કયો છે બેસ્ટ મિડ રેન્જ ફોન ? Oppo F33 Pro 5G , OnePlus Nord 6 અને Nothing Phone 4a Pro મુકાબલો

Oppo F33 Pro 5G ભારતમાં રૂપિયા 37,999 શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો

કયો છે બેસ્ટ મિડ રેન્જ ફોન ? Oppo F33 Pro 5G , OnePlus Nord 6 અને Nothing Phone 4a Pro મુકાબલો

Photo Credit: Oppo

Oppo F33 Pro 5G માં 6.57 ઇંચ ફૂલ HD + AMOLED ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Oppo F33 Pro 5G ભારતમાં રૂપિયા 37,999 શરૂઆતની કિંમતે લોન્ચ
  • Oppo F33 Pro 5G માં 6.57 ઇંચ ફૂલ HD + AMOLED ડિસ્પ્લે
  • સેલ્ફી અને બેલેન્સ્ડ પરફોર્મન્સ Oppo F33 Pro 5G એક સારો વિકલ્પ
જાહેરાત

Oppo એ ભારતમાં તેનો મિડ - રેન્જ સ્માર્ટફોન Oppo F33 Pro 5G લોન્ચ કર્યો છે , જે બજારમાં પહેલેથી ઉપલબ્ધ  OnePlus Nord 6 અને Nothing Phone 4a Pro જેવા મજબૂત હેન્ડસેટ સાથે સીધો મુકાબલો કરવાં માટે તૈયાર છે . આ ત્રણેય ફોન લગભગ સરખી કિંમતની સિરીઝમાં આવે છે અને AMOLED ડિસ્પ્લે , 5G સપોર્ટ અને શક્તિશાળી પ્રોસેસર જેવી પ્રીમિયમ સુવિધાઓ સાથે સજ્જ છે . અહીં અમે આ ત્રણેય સ્માર્ટફોનની વિગતવાર સરખામણી કરી રહ્યા છે જેમાં આ ત્રણેય ફોન્સની કિંમત , ફીચર્સ અને અન્ય સ્પેસિફિકેશન્સ હશે .

Oppo F33 Pro 5G  vs OnePlus Nord 6 vs Nothing Phone 4a Pro : ભારતમાં કિંમત 

Oppo F33 Pro 5Gની શરૂઆતની કિંમત રૂપિયા 37,999 રાખવામાં આવી છે જે 8GB RAM + 128GB સ્ટોરેજ માટે છે ,જયારે આના ટોપ વેરિઅન્ટ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 40,999માં તમને મળશે .

OnePlus Nord 6 ના 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 38,999 થી શરૂ થાય છે અને આના 12GB RAM સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા  40,999 માં મળી રહેશે .

Nothing Phone 4a Pro ની કિંમત રૂપિયા 39,999 થી શરૂ થઈ જાય છે અને એના ટોપ મોડેલ રૂપિયા 45,999 સુધી પહોંચી જાય છે .

Oppo F33 Pro 5G  vs OnePlus Nord 6 vs Nothing Phone 4a Pro : ડિસ્પ્લે 

Oppo F33 Pro 5G  માં 6.57 ઇંચ FHD +AMOLED ડિસ્પ્લે છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1400nits બ્રાઇટનેસ મળે છે .

Nothing Phone 4a Pro માં વધુ મોટી 6.83 ઇંચ 1.5K AMOLED સ્ક્રીન સાથે આવે છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 5000 nits સુધીની પીક બ્રાઇટનેસ  આપે  છે .

OnePlus Nord 6માં 6.78 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે સાથે 165Hz રિફ્રેશ રેટ અને 3600 nits બ્રાઇટનેસ આપે છે, જે તેને સૌથી સ્મૂથ ડિસ્પ્લે બનાવે છે  .

આ ત્રણેય ફોન Android 16 પર ચાલે છે . Oppo માં ColorOS 16, OnePlus માં OxygenOS 16 અને Nothing માં Nothing OS 4.1 મળે છે . OnePlus સૌથી  લાંબા અપડેટને સપોર્ટ કરીને આગળ છે .

Oppo F33 Pro 5G  vs OnePlus Nord 6 vs Nothing Phone 4a Pro: ચિપસેટ , બેટરી 

Oppo F33 Pro 5G એ Media Tek Dimensity 6360 Max ચિપસેટ સાથે આવે છે અને તેમાં 7,000mAh ની મોટી બેટરી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ  કરે છે .

OnePlus Nord 6 એ શક્તિશાળી Snapdragon 8s Gen 4 પ્રોસેસર સાથે આવે છે અને તેમાં પણ 9,000mAhની મોટી બેટરી છે જે હેવી યુઝર્સમાં પહેલી પસંદ બને  છે .

Nothing Phone 4a Pro એ Snapdragon 7 Gen 4 ચિપસેટ સાથે આવે છે અને તેમાં 5,400mAh બેટરી  છે , જે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

Oppo F33 Pro 5G  vs OnePlus Nord 6 vs Nothing Phone 4a Pro: કેમેરા સેટઅપ 

Oppo F33 Pro 5G  માં 50MP ડયુઅલ રિયર કેમેરા અને 50MP સેલ્ફી કેમેરા છે , જે સેલ્ફી પ્રેમીઓ માટે ખાસ છે .

OnePlus Nord 6 માં 50MP + 8MP ડયુઅલ કેમેરા સેટઅપ અને 32MP ફ્રન્ટ કેમેરા મળે છે .

 Nothing Phone 4a Pro માં સૌથી અદ્યતન ટ્રિપલ કેમેરા સિસ્ટમ (50MP  + 50MP  + 8MP)  સાથે આવે છે , જેમાં ટેલિફોટો લેન્સ પણ સામેલ છે 

વજનની વાત કરીએ તો Oppo સૌથી હળવો છે , જયારે OnePlus  સૌથી ભારે છે .

Oppo F33 Pro 5G  vs OnePlus Nord 6 vs Nothing Phone 4a Pro: તમારે ક્યુ ખરીદવું જોઈએ ?

જો તમે સેલ્ફી અને બેલેન્સ્ડ પરફોર્મન્સ માંગો છો તો Oppo F33 Pro 5G એક સારો વિકલ્પ છે . પરફોર્મન્સ અને મોટી બેટરી માટે OnePlus Nord 6  સૌથી સારો છે , જયારે યુનિક ડિઝાઈન માટે  Nothing Phone 4a Pro વધુ આકર્ષક પસંદગી બની શકે છે .  આખરે , તમારી જરૂરિયાત પ્રમાણે પસંદગી કરવી મહત્વપૂર્ણ છે  . ત્રણેય ફોન પોતાની જગ્યાએ મજબૂત છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  2. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  3. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  4. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  5. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  6. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  7. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  8. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  9. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
  10. Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »