એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone 2026માં iPhone 18 પ્રો સાથે લોન્ચ થવાની સંભાવના

iPhone Fold ને iPhone 18 Pro અને Pro Max સાથે રજૂ કરવામાં આવી શકે છે , iPhone 18 નું લોન્ચિંગ 2027ની શરૂઆતમાં થવાની સંભાવના છે .

એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone 2026માં iPhone 18 પ્રો સાથે લોન્ચ થવાની સંભાવના

Photo Credit: Gadget 360

ફોલ્ડેબલ iPhone પિક્સેલ ફોલ્ડ જેવું જ હશે તેવી અફવાઓ છે .

હાઇલાઇટ્સ
  • iPhone Fold માટે શરૂઆતની સપ્લાય મર્યાદિત રહેવાની સંભાવના
  • iPhone 18 મોડલનું લોન્ચિંગ 2027 ની શરૂઆત સુધી લંબાવી શકાય છે .
  • iPhone 18 Pro સિરીઝ સાથે રજૂ થઈ શકે
જાહેરાત

Apple નો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન , જેને બીજી રીતે " iPhone Fold " તરીકે ઓળખવામાં આવે છે , તેના લોન્ચ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે  . નવી મળતી માહિતી મુજબ , આ હેન્ડસેટ 2026 માં રજૂ થવાની અપેક્ષા છે , જોકે કેટલાક અહેવાલોમાં ટેક્નિકલ મુશ્કેલીઓના કારણે મોડું થવાની સંભાવના  પણ દર્શવવામાં  આવી હતી . છતાં વિશ્વસનીય સૂત્રો હવે સૂચવે છે કે કંપની તેની સમયરેખા મુજબ જ આગળ વધી રહી છે .  શરૂઆતમાં સપ્લાય મર્યાદિત રહેશે પરંતુ લોન્ચ બાદ ટૂંક સમયમાં  વેચાણ શરૂ થવાની શક્યતા છે .

માર્ક ગુરમાન એ તેના Power On ન્યૂઝલેટરમાં જણાવ્યું છે કે Apple હાલ iPhone Fold ના વિકાસમાં કોઈ મોટી તકલીફનો સામનો કરી રહી નથી .તેમના મુજબ  , કંપની સપ્ટેમ્બર 2026 ના શરૂઆતના ભાગમાં આ ડિવાઈસની જાહેરાત કરવા માટે તૈયાર છે . આ લોન્ચ સંભવિત રીતે iPhone 18 Pro અને   iPhone 18 Pro Max સાથે થશે , જયારે સામાન્ય  iPhone 18 મોડલનું લોન્ચિંગ 2027 ની શરૂઆત સુધી લંબાવી શકાય છે .

iPhone Fold માટે શરૂઆતની સપ્લાય મર્યાદિત રહેવાની સંભાવના છે , Apple હજુ  પણ તેને તેના અન્ય ફ્લેગશિપ મોડેલો જેવી જ રીતે બજારમાં લાવવાની યોજના ધરાવે છે . કંપનીનું લક્ષ્ય છે કે લોન્ચ પછી ખુબ જ ટૂંકા સમયમાં આ ડિવાઈસ વેચાણ માટે ઉપલબ્ધ બને .

આ વાતે વધારે તે સમયે જોર મુકાયો હતો જયારે Nikkei Asia એ અહેવાલ આપ્યો હતો કે Apple તેના ફોલ્ડેબલ iPhone માટે એન્જિનિયરિંગમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે . ખાસ કરીને શરૂઆતના ટેસ્ટિંગ દરમિયાન ડિઝાઈન અને ટકાઉપણા સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી . અહેવાલ મુજબ આ કારણોસર ઉત્પાદન અને લોન્ચમાં થોડો વિલંબ થઈ શકે છે .

તેમ છતાં Apple તેના સપ્લાયર્સ સાથે વાત કરીને આ મુશ્કેલીઓનું સમાધાન લાવવા માટે લાગેલું છે . હાલની રિપોર્ટ્સ સૂચવે છે કે Foxconn એ આ ફોલ્ડેબલ iPhone નું ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરી દીધું છે .

આ ફોનને ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો Apple શરૂઆતમાં આશરે 7 થી 8 મિલિયન યુનિટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે . જે તેની કુલ iPhone ઉત્પાદન  ક્ષમતાનો 10 ટકા કરતા ઓછો હિસ્સો દર્શાવે છે . આનાથી આ વાત સ્પષ્ટ થાય છે કે કંપની આ નવા ફોર્મ ફેક્ટર સાથે સાવધાનીથી બજારમાં પ્રવેશવા  માંગે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Infinix Note 60 Pro આવ્યો માર્કેટમાં : Snapdragon 7s Gen 4 , 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે
  2. નવા મોડલ પહેલા Galaxy Z Fold 7 મોંઘો થયો , અન્ય સેમસંગ ફોનમાં પણ ભાવવધારો
  3. એપલનો પહેલો ફોલ્ડેબલ iPhone 2026માં iPhone 18 પ્રો સાથે લોન્ચ થવાની સંભાવના
  4. ગુરુ અને શનિના ચંદ્રોમાં તફાવત પાછળ ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય ખુલ્લું
  5. ભાનુપ્રિયા ભુતેર હોટેલ હવે OTT પર , હોરર- કોમેડી ફિલ્મ 15 એપ્રિલે ZEE5 પર રિલીઝ થશે
  6. Instagram માં હવે કોમેન્ટ એડિટ કરવાની સુવિધા શરૂ , 15 મિનિટમાં ફેરફાર શક્ય
  7. Huawei Pura 90 Pro સિરીઝ 20 એપ્રિલે લોન્ચ થશે , નવા રંગ અને શક્તિશાળી ફીચર્સ સાથે
  8. "એવરીબડી લવ્સ સોહરાબ હાંડા " માં મર્ડર મિસ્ત્રીનો અનોખો ટ્વિસ્ટ , દરેક જણ નિર્દોષ !
  9. પ્રાચીન બ્લેક હોલના વિસ્ફોટથી મળ્યું રહસ્યમય " ભૂત કણ " , વૈજ્ઞાનિકોમાં ચકચાર
  10. તું યા મેં : મગર વચ્ચે ફસાયેલા કપલની અસ્તિત્વ માટેની રોમાંચક લડાઈ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »