15 હજારની રેન્જમાં Moto , Oppo અને Samsung વચ્ચે જોરદાર ટક્કર

Oppo K14x 5G Media Tek Dimensity 6300 ચિપસેટ પર ચાલે છે , જયારે Moto G37 Power માં Media Tek Dimensity 6400 ચિપસેટ છે .

15 હજારની રેન્જમાં Moto , Oppo અને Samsung વચ્ચે જોરદાર ટક્કર

Moto G37 Power માં ડયુઅલ કેમેરા યુનિટ છે . જેમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા આપેલ છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં Motorola એ Moto G37 Power લોન્ચ કર્યો
  • Samsung Galaxy M17 5Gમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ મુખ્ય કેમેરા
  • Oppo K14x 5G Media Tek Dimensity 6300 ચિપસેટ પર ચાલે છે
જાહેરાત

આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતમાં Motorola એ Moto G37 Power લોન્ચ કર્યો હતો , જેમાં 7,000mAh બેટરી અને Media Tek Dimensity 6400 ચિપસેટ આપવામાં આવ્યો છે . G - સિરીઝનો આ નવો સ્માર્ટફોન ભારતીય બજારમાં સમાન કિંમત સિરીઝમાં ઉપલબ્ધ Oppo ના Oppo K14x 5G અને Samsung ના   Samsung Galaxy M17 5G  સાથે સ્પર્ધા કરે છે . ત્રણેય સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી , 50 - મેગાપિક્સલ મુખ્ય કેમેરા અને હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે આવે છે , પરંતુ બેટરી , પ્રોસેસર અને સોફ્ટવેર અપડેટ પોલિસીમાં એકબીજાથી અલગ પડે છે .

Moto G37 Power vs Oppo K14x 5G vs Samsung Galaxy M17 5G: ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા 

Moto G37 Power :
Moto G37 Power ની કિંમત 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 15,999 રાખવામાં આવી છે , જયારે 8GB RAM મોડેલ રૂપિયા 18,999 માં આવે છે  . ફોન  Pantone Capri, Pantone Impenetrable અને Pantone Nautical Blue કલરમાં ઉપલબ્ધ છે .

Oppo K14x 5G :
Oppo K14x 5G નો  4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 14,999 થી શરૂ થાય છે , 6GB RAM વેરિઅન્ટની કિંમત રૂપિયા 16,999 છે આ સ્માર્ટફોન  Icy Blue અને Prism Violet કલરમાં ઉપલબ્ધ છે .

Samsung Galaxy M17 5G :
Samsung Galaxy M17 5G ની શરૂઆતની કિંમત  4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂપિયા 12,499 હતી , પરંતુ હાલમાં તેની કિંમત વધીને  રૂપિયા 14,499 થઈ ગઈ છે . આ ફોન Moonlight Silver અને Sapphire Black કલરમાં આવે છે .


Moto G37 Power vs Oppo K14x 5G vs Samsung Galaxy M17 5G: ડિસ્પ્લે અને OS 

Moto G37 Power :
Moto G37 Power માં 6.6 ઇંચ HD + LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Corning Gorilla Glass 7i પ્રોટેક્શન સાથે આવે છે . આ ફોન Android 16 પર ચાલે છે અને Android 17 અપડેટ મેળવશે . આ ફોનને IP64 રેટિંગ પણ આપવામાં આવ્યું છે .

 Oppo K14x 5G :
 Oppo K14x 5G માં 6.75 ઇંચ HD + LCD સ્ક્રીન છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1,125 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ ફોન Android 15 આધારિત ColorOS  15.0 પર ચાલે છે અને આ ફોનને IP64 રેટિંગ સાથે આવે છે .

Samsung Galaxy M17 5G :
Samsung Galaxy M17 5G માં 6.7 ઇંચ Full - HD + Super AMOLED ડિસ્પ્લે છે જે 1,100nits HBM બ્રાઇટનેસ અને Gorilla Glass Victus પ્રોટેકશન  સાથે આવે છે .આ સ્માર્ટફોન Android 15 આધારિત One UI 7 પર ચાલે છે .

Moto G37 Power vs Oppo K14x 5G vs Samsung Galaxy M17 5G: ચિપસેટ અને બેટરી 

Moto G37 Power : 

Moto G37 Power માં Media Tek Dimensity 6400 SoC આપવામાં આવ્યો છે , જે 8GB સુધી LPDDR4x RAM અને 128GB UFS 2.2 સ્ટોરેજ સાથે આવે છે  . આ ફોનમાં 7,000mAh બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગ અને 6W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે .

Oppo K14x 5G :
Oppo K14x 5G  માં Media Tek Dimensity 6300 SoC આપવામાં આવ્યો છે . આ ફોનમાં 6500mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે .

Samsung Galaxy M17 5G :
Samsung Galaxy M17 5G Exynos 1330 ચિપસેટ સાથે આવે છે .આ ફોનમાં 5000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યો છે .


Moto G37 Power vs Oppo K14x 5G vs Samsung Galaxy M17 5G: કેમેરા અને પરિમાણો 

Moto G37 Power :
Moto G37 Power માં 50 મેગાપિક્સલ મુખ્ય કેમેરા અને 2 ઈન 1 લાઈટ સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ છે . સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા  આપવામાં આવ્યો છે . ફોનનું વજન 215 ગ્રામ છે .

Oppo K14x 5G :   
Oppo K14x 5G માં 50 મેગાપિક્સલ મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા છે . સેલ્ફી માટે 5 મેગાપિક્સલ ફ્રન્ટ  કેમેરો મળે  છે .  તેનું વજન અંદાજે 212 ગ્રામ છે .

 Samsung Galaxy M17 5G :
 Samsung Galaxy M17 5Gમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલ મુખ્ય કેમેરા , 5 - મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર સાથે ટ્રિપલ   રિયર કેમેરા સેટઅપ છે . ફ્રન્ટમાં 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે . ફોનનું વજન 192 ગ્રામ છે .

Moto G37 Power vs Oppo K14x 5G vs Samsung Galaxy M17 5G: ક્યુ ખરીદવું જોઈએ ?

જો તમને લાંબી બેટરી લાઈફને પ્રાથમિકતા આપો છો , તો Moto G37 Power એક મજબૂત વિકલ્પ બની શકે છે . ઝડપી ચાર્જિંગ અને સારા પરફોર્મન્સ માંગતા  હોય તો  Oppo K14x 5G વધુ યોગ્ય લાગી શકે છે . જયારે તમને લાંબા સોફ્ટવેર , કેમેરા અને AMOLED ડિસ્પ્લે જોઈએ તો તમને  Samsung Galaxy M17 5G તરફ જવું જોઈએ .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »