Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત

ICICI , Bank of Baroda અને HSBC ના બેંક ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનારાને 10 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે

Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત

Photo Credit: Flipkart

Flipkart GOAT Sale માં iPhone 17 સિરીઝ , iPhone 16 , iPhone Air જેવા કેટલાક મોડલ્સ પર ભારી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .

હાઇલાઇટ્સ
  • Flipkart પોતાની સૌથી મોટી " GOAT Sale " 4 જુલાઈથી શરૂ કરવા જઈ રહ્યું
  • સેલ દરમિયાન સીધી કિંમતમાં ઘટાડા ઉપરાંત બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર
  • iPhone 17 ને રૂપિયા 82,900ની જગ્યાએ રૂપિયા 70,990 માં ઉપલબ્ધ
જાહેરાત

ઈ - કોમર્સ પ્લેટફોર્મ Flipkart પોતાની સૌથી મોટી " GOAT Sale " 4 જુલાઈથી શરૂ કરવા જઈ રહ્યું છે . કંપનીએ સેલ દરમિયાન સ્માર્ટફોન , હોમ એપ્લાયન્સ , સ્માર્ટ વેરેબલ્સ અને અન્ય અનેક પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે  .  ખાસ કરીને iPhone ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે કંપનીએ અનેક મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કર્યો છે .

Flipkart અનુસાર , સેલ દરમિયાન સીધી કિંમતમાં ઘટાડા ઉપરાંત બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો પણ લાભ મળશે . ICICI Bank , Bank of Baroda અને HSBC ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 10 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .


iPhone 17 પર ઓફર :

Flipkart GOAT Sale દરમિયાન iPhone 17 ને રૂપિયા 82,900ની જગ્યાએ રૂપિયા 70,990 માં ઉપલબ્ધ કરાવવામાં આવશે . આ ફોનમાં 120Hz ProMotion ડિસ્પ્લે , Apple A19 ચિપસેટ , 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા અને 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે .

iPhone 17 Pro પર મળશે મોટો ભાવ ઘટાડો :

iPhone 17 Pro ને રૂપિયા 1,34,000 ની જગ્યાએ રૂપિયા 1,12,000માં ખરીદી શકાય છે . તેમાં 6.3 ઇંચની OLED ડિસ્પ્લે , A19 પ્રોસેસર અને 48MP + 48MP + 48MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે . સેલ્ફી માટે તેમાં 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

iPhone 17 Pro Max પર 22,000 સુધીની બચત :

iPhone 17 Pro Max સેલ દરમિયાન રૂપિયા 1,49,900 ની જગ્યાએ રૂપિયા 1,27,900માં ઉપલબ્ધ રહેશે . ફોનમાં 6.9 ઇંચની Super Retina XDR ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે . તેમાં 48 મેગાપિક્સલના ત્રણ રિયર કેમેરા અને 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

iPhone 17e પણ સસ્તા મળશે :

iPhone 17e ને રૂપિયા 64,900 ની જગ્યાએ રૂપિયા 60,900 માં ખરીદી શકાય છે . તેમાં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે , A19 ચિપસેટ અને 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે . સેલ્ફી માટે તેમાં 12 મેગાપિક્સલનો TrueDepth કેમેરો ઉપલબ્ધ છે .

iPhone 17 Air પર પણ આકર્ષક ઓફર :

Flipkart GOAT Sale દરમિયાન iPhone 17 Air ની કિંમત રૂપિયા 1,19,900 થી ઘટીને રૂપિયા 95,900 કરવામાં આવી છે . સ્માર્ટફોનમાં 6.5 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ , Apple A19 Pro પ્રોસેસર અને 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે . જયારે સેલ્ફી માટે 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

જો તમે નવા iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Flipkart GOAT Sale દરમિયાન બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ સાથે વધુ બચત કરવાની તક મળી શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત
  2. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  3. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  4. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
  5. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  6. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  7. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  8. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  9. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  10. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »