશે . જે દર્શકોને રોમાંચક અનુભવ આપશે .
| ટાઇટલ | સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ | રિલીઝ તારીખ |
|---|---|---|
| Age of Attraction | Netflix | 11 માર્ચ, 2026 |
| Scarpetta | Prime Video | 11 માર્ચ, 2026 |
| Lockdown | Prime Video | 12 માર્ચ, 2026 |
| Nawabs Cafe | ETv Win | 12 માર્ચ, 2026 |
| Love is Blind: The Reunion | Netflix | 12 માર્ચ, 2026 |
| Funky | Netflix | 13 માર્ચ, 2026 |
| Resort | JioHotstar | 13 માર્ચ, 2026 |
| Local Times | Prime Video | 13 માર્ચ, 2026 |
| Landlord | Zee 5 | 13 માર્ચ, 2026 |
| Andha Pyar 2 | Zee 5 | 14 માર્ચ, 2026 |
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Oppo Find X10 Series Price in India, Launch Date Leaked; May Cost Up to Rs. 1.5 Lakh