Oppo Find X9 Ultra ની મોટી બેટરી અને શક્તિશાળી ચિપસેટ સાથે એન્ટ્રી , લોન્ચ તારીખ કન્ફ્રર્મ

હાલમાં આ ફોન BIS સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવા મળ્યો છે જેથી એવું કહેવાય છે કે આ હેન્ડસેટ ભારતમાં પણ લોન્ચ થઈ શકે છે

Oppo Find X9 Ultra ની મોટી બેટરી અને શક્તિશાળી ચિપસેટ સાથે એન્ટ્રી , લોન્ચ તારીખ કન્ફ્રર્મ

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra હેઝલબ્લેડ બેક્ડ રિયર કેમેરા સાથે આવશે .

હાઇલાઇટ્સ
  • Find X 9 Ultra નો ગ્લોબલ લોન્ચ 21 એપ્રિલે થશે
  • પાછળ મોટા ગોળાકાર કેમેરા મોડયુલ સાથે આવશે
  • પાછળના પેનલમાં લેધર જેવી ફિનિશ અને ડયુઅલ-ટોન ડિઝાઇન
જાહેરાત

Oppo 21 એપ્રિલે તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X9 Ultra ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવા જઈ રહ્યું છે . આ ફોન ચીનમાં  Find X9s Pro સાથે એક ખાસ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે . આ ફોન માટે કંપનીએ કેટલાક કેમેરા ફીચર્સ જે કન્ફ્રર્મ કર્યા છે , જયારે આ ફોનની ડિઝાઇન , સ્પેસિફિકેશન અને અન્ય વિગતો પણ લીક્સ  દ્રારા જાણવા મળી છે .ખાસ વાત આ છે કે આ ડિવાઇસ ભારતમાં પણ લોન્ચ થવાની શક્યતા છે કારણ કે તે BIS સર્ટિફિકેશન સાઈટ પર  જોવા  મળે છે .

Oppo Find X 9 Ultra લોન્ચ તારીખ 
Oppo દ્રારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે  Find X 9 Ultra નો ગ્લોબલ લોન્ચ 21 એપ્રિલે થશે . આ જ દિવસે ચીનમાં એક ખાસ ઇવેન્ટ દરમિયાન  Find X9 Ultra અને  Find X9s  Pro બંને સ્માર્ટફોન રજૂ કરવામાં આવશે .

Oppo Find X 9 Ultra સ્પેસિફિકેશન્સ 
ડિઝાઇન 

નવી લીક થયેલી માહિતી મુજબ , Find X9 Ultra પાછળ મોટા ગોળાકાર કેમેરા મોડયુલ સાથે આવશે . આ ડિઝાઇન પહેલાના મોડેલ જેવી જ હશે , પરંતુ તેમાં થોડો નવો લેઆઉટ જોવા મળશે . કેમેરા સેટઅપ એક ઓફ સેન્ટર લંબચોરસ વિભાગમાં હશે અને બહારનો રિંગ વધુ બોલ્ડ દેખાશે .

આ ફોનના પાછળના પેનલમાં લેધર જેવી ફિનિશ અને ડયુઅલ-ટોન ડિઝાઇન જોવા મળી શકે છે . LED ફ્લેશ ઉપરના ખૂણામાં હશે , સાથે Hasselblad અને  Oppo બ્રાન્ડિંગ આપવામાં આવશે .

કલર વિકલ્પની વાત કરીએ તો આ ફોન Tundra , Velvet Sand Canyon અને Polar Glacier કલર વિકલ્પોમાં આવી શકે છે . આ ઉપરાંત તેમાં બાયોનિક વાઈબ્રેશન મોટર અને ડયુઅલ સ્ટીરીયો સ્પીકર્સ મળશે . આ ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી સુરક્ષિત રહેશે .

ડિસ્પ્લે :
Oppo Find X 9 Ultra  માં 6.82 ઇંચનું LTPO AMOLED ડિસ્પ્લે મળવાની શક્યતા છે , જે 2K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે . આ પેનલ BOE  કંપની દ્રારા બનાવવામાં આવી શકે છે .

પરફોર્મન્સ :
આ સ્માર્ટફોનમાં Qualcomm નું લેટેસ્ટ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર મળવાની શક્યતા છે .  આ ડિવાઇસ Android 16 પર ચાલશે અને તેમાં 12GB  RAM મળશે , જયારે તેના  ટોપ મોડેલમાં 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ આપવામાં આવી શકે છે .

ઓક્ટા-કોર CPU સાથે 2 કોર 4.61GHz સુધી અને બાકી 6 કોર 3.63GHz સુધી  સ્પીડ ધરાવે છે .

કેમેરા :
આ ફોનમાં 50MP ટેલિફોટો કેમેરા મળશે , જે 10x ઓપ્ટિકલ ઝૂમ અને 230mm ફોકલ લંબાઈ હશે . આ સેન્સર કસ્ટમ Samsung ISOCELL પર આધારિત હશે  અને તેમાં ગિમ્બલ લેવલ OIS મળશે . કંપનીનો દાવો છે કે આ 10x ઓપ્ટિકલ ઝૂમ સાથેનો 50MP કેમેરા છે .લીક્સ પ્રમાણે આ ફોનના પાછળના ભાગમાં  બે 200MP સેન્સર અને 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે .

બેટરી :
 Find X9 Ultra માં 7,000mAh થી વધુ ક્ષમતાવાળી બેટરી મળી શકે છે , જે 7,050mAh સુધી વધી શકે છે . ચાર્જિંગ માટે 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં
  2. ભ્રષ્ટ રાજકારણી સામે સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની જંગ ,' માર્ક ' માં મળશે એક્શન અને સસ્પેન્સનો ડોઝ 
  3. માત્ર રૂપિયા 1849 થી શરૂ થાય છે Vi ના એક વર્ષના પ્લાન , વારંવાર રિચાર્જની ઝંઝટથી મળશે રાહત
  4. 11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC
  5. 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે Samsung Galaxy A26 5G સસ્તી કિંમતે ઉપલબ્ધ
  6. કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ! જાણો પોલિમર કરન્સીના ફાયદા અને ખાસિયતો
  7. કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ
  8. ફ્લેગશિપ ફોન હવે સસ્તામાં , Samsung Galaxy S24 5Gની કિંમતમાં મોટો ઘટાડો 
  9. ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો
  10. Xiaomi 17T Pro માં Dimensity 9500 ચિપ અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »