Motorola નું ટેબ્લેટ Moto Pad (2026) આવ્યું , Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન

Moto Pad (2026) એ ગયા વર્ષના Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન હોવાનું માનવામાં આવે છે

Motorola નું ટેબ્લેટ Moto Pad (2026) આવ્યું , Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન

Photo Credit: Motorola

Moto Pad (2026) માં સિંગલ રિયર કેમેરા યુનિટ છે .

હાઇલાઇટ્સ
  • Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન હોવાનું માનવામાં આવે
  • Moto Pad (2026)માં 11 ઈંચનું 2.5K રિઝોલ્યુશન
  • ટેબ્લેટ 30 એપ્રિલથી યુએસમાં
જાહેરાત

મંગળવારે Motorola  એ યુએસ માર્કેટમાં પોતાનું નવું ટેબ્લેટ Moto Pad (2026) લોન્ચ કર્યું છે . કંપનીએ આ ડિવાઇસને નવા Moto G Stylus  હેન્ડસેટ સાથે રજૂ કર્યો છે . જોકે કંપની તરફથી કોઈ પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી , પરંતુ આ ટેબ્લેટ ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયેલા Moto Pad 60 Neo રિબ્રાન્ડેડ વર્ઝન હોવાનું માનવામાં આવે છે , કારણ કે બંનેમાં ડિઝાઈન અને સ્પેસિફિકેશન્સ લગભગ સમાન છે . આ ડિવાઈસ પેન્ટોન - ક્યુરેટેડ બ્રોન્ઝ ગ્રીન કલરમાં આવે છે . 7,040mAh ક્ષમતાવાળી બેટરી છે , જે એક જ ચાર્જ પર લગભગ 12 કલાક સુધી વિડીયો પ્લેબેક આપી શકે.

કિંમત અને ઉપલબ્ધતા  :
વાત કરીએ કિંમતની તો ,  Moto Pad (2026) નો એકમાત્ર 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ $249.99 (લગભગ રૂપિયા 23,000) માં ઉપલબ્ધ છે . આ ટેબ્લેટ 30 એપ્રિલથી યુએસમાં T-Mobile અને Metro by T- Mobile સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે . ઉપરાંત T- Mobile યુઝર્સ તેને Motorola ના ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકે છે . આ ડિવાઈસ પેન્ટોન - ક્યુરેટેડ બ્રોન્ઝ ગ્રીન કલરમાં આવે છે .

સ્પેસિફિકેશન્સ :
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Moto Pad (2026)માં 11 ઈંચનું 2.5K રિઝોલ્યુશન (2560 x 1600 પિક્સેલ્સ )ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 90Hz રિફ્રેશ રેટ અને 500 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે . આ ડિસ્પ્લે TUV Rheinland લો બ્લુ લાઈટ અને ફ્લિકર ફ્રી સર્ટિફિકેશન સાથે વધુ આરામદાયક વિઝ્યુઅલ  અનુભવ આપે છે . સાથે જ તેમાં Dolby Atmos સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર સેટઅપ પણ આપવામાં આવે છે .

પરફોર્મન્સ માટે આ ટેબ્લેટમાં Media Tek Dimensity 6300 ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે . બેટરીની વાત કરીએ તો તેમાં 7,040mAh ક્ષમતાવાળી બેટરી છે , જે એક જ ચાર્જ પર લગભગ 12 કલાક સુધી વિડીયો પ્લેબેક આપી શકે છે . સાથે જ 20W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યો છે .

કેમેરા :
આ ટેબ્લેટમાં 8MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે , જે વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે ઉપયોગી છે . કનેક્ટિવિટી માટે આ ટેબ્લેટમાં  5G, Wi-Fi 5, Bluetooth 5.2, GPS, GLONASS અને Galileo જેવા વિકલ્પો ઉપલબ્ધ છે . આ ટેબ્લેટનું વજન આશરે 480 ગ્રામ અને તેની જાડાઈ 6.99mm છે  , જે તેને સ્લિમ અને પોર્ટેબલ બનાવે છે .

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન
  2. Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા
  3. ડૉ . વિદુષીની નવી સફર શરૂ , " હૂ ઈઝ યોર ગાયનેક ? " સીઝન 2 ને મળ્યો સારો અભિપ્રાય
  4. Xiaomi 17T અને 17T Pro ના ભાવ સામે આવ્યા , ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ શક્ય
  5. પોસ્ટપેઈડ યુઝર્સ માટેની Airtel નેટવર્ક સ્લાઇસિંગ સર્વિસ પર સરકારની નજર
  6. Snapdragon 8 Elite Gen 6 Pro+ ચિપ સાથે iQOO 16 ટૂંક સમયમાં એન્ટ્રી લઈ શકે છે
  7. Xiaomi 17T ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ
  8. Oppo Find X9 Ultra માં 7050mAh બેટરી , Hasselblad કેમેરા અને 100W ફાસ્ટ ચાર્જિંગ
  9. Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ
  10. Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »