જો તમે મિડ - રેન્જ સ્માર્ટફોનની ખરીદીનું પ્લાન બનાવી રહ્યા છો, તો Motorola Edge 60 Pro એક સારો વિકલ્પ બની શકે છે .
Photo Credit: Motorola
Motorola Edge 60 Proમાં 6.7 ઇંચની pOLED ડિસ્પ્લે છે
જો તમે મિડ - રેન્જ સ્માર્ટફોનની ખરીદીનું પ્લાન બનાવી રહ્યા છો, તો Motorola Edge 60 Pro એક સારો વિકલ્પ બની શકે છે . હાલમાં આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર સાથે ઉપલબ્ધ છે , જેના કારણે તેની અસરકારક કિંમત વધુ ઓછી થઈ જાય છે . આ ઉપરાંત એક્સચેન્જ ઓફરનો લાભ લઈને પણ ગ્રાહકો સારી બચત કરી શકે છે .
Motorola Edge 60 Proનું 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર રૂપિયા 29,999માં લિસ્ટ થયો છે . Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરવાથી રૂપિયા 2,450 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 27,549 થઈ જાય છે .
આ સિવાય , જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવા પર રૂપિયા 22,400 સુધીનું એક્સચેન્જ કિંમત પણ મળી શકે છે . જોકે એક્સચેન્જનો અંતિમ લાભ તમારા ફોનની હાલની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે .
Motorola Edge 60 Proમાં 6.7 ઇંચની pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2712 x 1220 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે .
પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 8350 Extreme 4nm ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે . સ્માર્ટફોન Android 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે . તેમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે , જે 90W TurboPower ફાસ્ટ ચાર્જિંગ તેમજ 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા ( OIS ) , 50MPનો અલ્ટ્રા-વાઈડ કેમેરા અને 10MPનો ટેલિફોટો કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MPનો ફ્રન્ટ કેમરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 5G, Wi-Fi 6E, Bluetooth 5.4 , NFC અને GPS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે .
જાહેરાત
જાહેરાત