Lava Yuva Star 3 ગુરુવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. Lava Yuva સિરીઝનો આ નવો હેન્ડસેટ Unisoc SC9863A ચિપસેટ સાથે આવે છે.
Photo Credit: Lava
લાવા યુવા સ્ટાર 3 બે રંગ વિકલ્પોમાં લોન્ચ થયો
Lava Yuva Star 3 ગુરુવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. Lava Yuva સિરીઝનો આ નવો હેન્ડસેટ Unisoc SC9863A ચિપસેટ સાથેઆવે છે, તેમાં બે અલગ અલગ કલર ઉપ્લબ્ધ છે. Lava Yuva Star 3 એક બજેટ સ્માર્ટફોન છે, અને તેમાં 6.75-ઇંચ ડિસ્પ્લે અને 5,000mAh બેટરી છે. તેમાં 13-મેગાપિક્સલનો રીઅર કેમેરા યુનિટ અને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP64 રેટિંગ છે. Lava Yuva Star 3 ગયા વર્ષે મે મહિનામાં ભારતમાં લોન્ચ થયેલા Lava Yuva Star 2 ના અનુગામી તરીકે રજૂ કરાયો છે.
Lava Yuva Star 3 ની કિંમત 4GB રેમ અને 64GB સ્ટોરેજ મોડેલ માટે રૂ. 7,499 રાખવામાં આવી છે. તે ઇન્ડસ બ્લેક અને સિયાચીન વ્હાઇટ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. મળતી માહિતી પ્રમાણે આ હેન્ડસેટ માર્ચથી દેશમાં ઓફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે.
કંપની અનુસાર તેઓ Lava Yuva Star 3 માટે એક વર્ષની વોરંટી આપે છે તેમજ તમારા ઘરે આફ્ટર સેલ્સ સર્વિસ પૂરી પાડે છે.
Lava Yuva Star 3 ડ્યુઅલ સીમ હેન્ડસેટ છે. તે એન્ડ્રોઇડ 15 ગો એડિશન પર ચાલે છે અને તેમાં 90Hz રિફ્રેશ રેટ અને 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે 6.75-ઇંચ HD+ (720X1,600 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે. તેમાં ઓક્ટા-કોર યુનિસોક SC9863A પ્રોસેસર છે, જે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ન વપરાયેલ સ્ટોરેજનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ RAM સુવિધા દ્વારા RAM ને 8GB સુધી વધારી શકાય છે.
ઓપ્ટિક્સ માટે, Lava Yuva Star 3 માં 13-મેગાપિક્સલ પ્રાથમિક સેન્સર દ્વારા AI-બેક્ડ રીઅર કેમેરા યુનિટ છે. સેલ્ફી અને વિડિઓ કોલ્સ માટે, તેમાં 5-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે. ફોનમાં ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP64 રેટિંગ છે.
કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ 4.2, Wi-Fi, 3.5mm ઓડિયો જેક અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. તેમાં ઓથેન્ટિફિકેશન્સ માટે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
લાવા યુવા સ્ટાર્ટ 3 માં 5,000mAh બેટરી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. એક જ ચાર્જ પર બેટરી 30 કલાક સુધીનો ટોકટાઈમ અને 340 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. તેનું માપ 164.9x76.1x8.5mm છે અને તેનું વજન 193.7 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
NASA's Hubble Images Show Binary Stars Can Shape the Evolution of Star Clusters
Scientists Say the Milky Way Might Sit Inside a Massive Dark Matter Sheet
Daredevil: Born Again Season 2 OTT Release: When, Where to Watch Marvel's Superhero Series
Sankalp OTT Release: When, Where to Watch Prakash Jha's Political Thriller Online