Samsung ટૂંક જ સમયમાં Samsung Galaxy A37 5G અને Galaxy A57 5G લોન્ચ કરવા જઈ રહી છે .આ બંને ફોનંમાં 120Hz super AMOLED ડિસ્પ્લે , 5000mAh બેટરી મળશે .
ગેલેક્સી A36 5G અને A56 5G એ માર્ચ 2025માં લોન્ચ કરવામાં આવ્યો હતો .
સેમસંગની ગેલેક્સી A સિરીઝ લાઈનમાં નવા સ્માર્ટફોન તરીકે Samsung Galaxy A37 5G અને Galaxy A57 5G ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતાઓ છે . આ દક્ષિણ કોરિયાની કંપની છે જયારે કંપનીએ કોઈ પણ તરીકે સતાવાર જાહેરાત નથી કરી પણ એક નવા રિપોટ્ અનુસાર બંને સ્માર્ટફોનના સંપૂર્ણ સ્પેસિફિકેશન લીક થઇ છે . અહેવાલ મુજબ બંને મોડેલો 120Hz રિફ્રેશ રેટ સાથે ફૂલ HD +AMOLED ડિસ્પ્લે સાથે આવશે . Galaxy A37 5Gમાં Exynos 1480 પ્રોસેસર મળવાની સંભાવના છે જયારે Galaxy A57 5G થોડું વધુ શક્તિશાળી ચિપસેટ સાથે આઈ શકે છે .
Samsung Galaxy A37 5G સ્પેસિફિકેશન:
નવા રિપોર્ટ અનુસાર Samsung Galaxy A37 5Gને કંપનીના Exynos 1480 પ્રોસેસર દ્રારા સંચાલિત કરવામાં આવે છે . આ ફોન 6GB અને 8GB RAM સાથે 128GB અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ વિકલ્પો મળશે . જોકે , આ સ્ટોરેજને microSD કાર્ડ દ્રારા વિસ્તૃત કરવાની સુવિધા નથી . આ ફોન Android 16 આધારિત One UI 8.5 પર ચાલી શકે છે . આ ફોનને 6.7 ઈંચનું સુપર AMOLED ડિસ્પ્લે મળ્યું છે જે 120Hz રિફ્રેશ રેટ છે અને FULL -HD +(1080*2340 પિક્સેલ )રિઝોલ્યુશનને સપોર્ટ કરશે .
કેમેરાની વાત કરીએ તો આ Galaxy A37 5Gમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે , જેમાં 50MP પ્રાથમિક કેમેરા , 12MP અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 5MP મેક્રો સેન્સર શામેલ હોઈ શકે . સેલ્ફી અને વિડીયો કોલ માટે ફોનમાં 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે .
કનેક્ટિવિટી માટે આ ફોનમાં eSIM વિકલ્પ સાથે ડ્યુઅલ SIM , Wi-Fi 6 , અને Bluetooth 5.3 સપોર્ટ મળી શકે છે .આ ફોનમાં 45W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી આપવામાં આવી શકે છે . આ ફોનનું માપ 162.9*78.2*7.4mm અને વજન 196 ગ્રામ હોઈ શકે . આ ફોન Awesome Charcoal , Awesome Green , Awesome Lavender અને Awesome White રંગમાં મળી શકે છે .
Samsung Galaxy A57 5G સ્પેસિફિકેશન :
રિપોર્ટ અનુસાર Samsung Galaxy A57 5Gમાં પણ 6.7 ઇંચ સુપર AMPOLED ડિસ્પ્લે મળશે, જે 120Hz રિફ્રેશ રેટ અને Full-HD+રેઝોલ્યુશન સાથે આવશે . આ ફોન Exynos 1680 ચિપસેટ દ્રારા સંચાલિત છે અને તે 8GB RAM સાથે આવશે . સ્ટોરેજ માટે 128GB અને 256GB વિકલ્પો ઉપલબ્ધ થઇ શકે છે . આ ફોન Android 16 આધારિત One UI 8.5 પર ચાલશે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં પણ 50MP પ્રાથમિક કેમેરા , 12MP અલ્ટ્રા વાઈડ સેન્સર અને 5MP મેક્રો કેમેરા મળી શકે છે . સેલ્ફી માટે 12MP સેલ્ફી કેમેરા આવી શકે . કનેક્ટિવિટી માટે eSIM સાથે ડ્યુઅલ SIM , Wi-Fi 6E , Bluetooth 6.0 સપોર્ટ મળી શકે છે .આ ફોનનું માપ 161.5*76.9*6.9mm અને વજન 192 ગ્રામ હોઈ શકે . આ સ્માર્ટફોન Awesome Grey , Awesome Icy Blue , Awesome Lilac અને Awesome Navy રંગમાં મળી શકે .
જાહેરાત
BSNL Reportedly Begins CNAP Integration; Nationwide Caller ID Rollout Expected Soon