પેનાસોનિક દ્વારા ભારતમાં શિનોબીપ્રો મીની એલઇડી શ્રેણી અને પી સિરીઝના ટીવી લોન્ચ

પેનાસોનિકના નવા લોન્ચ થયેલા ટીવી 65 ઇંચ અને 75 ઇંચની સાઇઝમાં ઉપલબ્ધ છે.

પેનાસોનિક દ્વારા ભારતમાં શિનોબીપ્રો મીની એલઇડી શ્રેણી અને પી સિરીઝના ટીવી લોન્ચ

Photo Credit: Panasonic

પેનાસોનિક શિનોબીપ્રો મીનીએલઈડી ટીવી બેઝલ-લેસ ડિઝાઇન આપે છે

હાઇલાઇટ્સ
  • શિનોબીપ્રો મીની એલઇડી ટીવી ગુગલ ટીવી ટેકનોલોજી પર ચાલશે
  • ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ અને અલાયદો ગેમિંગ મોડ
  • ગૂગલ વોઇસ આસિસ્ટન્ટને પણ આ ટીવી સુસંગત
જાહેરાત

જાપાનીઝ ઇલેક્ટ્રોનિક મ્લ્ટીનેશનલ કંપની પેનાસોનિક દ્વારા ભારતમાં શિનોબીપ્રો મીની એલઇડી શ્રેણી અને પી સિરીઝના ટીવી લોન્ચ કરાયા છે. હાલમાં રજૂ કરાયેલા ટીવીમાં સ્લિમ બેઝલ્સ છે અને તેમાં અનેક ફીચર્સ જેમકે, 4K સ્ટુડિયો કલર, હેક્સા ક્રોમા ડ્રાઇવ, ડોલ્બી વિઝન ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ અને લો લેટન્સી મોડનો સમાવેશ થાય છે. પેનાસોનિક લોન્ચ કરેલા ટીવીમાં ઘરેલુ વપરાશથી લઈને પ્રીમિયમ ટીવીનો સમાવેશ થાય છે. શિનોબીપ્રો મીની એલઇડીની સિરીઝમાં 21 એલઇડીના વિવિધ મોડલનો સમાવેશ થાય છે. જેમાં, 4K ગૂગલ ટીવી અને ફુલ એચડી અને એચડી રેડી ગુગલ ટીવી પ્રકારના ટીવી મળી શકશે.

પેનાસોનિક સિનોબીપ્રો મીની એલઇડી ટીવીના સ્પેસિફિકેશન્સ

પેનાસોનિકના નવા લોન્ચ થયેલા ટીવી 65 ઇંચ અને 75 ઇંચની સાઇઝમાં ઉપલબ્ધ છે. આ ટીવીમાં 4k ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેનો રિફ્રેશ રેટ 120HZ છે. કંપની આ ટીવીમાં બેઝલ લેસ ડિઝાઇન આપી રહી છે. જેના કારણે સ્ક્રીનનો વિસ્તાર મહત્તમ થઈ શકશે અને જોનારાના અનુભવને પણ વધુ સારો બનાવશે. તે ટીવીને એકદમ સલીમ અને મોર્ડન લુક આપશે.

શિનોબીપ્રો મીની એલઇડી ટીવી ગુગલ ટીવી ટેકનોલોજી પર ચાલશે અને તેમાં ડોલ્બી એટોમસ સમર્થિત 66wના સ્પીકર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ટીવીમાં ઇમર્સિવ સાઉન્ડ અનુભવ માટે ડીટીએસ ટુસરાઉન્ડ સંચાલિત ટ્વિટર સાથે ઇનબિલ્ટ હોમ થિયેટર સિસ્ટમ આપવામાં આવી છે.

ટીવી વધુ સારા અને બ્રાઇટ કલરના અનુભવ માટે 4K સ્ટુડિયો કલર એન્જિન અને હેક્સા ક્રોમા ડ્રાઇવથી સજ્જ છે. આ ઉપરાંત આ ટીવી HDR, HDR 10+ અને ડોલ્બી વિઝન ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે. ડોલ્બી વિઝન એ ડોલ્બી દ્વારા વિકસાવવામાં આવેલી એક ટેકનોલોજી છે જે પિક્ચરની ગુણવત્તાને મહત્તમ કરીને મૂવીઝ, ટીવી શો અને વિડીયો ગેમ્સના અનુભવને વધારે છે. તેમાં ઇનબિલ્ટ ક્રોમકાસ્ટ અને અલાયદો ગેમિંગ મોડ અપાયો હોવાથી સામાન્યરીતે થતો વિલંબ ઘટાડી શકાશે.

Panasonicના શિનોબીપ્રો મીની એલઇડી ટીવી પી સિરીઝના ભાવ

નવા રજૂ થયેલા પેનાસોનિકના પી સિરીઝના ભાવ રૂ. 17,990 થઈ શરૂ થઈ અને 3,99,990 સુધીના વિકલ્પમાં મળે છે. તેમાં 65 ઇંચના અને 75 ઇંચના પેનાસોનિક સિનોબીપ્રો મીની એલઇડી ટીવી અનુક્રમે રૂ. 1,84,990 અને રૂ. 3,19,990 માં મળશે.

પેનાસોનિકના આ નવા ટીવી કંપનીની વેબસાઈટ અને સ્ટોર પર મળી શકશે. આ ઉપરાંત તે પસંદગીની ઈ કોમર્સ સાઇટ પરથી પણ ખરીદી શકાશે.

પેનાસોનિકના શિનોબીપ્રો મીની એલઇડી ટીવીનું સંચાલન રિમોટ દ્વારા તેમજ અવાજ દ્વારા પણ કરી શકાશે. તેમાં કેટલાક એપ જેમકે, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, યુટ્યુબ પહેલાથી ઇન્સ્ટોલ રહેશે. તેમાં બે HDMI 2.1 પોર્ટ, બે યુએસબી પોર્ટ અને વાયફાય તેમજ બ્લુટૂથ કનેક્ટિવિટીના વિકલ્પ આપવામાં આવ્યા છે. ગૂગલ વોઇસ આસિસ્ટન્ટને પણ આ ટીવી સુસંગત છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »