ગુરુ અને શનિના ચંદ્રોમાં તફાવત પાછળ ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય ખુલ્લું

નવા અભ્યાસ મુજબ , ગુરુના મજબૂત ચુંબકીય ક્ષેત્રે મોટા ચંદ્રો બનાવ્યા જયારે શનિના નબળા ક્ષેત્રે એવું શક્ય બન્યું નહીં

ગુરુ અને શનિના ચંદ્રોમાં તફાવત પાછળ ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય ખુલ્લું

Photo Credit: NASA

આ સંશોધનમાં કરાયેલા સિમ્યુલેશનનું દ્રશ્ય

હાઇલાઇટ્સ
  • ગુરુનું મજબૂત ચુંબકીય ક્ષેત્ર ચંદ્રોની રચના માટે અનુકૂળ વિસ્તાર બનાવે
  • અન્ય તારામંડળોમાં આવેલા ગ્રહોની આસપાસના ચંદ્રોને સમજવા માટે આ મોડલ માર્ગદ
  • એક અભ્યાસમાં આ રહસ્યનું સ્પષ્ટીકરણ
જાહેરાત

સૌરમંડળના બે સૌથી વિશાળ ગ્રહો ગુરુ અને શનિ , બંને પોતાના ચંદ્રોના સમૃદ્ધ પરિવાર માટે જાણીતા છે , પરંતુ તેમના વચ્ચે એક રસપ્રદ તફાવત જોવા મળે  છે . ગુરુ પાસે આયો , યુરોપા , ગેનીમીડ અને કેલિસ્ટો જેવા ચાર મોટા ચંદ્રો છે જયારે શનિ પાસે કુલ 280 થી વધુ ચંદ્રો હોવા છતાં તેમાં માત્ર એક જ વિશાળ ચંદ્ર , ટાઈટન છે . આ તફાવત શા માટે છે તે પ્રશ્ન લાંબા સમયથી વૈજ્ઞાનિકોને ચિંતિત કરતો રહ્યો હતો .એપ્રિલ 2026 માં ક્યોટો યુનિવર્સીટીના સંશોધકોએ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરેલા એક અભ્યાસમાં આ રહસ્યનું સ્પષ્ટીકરણ આપ્યું છે .

સંશોધન મુજબ , આ તફાવતનું મુખ્ય કારણ બંને ગ્રહોના ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે , જયારે ગુરુ અને શનિની રચના થઈ રહી હતી , ત્યારે તેમની આસપાસ ગેસ અને ધૂળની એક  પરિભ્રમણ ડિસ્ક હતી , જેમાંથી ચંદ્રો બનતા હતા .

ચુંબકીય ક્ષેત્ર

ગુરુનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ મજબૂત હોવાથી તેણે આ ડિસ્કને એક ચોક્કસ વિસ્તારમાં વિભાજિત કરી દીધું . આ પ્રક્રિયાએ એક સ્થિર અને અનુકૂળ વિસ્તાર બનાવ્યો  , જ્યાં મોટા અને ગોઠવાયેલા ચંદ્રો વિકસિત થઈ શક્યા . પરિણામે ગુરુ પાસે ચાર મોટા અને નિયમિત ચંદ્રોનું તંત્ર વિકસ્યું .

બીજી તરફ , શનિનું ચુંબકીય ક્ષેત્ર તુલનાત્મક રીતે નબળું હોવાથી તે આવું વિભાજન સર્જી શક્યું નહીં . તેથી તેની આસપાસ ચંદ્રોની રચના વધુ અનિયમિત રીતે  થઈ , જેમાં નાના અને અસંગઠિત ચંદ્રોની સંખ્યા વધી , પરંતુ મોટા ચંદ્રોની સંખ્યા મર્યાદિત રહી . આથી શનિ પાસે ટાઈટન સિવાય મોટો ચંદ્ર જોવા મળતો  નથી .

આપણા સૌરમંડળની બહાર 
આ અભ્યાસના તારણો ફક્ત ગુરુ અને શનિ પૂરતા મર્યાદિત નથી . સંશોધકોએ રજૂ કરેલા મોડલ અનુસાર , ગુરુ જેટલા મોટા કે તેનાથી મોટા ગેસ જાયન્ટ ગ્રહો  આસપાસ સમાન પ્રકારના ગોઠવાયેલા અને  બહુ ચંદ્ર પ્રણાલી બનાવે તેવી શક્યતા છે . જયારે શનિ જેવા નાના ગેસ જાયન્ટ્સ પાસે એક અથવા બે મુખ્ય ચંદ્રો જ જોવા મળે  .

આ શોધ એક્ઝોમૂન્સના અભ્યાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે . અન્ય તારામંડળોમાં આવેલા ગ્રહોની આસપાસના ચંદ્રોને સમજવા માટે આ મોડલ માર્ગદર્શક  સાબિત થઈ શકે છે . સંશોધક યુરી ફુજીના જણાવ્યા મુજબ આપણા સૌરમંડળના ચંદ્ર તંત્રો ગ્રહોની રચનાના સિદ્ધાંતોને સમજવા માટે અનોખી પ્રયોગશાળા  સમાન છે , જે બ્રહ્માંડના અન્ય ભાગોમાં સીધી રીતે અભ્યાસ કરવી મુશ્કેલ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »