ત્રણેય ફોન્સ સમાન કિંમત સેગમેન્ટના આવે છે પરંતુ આમની ખાસિયતો થોડી અલગ અલગ છે
Oppo F33 5G vs Realme 16 5G vs Nothing Phone 4a
Oppo F33 5G ભારતમાં એક મિડ રેન્જ સ્માર્ટફોન તરીકે લોન્ચ થયો છે , જેમાં 7,000mAh બેટરી , Dimensity 6360 Max ચિપસેટ અને ફ્લેટ AMOLED ડિસ્પ્લે મળે છે .આ ફોનનો સીધો મુકાબલો Realme 16 5G અને Nothing Phone 4a સાથે છે . ત્રણેય સ્માર્ટફોન લગભગ સમાન કિંમતના સેગમેન્ટમાં આવે છે , પરંતુ દરેક પોતપોતાની અલગ ખાસિયતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે . આ ફોન્સ માંથી કોઈ બેટરીમાં મજબૂત છે તો કોઈ ડિસ્પ્લેમાં તો બીજું કોઈ પ્રદર્શન તથા કેમેરામાં આગળ છે .
Oppo F33 5G સ્માર્ટફોનની શરૂઆત 6GB + 128GB વેરિઅન્ટ માટે રૂપિયા 31,999 થી થાય છે . 8GB + 128GB મોડેલ રૂપિયા 34,999 માં મળે , જયારે 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 37,999 સુધી જાય છે . આ ફોન ફોરેસ્ટ ગ્રીન અને પર્લ વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે
Realme 16 5G ફોનની શરૂઆત 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 31,999 રાખવામાં આવી છે . 8GB + 256GB ની કિંમત રૂપિયા 33,999 અને 12GB +256GB ની કિંમત રૂપિયા 36,999 માં મળે છે . આ ફોન બ્લેક અને એર વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ છે .
Nothing Phone 4a ફોનની શરૂઆત 8GB +128GB માટે રૂપિયા 31,999 રાખવામાં આવી છે . બીજા વેરિઅન્ટ 8GB + 256GB માટે રૂપિયા 34,999 અને 12GB + 256GB માટે રૂપિયા 37,999 કિંમત રાખવામાં આવી છે . આ ફોન બ્લેક , બ્લુ , પિંક અને વ્હાઈટ કલરમાં મળે છે .
Oppo F33 5G માં 6.57 ઇંચની Full - HD + AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 1,400 nits પીક બ્રાઇટનેસ આપે છે અને Android 16 ના HyperOS 3 પર ચાલે છે .
Realme 16 5G માં 6.57 ઇંચ AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ અને 4,200 nits સુધીની બ્રાઇટનેસ આપે છે આ Android 16 ના Realme UI 7.0 પર ચાલે છે .
Nothing Phone 4a માં 6.78 ઇંચનો મોટો LTPS AMOLED ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits પીક બ્રાઇટનેસ મળે છે . આ ફોન Nothing OS 4.1 પર ચાલે છે .
Oppo F33 5G ફોનમાં Media Tek Dimensity 6360 Max ચિપસેટ સાથે આવે છે . આ ફોનમાં 7,000mAhની મોટી બેટરી આવે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
Realme 16 5G ફોનમાં Media Tek Dimensity 6400 ટર્બો પ્રોસેસર સાથે આવે છે . આ ફોનમાં 7,000mAh બેટરી સાથે 60W ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ મળે છે .
Nothing Phone 4a ફોન Snapdragon 7s Gen 4 ચિપસેટ પર ચાલે છે અને 5,400mAh બેટરી સાથે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
Oppo F33 5G માં 50MP મુખ્ય કેમેરા સાથે 2MP મોનોક્રોમ સેન્સર આપે છે સાથે જ 16MP ફ્રન્ટ કેમેરા મળે છે . આ ફોનનો વજન આશરે 189 ગ્રામ અને સાઈઝ 158.2 x 78.0 x 8.0mm છે .
Realme 16 5G માં 50MP મુખ્ય કેમેરા અને 2MP મોનોક્રોમ સેન્સર સાથે 50MP સેલ્ફી કેમેરા મળે છે. આ ફોનનું વજન લગભગ 183 ગ્રામ છે
Nothing Phone 4a માં ટ્રિપલ કેમેરા સેટઅપ છે . જેમાં 50MP મુખ્ય , 50MP પેરિસ્કોપ અને 8MP અલ્ટ્રાવાઈડ લેન્સ આપે છે જયારે 32MP ફ્રન્ટ કેમેરા આપેલ છે . આ ફોનનું વજન લગભગ 204.5 ગ્રામ છે .
જો તમારે લાંબી બેટરી જોઈએ તો Oppo F33 5G યોગ્ય વિકલ્પ છે . જો તમને બ્રાઇટ ડિસ્પ્લે , બેલેન્સ્ડ પરફોર્મન્સ અને લાંબા સોફ્ટવેર જોઈએ તો Realme 16 5G વધુ સારું રહેશે . જયારે તમને પ્રીમિયમ કેમેરા , શક્તિશાળી પ્રોસેસર અને યુનિક ડિઝાઈન જોઈએ તો Nothing Phone 4a સૌથી આગળ છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications