કધલ રીસેટ રિપીટ : યાદશક્તિ ગુમાવેલી ગાયિકાની અનોખી પ્રેમકથા

કધલ રીસેટ રિપીટ એક તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે હવે ફક્ત પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે

કધલ રીસેટ રિપીટ : યાદશક્તિ ગુમાવેલી ગાયિકાની અનોખી પ્રેમકથા

Photo Credit: Prime Video

દર્શકો આ ફિલ્મને Amazon Prime Video પર સ્ટ્રીમ કરી શકશે .

હાઇલાઇટ્સ
  • કધલ રીસેટ રિપીટ એક તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ
  • ફિલ્મને ફક્ત Amazon Prime Video પર તમિલ ભાષામાં સ્ટ્રીમ કરી શકે
  • IMDb પર 7.5/10નું રેટિંગ મળ્યું
જાહેરાત

એ . એલ . વિજય દ્રારા લખાયેલ અને દિગ્દર્શિત કધલ રીસેટ રિપીટ એક તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે , જેમાં જિયા શંકર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે , જેમાં જિયા શંકર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે . ફિલ્મની કહાની એક ગાયિકાની આસપાસ ફરે છે , જે એક દુઃખદ અકસ્માત પછી પોતાની યાદશક્તિ ગુમાવે  છે . તેની સ્થિતિ વધુ જટિલ ત્યારે બને છે જયારે તે દરરોજ નવી રીતે જાગે છે અને ભૂતકાળની કોઈ યાદ તેને રહેતી નથી . આ પરિસ્થિતિમાં તે પોતાની ઓળખ અને સાચા સંબંધોને શોધવા માટે  સંઘર્ષ કરતી જોવા મળે છે .

ક્યારે અને ક્યાં જોવું 
દર્શકો આ ફિલ્મને ફક્ત Amazon Prime Video  પર તમિલ ભાષામાં સ્ટ્રીમ કરી શકે છે , જે લોકો પાસે સબ્સ્ક્રિપ્શન છે તેઓ આ ફિલ્મને ઓનલાઇન સરળતાથી  જોઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મ અદિતિની કહાની રજૂ કરે છે , જે એક ખુબ જ પ્રતિભાશાળી ગાયિકા છે . સ્કોટલેન્ડમાં થયેલા અકસ્માત પછી તે છેલ્લા બે વર્ષની યાદશક્તિ ગુમાવે  છે  . તેની જિંદગીમાં એક મોટો વળાંક ત્યારે આવે છે જયારે તે બે પુરુષોને મળે છે . એક પોતાને તેનો બોયફ્રેન્ડ કહે છે અને તેમની રોમેન્ટિક ભૂતકાળની વાત કરે છે , જયારે બીજો પણ તેની સાથે ખાસ જોડાણ હોવાનો દાવો કરે છે . આ બંને અલગ અલગ કહાનીઓ વચ્ચે અદિતિ ગૂંચવાઈ જાય છે અને સત્ય શોધવા માટે પ્રયત્ન  કરે છે . ફિલ્મમાં અકસ્માત પછીની માનસિક સ્થિતિ , ઓળખનો સંઘર્ષ અને લાગણીઓની રજુઆત કરવામાં આવી છે . સાથે જ ફિલ્મ હળવા હાસ્ય અને ભાવનાત્મક દ્રશ્યોનું સુંદર મિશ્રણ જોવા મળે છે  .

કલાકારો અને ક્રૂ 
આ ફિલ્મ એ . એલ .વિજય અને એ . મહાદેવ દ્રારા લખાઈ છે . તેમાં જિયા શંકર મુખ્ય ભૂમિકામાં છે , જયારે અર્જુન અશોકન , એમ .એસ ભાસ્કર , મદુમકેશ  અને અન્ય કલાકારો  મહત્વની ભૂમિકાઓ ભજવે છે .

અભિપ્રાય
6 માર્ચ , 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું . હાલમાં તેને IMDb પર 7.5/10નું રેટિંગ મળ્યું છે . આ ફિલ્મને દર્શકો  તરફથી સારો અભિપ્રાય મળ્યો છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »