Oppo Find X9s Pro એ Oppo ચાઈના ઓનલાઇન સ્ટોર મારફતે ખરીદી શકાય
Photo Credit: Oppo
Oppo Find X9s Pro માં ચોરસ આકારનું કેમેરા આપેલ છે .
મંગળવારે ચીનમાં એપ્રિલ 2026ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન Oppo Find X9s Pro રજૂ થયો હતો . આ પ્રીમિયમ સ્માર્ટફોન આધુનિક ડિઝાઈન અને શક્તિશાળી ફીચર્સ સાથે આવે છે . કંપનીએ તેને ચાર આકર્ષક કલર વિકલ્પો અને અલગ અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે . ખાસ વાત એ છે કે ફોનમાં Hasselblad દ્રારા ટ્યુન કરાયેલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે . જેમાં હાઈ રિઝોલ્યુશન લેન્સનો ઉપયોગ થાય છે . સાથે જ મોટી 7,025mAh બેટરી અને હોલ પંચ ડિસ્પ્લે તેને વધુ પ્રીમિયમ અનુભવ આપે છે .
કિંમતની વાત કરીએ તો આ ફોનના 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ રૂપિયા 78,000 રાખવામાં આવી છે . 16GB + 512GB મોડલની કિંમત લગભગ રૂપિયા 82,000માં મળે છે , જયારે ટોપ મોડલ 16GB RAM અને 1TB સ્ટોરેજ સાથે આવે છે , જેની કિંમત આશરે રૂપિયા 96,000 છે . આ સ્માર્ટફોન 24 એપ્રિલથી ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે . કલર વિકલ્પોમાં ઓરેન્જ , વ્હાઇટ , ટાઇટેનિયમ અને બ્લુ જેવા શેડ્સ સામેલ છે , જે તેને સ્ટાઈલિશ લુક આપે છે .
![]()
આ ફોનમાં મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે , જેની પિક્સેલ ડેન્સિટી 460ppi છે અને સ્ક્રીન - ટુ - બોડી રેશિયો લગભગ 95% છે . પરફોર્મન્સ માટે તેમાં Media Tek Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે ફાસ્ટ અને સ્મૂથ એક્સ્પીરિયન્સ આપે છે . આ ફોનમાં 16GB સુધી RAM અને 1TB સુધી સ્ટોરેજ મળે છે . સાથે જ IP68 અને IP69 રેટિંગ હોવાથી તે પાણી અને ધૂળથી સુરક્ષિત છે .
કેમેરા સેગમેન્ટમાં આ ફોન ખુબ જ મજબૂત છે . તેમાં 200MP નો ટેલિફોટો પેરિસ્કોપ કેમેરા આપવામાં આવ્યો છે , જે 120x સુધી ઝૂમ સપોર્ટ કરે છે .આની સાથે જ 50MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને આગળ 32MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોનમાં 8K વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે , જે વિડીયો ક્રિએટર્સ માટે ઉપયોગી છે .
આ ફોનની બેટરી પણ શક્તિશાળી છે . તેમાં 7,025mAh બેટરી આપવામાં આવી છે , જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે 5G , Wi -Fi 7, બ્લૂટૂથ , NFC અને GPS જેવા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવી સુવિધાઓ પણ મળે છે . આ ફોનનું વજન લગભગ 200 ગ્રામ છે. આ ફોનની ડિઝાઈન સ્લિમ અને પ્રીમિયમ લાગે છે .
જાહેરાત
જાહેરાત
Control Ultimate Edition Arrives on iPhone and iPad With Touch Controls, Universal Purchase
Qualcomm CEO Reportedly Visits Samsung Foundry in Korea to Discuss Producing 2nm Chips