તું યા મેં : મગર વચ્ચે ફસાયેલા કપલની અસ્તિત્વ માટેની રોમાંચક લડાઈ

તું યા મેં એક સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે જે એક કપલને મગર સાથે સ્વિમિંગ પુલમાં ફસાયેલા બતાવે છે

તું યા મેં : મગર વચ્ચે ફસાયેલા કપલની અસ્તિત્વ માટેની રોમાંચક લડાઈ

Photo Credit: Netflix

આ ફિલ્મનું Netflix પર 10 એપ્રિલે સ્ટ્રીમિંગ થશે

હાઇલાઇટ્સ
  • તું યા મેં એક સર્વાઈવલ થ્રિલર ફિલ્મ
  • 10 એપ્રિલ , 2026 ના રોજ ડિજિટલ ડેબ્યુ
  • Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
જાહેરાત

તું  યા મેં એક સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે , જે પોતાના થિયેટર રન બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા તૈયાર છે . ફિલ્મ એક અનોખી અને તણાવભરી  કહાની  રજૂ કરે છે , જેમાં એક કન્ટેન્ટ ક્રિએટર યુવતી અને એક સંઘર્ષશીલ રેપર વચ્ચેનો સંબંધ કેન્દ્રમાં છે . બંને વચ્ચે પ્રેમ પેદા થાય છે , પરંતુ પરિસ્થિતિઓ તેમને  એક એવી સ્થિતિમાં ધકેલી દે છે જ્યાં તેમને અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે . ફિલ્મમાં સંબંધોનું તણાવ , જીવન માટેની લડાઈ અને પ્રતિકાર જેવા વિષયો  અસરકારક રીતે દર્શાવવામાં આવ્યા છે . 10 એપ્રિલ , 2026 ના રોજ Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે .

ક્યારે અને ક્યાં જોવું 
આ ફિલ્મ 10 એપ્રિલ , 2026 ના રોજ ડિજિટલ ડેબ્યુ કરશે અને ફક્ત Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે . દર્શકોને આ ફિલ્મ જોવા માટે સક્રિય  સબ્સ્ક્રિપ્શન  હોવું જરૂરી છે .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મ નાલાસોપારાના એક સંઘર્ષશીલ રેપર મારુતિ કદમ અને એક અમીર ઈનફ્લુએન્સર અવની શાહ વચ્ચેની પ્રેમકથાને અનુસરે છે . તેમની જિંદગીમાં મોટો વળાંક ત્યારે આવે છે જયારે  અવની અણધારી ગર્ભાવસ્થાનો સામનો કરે છે જે બંને વચ્ચેના સંબંધમાં તણાવ ઊભો કરે છે . આ પરિસ્થિતિઓથી દૂર જવા  માટે તેઓ ગોવા જવાની યોજના બનાવે છે , પરંતુ આ સફર તેમના માટે ભયાનક સ્વપ્ન સાબિત થાય છે . ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે તેઓ 20 ફૂટ ઊંડા સ્વિમિંગ પુલમાં ફસાઈ જાય છે . પરિસ્થિતિ વધુ ખરાબ ત્યારે બને છે જયારે તેમને ખબર પડે છે કે ત્યાં એક મગર પણ છે , જે તેમની જિંદગીને જોખમમાં મૂકે છે  . ત્યારબાદ ફિલ્મમાં અસ્તિત્વ માટેની જંગ , ભય અને માનસિક દબાણને તીવ્ર રીતે રજૂ કરે છે .

કલાકારો અને ક્રૂ
આ ફિલ્મનું દિગ્દર્શન બેજોય નામ્બિયાર દ્રારા કરવામાં આવ્યું છે . આમાં મુખ્ય ભૂમિકામાં શનાયા કપૂર અને આદર્શ ગૌરવ છે . સાથે જ સંજય અપ્પન , અમૃતા  ખાનવિલકર , અશોક કાંગુડે અને અન્ય કલાકારો સહાયક ભૂમિકામાં જોવા મળે છે .

અભિપ્રાય :
13 ફ્રેબ્રુઆરી , 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે . હાલમાં તેને IMDb પર 8.4/10નું રેટિંગ મળ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »