Huawei Pura 90 Pro સિરીઝ 20 એપ્રિલે લોન્ચ થશે , નવા રંગ અને શક્તિશાળી ફીચર્સ સાથે

Huawei Pura 90 Pro અને Huawei Pura 90 Pro Max ની ડિઝાઈન એક સરખી છે

Huawei Pura 90 Pro સિરીઝ 20 એપ્રિલે લોન્ચ થશે , નવા રંગ અને શક્તિશાળી ફીચર્સ સાથે

Photo Credit: Huawei

Huawei Pura 90 Pro Max એ ડોન ગોલ્ડ , એમેરાલ્ડ લેક , ઓબ્સિડીયન બ્લેક , ઓરેન્જ ઓશન અને સનસેટ પર્પલ કલરમાં ઉપલબ્ધ

હાઇલાઇટ્સ
  • આ સ્માર્ટફોન 20 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે
  • આ બંને મોડેલ્સની ડિઝાઈન લગભગ સમાન
  • આ ફોન HarmonyOS 6 પર ચાલશે
જાહેરાત

Huawei આ મહિનાના અંતમાં તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ Huawei Pura 90 Pro અને Huawei Pura 90 Pro  Max ચીનમાં લોન્ચ કરવા માટે તૈયાર છે . કંપનીએ આ નવા હેન્ડસેટના ડિઝાઈન , કલર વિકલ્પો અને સ્ટોરેજ અંગેની કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી દીધી છે , જેના કારણે ટેક વર્લ્ડમાં   ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . આ સ્માર્ટફોન 20 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે અને ચાર આકર્ષક કલરમાં ઉપલબ્ધ થશે.  નોંધ કરવા જેવી વાત એ છે કે , પહેલાની Huawei Pura 80 સિરીઝ જૂન 2025 માં રજૂ કરવામાં આવી હતી .

લોન્ચ તારીખ અને ઉપલબ્ધતા 
કંપનીએ Pura 90 Pro અને Pura 90 Pro  Max  માટે પ્રી ઓર્ડર શરૂ કરી દીધા છે . આ સ્માર્ટફોન 20 એપ્રિલે ચીનમાં લોન્ચ થશે . લોન્ચ ઈવેન્ટ ત્યાંના સમય મુજબ બપોરે  2:30 વાગ્યે શરૂ થશે , જે ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે છે .

કલર અને સ્ટોરેજ વિકલ્પો 
 Huawei Pura 90 Pro  ચાર આકર્ષક કલરમાં ઉપલબ્ધ થશે . જેમાં નાળિયેર સફેદ , મલબરી બ્લેક , નારંગી સોડા અને ગુલાબી જામફળનો સમાવેશ થાય છે . સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં 12GB + 256GB ,12GB + 512GB , 16GB + 512GB અને 16GB + 1TB જેવા વિકલ્પો ઉપલબ્ધ રહેશે .

બીજી તરફ  Huawei Pura 90 Pro Max એ ડોન ગોલ્ડ , એમેરાલ્ડ લેક , ઓબ્સિડીયન બ્લેક , ઓરેન્જ ઓશન અને સનસેટ પર્પલ જેવા પ્રીમિયમ કલર ઓપ્શન્સમાં આવશે . આ મોડેલમાં પણ Pro  જેવી જ RAM અને સ્ટોરેજ આપવામાં આવશે .

huawei pura 90 pro huawei inline Huawei Pura 90 Pro

Huawei Pura 90 Pro સફેદ ,  બ્લેક , નારંગી  અને ગુલાબી કલરમાં ઉપલબ્ધ થશે
Photo Credit: Huawei

ડિઝાઈન અને કેમેરા સેટઅપ 
 આ બંને મોડેલ્સની ડિઝાઈન લગભગ સમાન છે . તેમાં ત્રિકોણાકાર કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે . જેમાં ત્રણ ગોળાકાર લેન્સ ઊભી લાઈનમાં છે , જયારે  ત્રીજો મોટો લેન્સ તેમની બાજુમાં મધ્યમાં મુકાયેલો છે . ઉપરની બાજુએ એક નાનું ફ્લેશ યુનિટ પણ આપવામાં આવ્યું છે , જે ડિઝાઈનને વધુ પ્રીમિયમ બનાવે છે .

પ્રોસેસર અને સોફ્ટવેર 
આ નવી સિરીઝમાં kirin 9030 Pro ચિપસેટ આપવામાં આવવાની અપેક્ષા છે , જેમાં 9 કોર સેટઅપ હશે  અને હાઈ પરફોર્મન્સ , મિડ રેન્જ સાથે પાવર એફિશિયન્ટ  કોરનો પણ સમાવેશ હશે . સોફ્ટવેરની વાત કરીએ તો , આ ફોન HarmonyOS 6 પર ચાલશે , જેમાં નવા UI એલિમેન્ટ્સ અને સુધારેલી યુઝર એક્સપિરિયન્સ  મળશે . સાથે જ તેમાં હાઇપરસ્પેસ મેમરી ટેક્નોલીજી પણ હશે , જે મલ્ટીટાસ્કિંગ અને બેકગ્રાઉન્ડ એપ મેનેજમેન્ટને વધુ સ્મૂથ બનાવશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Instagram માં હવે કોમેન્ટ એડિટ કરવાની સુવિધા શરૂ , 15 મિનિટમાં ફેરફાર શક્ય
  2. Huawei Pura 90 Pro સિરીઝ 20 એપ્રિલે લોન્ચ થશે , નવા રંગ અને શક્તિશાળી ફીચર્સ સાથે
  3. "એવરીબડી લવ્સ સોહરાબ હાંડા " માં મર્ડર મિસ્ત્રીનો અનોખો ટ્વિસ્ટ , દરેક જણ નિર્દોષ !
  4. પ્રાચીન બ્લેક હોલના વિસ્ફોટથી મળ્યું રહસ્યમય " ભૂત કણ " , વૈજ્ઞાનિકોમાં ચકચાર
  5. તું યા મેં : મગર વચ્ચે ફસાયેલા કપલની અસ્તિત્વ માટેની રોમાંચક લડાઈ
  6. કધલ રીસેટ રિપીટ : યાદશક્તિ ગુમાવેલી ગાયિકાની અનોખી પ્રેમકથા
  7. નીલાવે ફિલ્મ હવે ETV પર , પ્રેમ અને સ્વ શોધની અનોખી કહાની
  8. Apple iPhone 18 Pro માટે બે ડિસ્પ્લે વિકલ્પ અજમાવે છે , કેમેરા ડિઝાઈન લગભગ યથાવત
  9. લંડનમાં યોજાઈ શકે Samsung ઇવેન્ટ , Galaxy Z Fold 8 Wide સાથે S Pen સપોર્ટની ચર્ચા
  10. Motorola નું ટેબ્લેટ Moto Pad (2026) આવ્યું , Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »