Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Apple iPhone 16 તમારા માટે સારો વિકલ્પ બની શકે છે

Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો

Photo Credit: Apple

Apple iPhone 16 માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે મળે છે

હાઇલાઇટ્સ
  • Flipkart પર Apple iPhone 16 ( 128GB ) વેરિઅન્ટની કિંમત રૂપિયા 67,900
  • Flipkart પર iPhone 16 પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • iPhone 16માં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી
જાહેરાત

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Apple iPhone 16 તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . હાલમાં Flipkart પર આ ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . બેંક ઓફરનો લાભ લઈને તમે વધારે રૂપિયાની બચત કરી શકો છો . તો ચાલો જાણીએ આ iPhoneની કિંમત , ઓફર્સ અને ખાસ ફીચર્સ વિશે .

Apple iPhone 16ની ઓફર કિંમત :

Flipkart પર Apple iPhone 16 ( 128GB ) વેરિઅન્ટની કિંમત રૂપિયા 67,900 રાખવામાં આવી છે . જો તમે Flipkart Axis Bank Credit card દ્રારા પેમેન્ટ કરો છો , તો તમને રૂપિયા 5,295 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 62,900 જેટલી થઈ જાય છે . આ ઉપરાંત જો તમે તમારો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરો છો , તો રૂપિયા 49,850 સુધીનું એક્સચેન્જ કિંમત મળી શકે છે . જોકે , એક્સચેન્જની સાચી કિંમત તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખશે . iPhone 16 સપ્ટેમ્બર 2024માં રૂપિયા 79,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે હાલ કિંમત કરતાં રૂપિયા 17,295થી વધુ સસ્તો મળી રહ્યો છે .


Apple iPhone 16ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

iPhone 16માં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1179 x 2556 રિઝોલ્યુશન પિક્સલ છે . આની સ્ક્રીન 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે , જેથી વધારે પ્રકાશમાં પણ ડિસ્પ્લે સ્પષ્ટ દેખાય છે .

ફોનમાં Apple A18 ચિપસેટ આપવામાં આવ્યો છે અને તે iOS 26 પર કામ કરે છે . સુરક્ષા માટે તેમાં IP68 રેટિંગ આપવામાં આવી છે , જે તેને ધૂળ અને પાણીથી બચાવે છે . કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth, GPS , NFC અને  USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ મળે છે .


કેમેરા અને અન્ય ફીચર્સ :

ફોટોગ્રાફી માટે iPhone 16માં 48MP વાઈડ કેમેરા , 12MP 2x ટેલિફોટો કેમેરા અને 12MP અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . ફોનની લંબાઈ 147.6mm , પહોળાઈ 71.6mm અને જાડાઈ 7.8mm છે જયારે તેનું વજન માત્ર 170 ગ્રામ છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  2. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  3. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  4. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  5. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  6. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  7. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  8. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  9. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  10. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »