OpenAI મુજબ , ChatGPT Images 2.0 પહેલાના જનરેશન કરતાં વધુ સારી ચોકસાઈ આપે છે
Photo Credit: OpenAI
ChatGPT Images 2.0 હવે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ છે .
મંગળવારે OpenAI તેનું નવું નેક્સ્ટ જનરેશન ઇમેજ જનરેશન મોડેલ લોન્ચ કર્યું છે . " ChatGPT Images 2.0 " નામનું આ મોડેલ યુઝરના પ્રોમ્પ્ટ અનુસાર વધારે ચોક્કસ , સમજી શકાય તેવું અને જે તે સંદર્ભમાં ઇમેજ બનાવે છે . કંપની અનુસાર , તેમાં સૂચનાઓને સારી રીતે સમજવાની , મલ્ટી લેંગ્વેજમાં ટેક્સ્ટ બતાવવાની અને હાર્ડ ડિઝાઈન બનાવવાની ક્ષમતા સુધારવામાં આવી છે . આ મોડેલ ChatGPT , Codex અને API દ્રારા ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે . આ મોડેલ gpt - image -2 API દ્રારા ઍક્સેસ કરી શકાય છે ,
ઈમેજીસ 2.0
OpenAI મુજબ , ChatGPT Images 2.0 હવે ChatGPT અને Codexના બધા યુઝર્સ માટે ઉપલબ્ધ છે . જોકે તેની એડવાન્સ્ડ ફીચર્સ ખાસ કરીને જ્યાં તર્ક હોય તેવી ક્ષમતાઓ ChatGPT Plus Pro અને Business સબ્સ્ક્રિપ્શન યુઝર્સ માટે ઉપલબ્ધ છે .
ડેવલપર્સ માટે , આ મોડેલ gpt - image -2 API દ્રારા ઍક્સેસ કરી શકાય છે , આની કિંમત ઇમેજની ક્વોલિટી અને રિઝોલ્યુશન પર આધારિત રહેશે . કંપનીનું કહેવું છે કે આ મોડેલ 2K રિઝોલ્યુશન સુધી ઇમેજ બનાવે છે , જયારે વધુ હાઈ રિઝોલ્યુશન હજુ બીટા સ્ટેજમાં છે . ChatGPT Images 2.0 સુવિધાઓ , તેની ક્ષમતાઓ OpenAI અનુસાર , આ નવું મોડેલ પહેલા કરતાં વધુ સારો પરિણામ આપે છે . યુઝર જેટલો વ્યવસ્થિત પ્રોમ્પ્ટ આપશે , તે મુજબ વધુ નજીકનું અને લાગતું ઇમેજ બનાવવામાં મદદ કરે છે . ખાસ કરીને UI ડિઝાઈન ટેક્સ્ટવાળી ઇમેજ અને સ્ટ્રક્ચર્ડ લેઆઉટ જેવી કઠિન બાબતો હવે વધુ સરળ બની છે .
મલ્ટી લેંગ્વેજ સપોર્ટમાં પણ મોટો સુધારો થયો છે .હવે હિન્દી , બંગાળી , ચાઈનીઝ , જાપાનીઝ અને કોરિયન જેવી ભાષાઓમાં ટેક્સ્ટ વધુ સારી રીતે દેખાડે છે . એટલે પોસ્ટર , ઇન્ફોગ્રાફિક્સ અથવા ડાયાગ્રામમાં અલગ ભાષાનો ઉપયોગ સરળ બનશે .
આ મોડેલ જુદા જુદા સ્ટાઇલ્સમાં ઇમેજ બનાવી શકે છે જેમ કે ફોટોરિયલિસ્ટિક , સિનેમેટિક , પિક્સેલ આર્ટ . લાઇટિંગ , ટેક્સચર અને કમ્પોઝિશન પણ વધુ નેચરલ લાગે છે . સાથે જ અલગ - અલગ સાઈઝ ( જેમ કે 3:1 થી 1:3) માં ઇમેજ બનાવવાની સુવિધા પણ છે .
એક મહત્વની નવી ક્ષમતા એ છે કે હવે આ મોડેલમાં "રીઝનિંગ " ઉમેરવામાં આવી છે . એટલે કે વેબ પરથી માહિતી મેળવી , તેને ચકાસી અને એક જ પ્રોમ્પ્ટથી ઇમેજ જનરેટ કરી શકે છે . કંપનીનું કહેવું છે કે આ મોડેલ એકસાથે 8 સમાન અને બરોબર લાગતી ઇમેજ પણ બનાવી શકે છે . તેનો ઉપયોગ ડિઝાઈન , માર્કેટિંગ , એજ્યુકેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવા ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે .
પરંતુ હજુ પણ કેટલીક મુશ્કેલીઓ છે . ખુબ જ જટિલ આકાર , પઝલ કે કોઈ ચોક્કસ સમજણ હોય તેવા કામોમાં મુશ્કેલી આવી શકે છે . કેટલીક ઈમેજમાં મેન્યુઅલ ચેક કરવાની જરૂર પણ પડી શકે છે .
જાહેરાત
જાહેરાત
Unpatchable Hardware Vulnerability Leaves Owners of Older iPhone XS, iPhone XR and iPhone 11 Models at Risk
Haier HQLED P7 Pro Series Smart TVs Launched in India With Dolby Atmos, 50W Speakers