iQOO Neo 10ની કિંમત 31999 રુપિયાથી થશે શરુ

7000mmના કૂલિંગ ચેમ્બર સાથે બજારમાં આવ્યો iQOO Neo 10 ડીવાઈસ

iQOO Neo 10ની કિંમત 31999 રુપિયાથી થશે શરુ

Photo Credit: iQOO

હાઇલાઇટ્સ
  • 50MPના Sonyના કેમેરા સાથે તમને જોવા મળશે ડીવાઈસ
  • 7000mAhની લોંગ લાઈફ બેટરી સાથે 120Wનો ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ જોવા મળશે
  • ગેમિંગ યુઝર્સને ધ્યાનમાં રાખી તેમાં 7000mm નું કૂલિંગ ચેમ્બર આપવામાં આવ્ય
જાહેરાત

ભારતમાં iQOO દ્વારા Neo 10 ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેનું પ્રિ બુકિંગ પણ થોડા સમય પહેલા શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેનું વેચાણ આજથી સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ડીવાઈસમાં આપને 7000mAhની બેટરી આપવામાં આવી છે જેને 120Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન Android 15 par આધારિત FuntouchOS 15 પર કાર્યરત રહેશે. આ સિવાય તેમાં 4nm ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોનમાં આપને 16GB સુધીની LPDDR5X અલ્ટ્રા રેમ આપવામાં આવી છે. વધુમાં તેમાં 7,000mm સ્ક્વેર વેપર કૂલિંગ ચેમ્બર આપવામાં આવ્યું છે.iQOO Neo 10ની ભારતમાં કિંમત,ડીવાઈસની ભારતમાં કિંમત 31, 999થી શરૂ થશે જે બેઝ વેરીયન્ટ 8GB RAM અને 128GB સ્ટોરેજ છે માટેની છે. સાથે 8GB + 256GB, 12GB + 256GB, અને 16GB + 512GB વેરિઅન્ટની અનુક્રમે કિંમત 33,999, 35,999 અને 40,999 રુપિયા છે. ડીવાઈસ ઇન્ફર્નો રેડ અને ટાઈટેનિયમ ક્રોમ કલર્સમાં આવશે.

ફોન આપને એમેઝોન અને iQOO ઇન્ડિયાના I stor દ્વારા 2 જૂનથી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ડીવાઈસના પ્રિ ઓર્ડર કરનારા ગ્રાહકોને iQOO TWS 1e ઇયારફોનની પેર સાથે ફ્રી મળશે. જેનું લોન્ચિંગ ગયાં વર્ષે 1899 રુપિયાની કિંમત સાથે થયું હતું.

ઓપ્શનલ બેંક કાર્ડનો ઊપયોગ કરનાર ગ્રાહકો માટે IQOO Neo 10 ખરીદીના સમયે 2000 રુપિયાના ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. આ સાથે જ એક્સચેન્જ ઓફરમા 4000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. આ સાથે જ 6 મહિના સુધી નો-કોસ્ટ EMIનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

iQOO Neo 10ના ફીચર્સ

IQOO Neo 10 ડીવાઈસમાં આપને 6.78 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 144Hz સુધીનો રીફ્રેશ રેટ અને 360Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ જોવા મળશે. ડીવાઈસની ડિસ્પ્લે 5500 nits સુધીની પીક બ્રાઇટનેસ લેવલ અને 4320Hz PWM ડિમિંગ રેટ આપવામાં આવી છે. તે સ્નેપડ્રેગન 8s Gen 4 SoC દ્વારા કાર્યરત રહેશે જેની સાથે Q1 ગેમિંગ ચિપસેટ આપવામાં આવી છે. ડીવાઈસમાં 16GB સુધીની RAM Ane 512GB સુધીનું UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો ડીવાઈસમાં 50MPનો Sony IMX882નો પ્રાઇમરી રિયર સંસારનો કેમેરો આપવામાં આવ્યો છે. જે OIS સપોર્ટ સાથે આવશે. આ સિવાય તેની સાથો સાથ 8MPનો અલ્ટ્રાવાઈડ શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો 32MPનો સેલ્ફી શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. બંને કેમેરામાં 60fps પર 4K વીડિયો રેકોર્ડિંગનો સપોર્ટ મળશે.

ગેમિંગ યુઝર્સને ધ્યાનમાં રાખીને ડીવાઈસમાં 7000mmનું ચોરસ વેપર કૂલિંગ ચેમ્બર આપવામાં આવ્યું છે જે ગરમીમાં કૂલિંગ, નાઈટ વિઝન મોડ અને બાયપાસ ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. ડીવાઈસ 144fps ગેમિંગને સપોર્ટ કરે છે જેમાં 3000Hzનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. ડીવાઈસમાં 7000mAhની લોંગ લાઇફ બેટરી આપવામાં આવી છે જે 120Wના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડીવાઈસમાં 5G, 4G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4થી લઈને USB ટાઈપ Cની કનેક્ટિવિટી આપવામાં આવી છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  2. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  3. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  4. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  5. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  6. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  7. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  8. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
  9. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  10. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »