પેન્ટોન કલર વિકલ્પો સાથે Motorola Edge 70 Pro એન્ટ્રી , શક્તિશાળી કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ

Motorola Edge 70 Pro ભારતમાં ફ્લિપકાર્ટ દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ થશે

પેન્ટોન કલર વિકલ્પો સાથે Motorola Edge 70 Pro  એન્ટ્રી , શક્તિશાળી કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ

Photo Credit: Flipkart/ Morotola

Motorola Edge 70 Pro માં હોલ પંચ ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • ફોન ત્રણ પેન્ટોન ક્યુરેટેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ
  • કંપની દ્રારા Axis Bank અને HDFC બેંક કાર્ડ પર રૂપિયા 2000 સુધીનું ઇન્સ્ટન
  • Motorola Edge 70 Pro માં 6.8 ઈંચનું સુપર HD AMOLED ડિસ્પ્લે
જાહેરાત

બુધવારે ભારતમાં Motorola એ તેનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન Motorola Edge 70 Pro  લોન્ચ કર્યો છે . કંપનીની Edge સિરીઝ હેઠળ આવતો આ સ્માર્ટફોન  સ્ટાઈલિશ ડિઝાઈન અને પાવરફુલ સ્પેસિફિકેશન્સ સાથે આવે છે . આની ખાસ વાત એ છે કે આ ફોન ત્રણ પેન્ટોન ક્યુરેટેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ  છે , જે તેને પ્રીમિયમ લુક આપે છે . આ સ્માર્ટફોનમાં શક્તિશાળી ઓક્ટા - કોર Media Tek Dimensity  8500 Extreme ચિપસેટ આપવામાં આવ્યો  છે , જે સ્મૂથ પરફોર્મન્સ માટે બનાવવામાં આવ્યો છે . સાથે જ તેમાં 6,500mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય છે  .

Motorola Edge 70 Pro  ભારતમાં કિંમત 

કિંમતની વાત કરીએ તો ભારતમાં Motorola Edge 70 Pro નો બેઝ વેરિઅન્ટ 8GB RAM + 256GB સ્ટોરેજ ) રૂપિયા 38,999 થી શરૂ થાય છે , જયારે 12GB  RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 41,999 રાખવામાં આવી છે . કંપની દ્રારા Axis Bank અને HDFC બેંક કાર્ડ પર રૂપિયા 2000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તેમજ એટલું જ એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે . આ સ્માર્ટફોન 29 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ  થશે અને પેન્ટોન  લીલી વ્હાઇટ સહિત અન્ય આકર્ષક કલર્સમાં મળશે .

ફીચર્સની વાત કરીએ તો આ Motorola Edge 70 Pro માં 6.8 ઈંચનું સુપર HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 144Hz સુધીના રિફ્રેશ રેટ સાથે આવે છે . આ ડિસ્પ્લે 5200 nits સુધીની પીક બ્રાઇટનેસ , HDR10 + સપોર્ટ અને 100% DCI - P3 કલર ગેમટ ઓફર કરે છે , જે વિડીયો અને ગેમિંગ   સારો અનુભવ  આપે છે . ડિવાઈસ Android 16 આધારિત Hello UI પર ચાલે છે  અને કંપની ત્રણ વર્ષ સુધી OS અપડેટ્સ આપવાની ખાતરી આપે છે .

આ ફોનમાં કેમેરા વિભાગ પણ ખાસ છે . આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે , જેમાં 50MPનો Sony LYT - 710 સેન્સર સાથેનો મુખ્ય  કેમેરા , 50MPનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને ત્રીજો સહાયક સેન્સર શામેલ છે . સેલ્ફી માટે ફ્રન્ટમાં 50MPનો કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોન 4K 60fps  સુધી વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે .

અન્ય ફીચર્સમાં IP68 અને IP69 રેટિંગ , MIL - STD -810H સર્ટિફિકેશન , ઈન -ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ શામેલ છે . આ ઉપરાંત  90W ફાસ્ટ ચાર્જિંગ અને 5W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આ ફોનમાં  કનેક્ટિવિટી માટે 5G , Wi -Fi  6E અને Bluetooth 5.4 જેવા વિકલ્પો જોવાં મળે છે . 

 આ ફોનની સાઈઝ 162.7 x 75.6x 6.99mm અને  તેનું વજન 183 ગ્રામ છે . કુલ મળીને , Motorola Edge 70 Pro  પ્રીમિયમ ફીચર્સ સાથે એક શક્તિશાળી વિકલ્પ તરીકે સામે આવે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »