iQOO Z11 Lite પર મળશે ભારે ડિસ્કાઉન્ટ : Amazon Great Freedom Sale

આજે Amazon Great Freedom Saleનો છેલ્લો દિવસ છે

iQOO Z11 Lite પર મળશે ભારે ડિસ્કાઉન્ટ : Amazon Great  Freedom Sale

Photo Credit: iQOO

iQOO Z11 Liteમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે

હાઇલાઇટ્સ
  • 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 19,499માં લિસ્ટ
  • 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે
  • HDFC બેંક કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
જાહેરાત

આજે Amazon Great Freedom Saleનો છેલ્લો દિવસ છે . જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો ફક્ત આજ રાત પૂરતો જ ટાઈમ છે ખરીદી કરવા માટે .  iQOO Z11 Lite સ્માર્ટફોન ગયા મહિને જ લોન્ચ કરવામાં આવ્યો છે જે સેલ દરમિયાન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે અને આમાં કુપન ઓફર અને બેંક ઓફર પણ સામેલ છે . iQOO Z11 Liteમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર સાથે આવે છે . અહીં તમને  iQOO Z11 Lite પર મળતા બધા જ ડિસ્કાઉન્ટથી લઈને તેની અસરકારક કિંમત વિશે જાણવા મળશે .

 iQOO Z11 Lite કિંમત અને ઓફર :

Amazonની સેલમાં  iQOO Z11 Liteનું 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટને રૂપિયા 19,499માં લિસ્ટ કરવામાં આવ્યો છે . જોકે સેલ દરમિયાનના કુપન ઓફરથી 500 રૂપિયાની બચત પણ થઈ શકે છે . બેંક ઓફરની વાત કરીએ તો HDFC બેંક કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે , જેના પછી આ ફોનની અસરકારક કિંમત  રૂપિયા 17,749 સુધી થઈ જશે .

 iQOO Z11 Lite ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

 iQOO Z11 Liteમાં 6.74 ઇંચની HD+ LCD ડિસ્પ્લે મળે છે , જેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ , 120Hz રિફ્રેશ રેટ , 1200 nits સુધીની બ્રાઇટનેસ અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે . સુરક્ષા માટે ફોનમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . આ ફોનમાં ઓક્ટા- કોર MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન Android 16 પર આધારિત Origin OS 6 સાથે આવે  છે . આ ફોનમાં ચાર્જિંગ માટે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 6500mAhની બેટરી આપવામાં આવી છે .

હવે વાત કરીએ કેમેરાની તો આ  iQOO Z11 Liteના રિયરમાં  f /1.8 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f/3.0 અપર્ચર સાથે 0.08 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા મળે છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f / 2.2 અપર્ચર સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે . આ ફોનના સાઈઝની વાત કરીએ તો ફોનની લંબાઈ 167.4mm , પહોળાઈ 77.1mm  અને વજન 209 ગ્રામ છે . ધૂળ અને પાણીથી બચાવ માટે આ ફોનને IP65 રેટિંગ પણ આપવામાં આવ્યો છે . કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , ડયુઅલ 4G VoLTE , 3.5mm ઓડિયો જેક , Wi-Fi , Bluetooth 5.4 , GPS અને USB Type - C પોર્ટ 2.0 મળે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો Realme 16T 5G સેલમાં થયો સસ્તો
  2. iQOO Z11 Lite પર મળશે ભારે ડિસ્કાઉન્ટ : Amazon Great Freedom Sale
  3. સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ
  4. ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ
  5. Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ
  6. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  7. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  8. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  9. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  10. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »