સેમસંગ ગેલેક્સીમાં ઓટો રિસ્ટાર્ટ સેટ કરો અને ફોનને રાખો હંમેશા સ્મૂથ

સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનના ધીમા પ્રોસેસને ઠીક કરવા માટે યોગ્ય સમયાંતરે ફોનને Auto Optimization માં સેટ કરો

સેમસંગ ગેલેક્સીમાં ઓટો રિસ્ટાર્ટ સેટ કરો અને ફોનને રાખો હંમેશા સ્મૂથ

Photo Credit: Gadgets 360

ગેલેક્સી S26 સિરીઝ પણ આ સુવિધાને સપોર્ટ કરે છે

હાઇલાઇટ્સ
  • Samsungમાં " Auto Optimization " નામની એક ખાસ સુવિધા
  • ફોનને આપમેળે ચોક્કસ સમય પર રિસ્ટાર્ટ કરે
  • ફોન સમયાંતરે પોતે જ " ફ્રેશ " થઈ જાય
જાહેરાત

સમય જતાં લગભગ બધા સ્માર્ટફોન ધીમા પડી જાય છે . આ દરેક યુઝરનો સામાન્ય અનુભવ છે . ખાસ કરીને જયારે ઘણી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે ત્યારે , કેશ અને ટેમ્પરરી ફાઈલો ભેગી થવા લાગે છે , જેના કારણે ફોનનો પરફોર્મન્સ ઘટે છે .ઘણી વાર સ્ટોરેજ સાફ કરવાથી અથવા એપ્સ ડિલીટ કરવાથી  થોડો  ઘણો ફાયદો થાય એટલે કે સ્પેસ પણ મળે અને ફોન પણ સારી સ્પીડે ચાલે . પરંતુ સૌથી સરળ અને અસરકારક ઉપાય એ છે કે જરૂરી સમયાંતરે ફોનને  રિસ્ટાર્ટ  કરતુ રહેવું . સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનમાં હવે આપમેળે રિસ્ટાર્ટ થવાની પ્રક્રિયા ચાલુ કરી શકાશે .


 

રિસ્ટાર્ટ શા માટે મદદ કરે છે અને ઓટોમેટિક રિસ્ટાર્ટ શું છે ?

ફોનને રિસ્ટાર્ટ કરવાથી ટેમ્પરરી ફાઈલો ક્લિયર થાય છે , મેમરી ફ્રેશ થાય અને બેકગ્રાઉન્ડમાં ચાલતી અણગમતી પ્રોસેસ બંધ થાય છે . આથી ફોન વધુ સ્મૂથ અને ફાસ્ટ  લાગે છે , નાના બગ્સ પણ ઠીક થઈ જાય છે અને બેટરી પરફોર્મન્સમાં પણ સુધારો થાય છે .

Samsungમાં " Auto Optimization " નામની એક ખાસ સુવિધા મળે છે , જે તમારા ફોનને આપમેળે ચોક્કસ સમય પર રિસ્ટાર્ટ કરે છે . આ સામાન્ય રીતે ત્યારે  થાય છે જયારે તમે ફોનનો ઉપયોગ ન કરતા હોય .

આથી ફોન સમયાંતરે પોતે જ " ફ્રેશ " થઈ જાય છે અને લેગ અથવા હેંગ થવાની સમસ્યા ઓછી થાય છે .

Samsung Galaxy ફોનમાં ઓટોમેટિક રિસ્ટાર્ટ કેવી રીતે સેટ કરવું ?

  • આ સેટિંગ્સ કરવી ખુબ જ સરળ છે .

  • ફોનમાં Setting ખોલો 

  • નીચે સ્ક્રોલ કરીને " Battery and Device  Care " પર જાઓ 

  • ત્યાં Auto Optimization  વિકલ્પ પસંદ કરો 

  • Auto Restart ને ON કરો 

  • પછી તમે દિવસ અને સમય પણ પસંદ કરી શકો છે 

  • એકવાર સેટ કર્યા પછી , ફોન તમારા નક્કી કરેલા સમય પર આપમેળે રિસ્ટાર્ટ થશે .

રાત્રે કે વહેલી સવારે સમય સેટ કરવો વધુ યોગ્ય રહે છે .

samsung auto optimisation Samsung

Auto Optimization
Photo Credit: Samsung

Samsung મુજબ , ફોન ત્યારે જ રિસ્ટાર્ટ થશે જયારે :

  • સ્ક્રીન OFF હોય 
  • ફોન ઉપયોગમાં ન હોય બેટરી 30%થી વધુ હોય 
  • SIM લોક બંધ હોય 

આથી તમારા કામમાં કોઈ પણ રુકાવટ નહીં આવે .

તમારા Samsung ફોનને સ્મૂથ રાખવા માટે કેટલીક ટિપ્સ 
 

1) Device Care નો ઉપયોગ કરો 
     આ બિલ્ટ - ઈન ટૂલ બેટરી , મેમરી અને સ્ટોરેજ ઑપ્ટિમાઇઝ કરે છે . તમે તેને મેન્યુઅલી કે ઓટોમેટિક રીતે ઉપયોગ કરી શકો છો .

2) કેશ સમયાંતરે સાફ કરો 
     એપ્સનો કેશ સમય સાથે વધી જાય છે અને તેને ક્લિયર કરવાથી  તે ઝડપી બને છે .

3)સોફ્ટવેર અપડેટ રાખો 
      નવી અપડેટમાં બગ ફિક્સ અને પરફોર્મન્સ સુધારણા હોય છે , જેથી ફોનના સોફ્ટવેરને હમેશા અપડેટ રાખો .

4)બેકગ્રાઉન્ડ એપ્સ કંટ્રોલ કરો 
     જેઓ એપ્સ તમે ઓછા ઉપયોગ કરો છો , તેમને બેકગ્રાઉન્ડમાં ચાલતા રોકો .

5) સ્ટોરેજ ખાલી રાખો 
     ફોનનું સ્ટોરેજ ભરેલું હશે તો તે ધીમું થઈ જશે . જૂની ફાઈલો અને બિનજરૂરી એપ્સ ડિલીટ કરો અથવા ક્લાઉડમાં મુવ કરો .


આ નાના પગલાં અપનાવીને તમે તમારા Samsung Galaxy ફોનને લાંબા સમય સુધી ઝડપી અને સ્મૂથ રાખી શકો છો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »