મે મહિનામાં ભારતમાં એન્ટ્રી કરશે Oppo Find X9s અને Find X9 Ultra

Oppo Find X9s એ Oppo મલેશિયા ઓનલાઇન સ્ટોર દ્રારા પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે .

મે મહિનામાં ભારતમાં એન્ટ્રી કરશે Oppo Find X9s અને Find X9 Ultra

Photo Credit: Oppo

Oppo Find X9s માં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે

હાઇલાઇટ્સ
  • Oppo Find X9sએ એક ડયુઅલ સિમ સ્માર્ટફોન
  • આ સ્માર્ટફોન Oppo મલેશિયા ઓનલાઇન સ્ટોર પર પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ
  • Lavender Sky , Midnight Grey અને Sunset Orange જેવા કલર્સમાં
જાહેરાત

મંગળવારે ગ્લોબલ માર્કેટમાં Oppo એ તેની નવી ફ્લેગશિપ સિરીઝ હેઠળ Oppo Find X9s લોન્ચ કર્યો હતો , જે કંપનીના પ્રીમિયમ મોડેલ Oppo Find X9 Ultra  સાથે રજૂ થયો હતો . આ સાથે કંપનીએ ચીનમાં Oppo Find X9s pro પણ રજૂ કર્યો છે , જે લગભગ સમાન કિંમત અને સ્પેસિફિકેશન સાથે આવે છે . હાલમાં  Oppo Find X9s પસંદગીના દેશોમાં કંપનીના ઓનલાઇન સ્ટોર દ્રારા પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ  છે . ફોન ત્રણ આકર્ષક કલર વિકલ્પોમાં અને એક જ  RAM  સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે , જે તેને  પ્રીમિયમ સેગમેન્ટમાં મજબૂત બનાવે છે .

Oppo Find X9s કિંમત અને ઉપલ્બધતા 

Oppo Find X9s નો 12GB RAM અને 512GB સ્ટોરેજ વાળો વેરિઅન્ટ MYR 3,599(લગભગ રૂપિયા 85,000) માં ઉપલબ્ધ રહેશે  . પરંતુ તેની સત્તાવાર કિંમત હજી  જાહેર કરવામાં આવી  નથી . આ સ્માર્ટફોન Oppo મલેશિયા ઓનલાઇન સ્ટોર પર પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને Lavender Sky , Midnight Grey  અને Sunset Orange જેવા કલર્સમાં મળે છે . કંપનીએ આ પણ  પુષ્ટિ કરી છે કે  Find X9 Ultra બંને મે મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે , જયારે  તેની ચોક્કસ તારીખ અને ભારતીય કિંમત ટૂંક સમયમાં  જાહેર થવાની સંભાવના છે 

oppo find x9s launch inline Oppo Find X9s

Oppo Find X9s Hasselblad ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે
Photo Credit: Oppo

Oppo Find X9s સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ 

Oppo Find X9sએ  એક ડયુઅલ સિમ સ્માર્ટફોન છે , જે Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે . તેમાં 6.59 ઈંચ Full - HD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800nits સુધીની પીક બ્રાઇટનેસ ઓફર કરે છે . સાથે જ , Corning Gorilla Glass 7i પ્રોટેક્શન અને 100%DCI - P3 કલર ગેમટ અને વધુ પ્રીમિયમ અનુભવ આપે છે .

પરફોર્મન્સની વાત કરીએ તો , આ હેન્ડસેટમાં Media Tek Dimensity 9500s ચિપસેટ સાથે Immortalis G925 GPU આપવામાં આવ્યો છે , જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે બેસ્ટ ગણાય છે . તેમાં 12GB LPDDR5x RAM અને 512GB સુધી   UFS  4.1 સ્ટોરેજ ઉપલબ્ધ છે . વધુમાં , આ ફોન IP66, IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી સુરક્ષિત છે .

હવે વાત કરીએ કેમેરાની તો , આ ફોનમાં Hasselblad ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે , જેમાં 50MPનો મુખ્ય કેમેરા OIS સાથે , 50MP  અલ્ટ્રાવાઈડ લેન્સ અને 50MP ટેલિફોટો લેન્સ શામેલ છે . જયારે સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે , જે 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે .

Oppo Find X9s માં 7,025mAh બેટરી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે 5G , Wi - Fi 7 , Bluetooth 6.1 અને USB Type - C જેવી  સુવિધાઓ આપવામાં આવી છે . આ સ્માર્ટફોન પ્રીમિયમ ડિઝાઈન , શક્તિશાળી પરફોર્મન્સ અને નવા કેમેરા સાથે ફ્લેગશિપ સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ  બને છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. નવી ChatGPT Images 2.0 થી હવે વધુ ચોક્કસ અને બહુભાષી વિઝ્યુઅલ્સ બનાવવી સરળ
  2. પ્રીમિયમ કેમેરા અને શક્તિશાળી ફીચર્સ સાથે Vivo X300 સિરીઝનો વિસ્તરણ
  3. મે મહિનામાં ભારતમાં એન્ટ્રી કરશે Oppo Find X9s અને Find X9 Ultra
  4. પેન્ટોન કલર વિકલ્પો સાથે Motorola Edge 70 Pro એન્ટ્રી , શક્તિશાળી કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ
  5. Oppoના નવા વેરેબલ્સ આવ્યા બજારમાં : Enco Clip 2 અને Watch X3 Mini સાથે ફિટનેસ અને કમ્ફર્ટનો મિશ્રણ
  6. Redmi K90 Max માં Dimensity 9500 ચિપ , 100W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ
  7. Vivo ના અનેક મોડેલમાં ભાવ વધારો , સ્માર્ટફોન બજારમાં વધતી કિંમતનો ટ્રેન્ડ
  8. Oppo Find X9s Pro આવ્યો માર્કેટમાં , પ્રીમિયમ ફીચર્સ અને મોટી બેટરી સાથે
  9. એક ક્લિકમાં બલ્ક અનસબ્સ્ક્રાઇબ : Gmail નું નવું ફિચે ઇનબોક્સ કરશે ક્લીન
  10. ગ્રામીણ વિસ્તારો માટે BSNL ની ખાસ ઓફર , સસ્તામાં ફાઈબર ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »