Poco C81 x 4G માં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે .
Lava Bold N2 Pro 4GB RAM + 128GB સ્ટોરેજ વિકલ્પની કિંમત રૂપિયા 7,999 છે .
ભારતમાં બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ હજુ પણ ભારે લોકપ્રિય છે , ખાસ કરીને રૂપિયા 10,000થી ઓછી કિંમતમાં આવતાં ડિવાઈસ માટે . આ સિરીઝના ફોન સામાન્ય યુઝર્સ માટે બનાવવામાં આવે છે , જેમને કોલિંગ , મેસેજિંગ , યુટયુબ અને રોજિંદા ઉપયોગ માટે સારો અને ભરોસેમંદ ડિવાઈસ જોઈએ છે . હાલમાં Poco એં પોતાનો નવો Poco C81 x 4G લોન્ચ કર્યો છે , જે Lava International ના Lava Bold N2 Pro અને Itel ના Itel Zeno 100 સામે સ્પર્ધા કરે છે . Poco C81 x 4G અને Lava Bold N2 Pro બંને ફોનની ડિઝાઈનમાં વધુ મજબૂત બિલ્ડ અને IP રેટિંગ પણ મળેલ છે , જ્યારે Itel Zeno 100 એ બેસિક ડિઝાઈન સાથે આવે છે .
Poco C81 x 4G ભારતમાં 3GB RAM + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 9,999 રાખવામાં આવી છે . આ ફોન તમને Elite Black અને Ice Blue કલર વિકલ્પોમાં મળી રહેશે .
Lava Bold N2 Pro 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 7,999માં મળશે અને આ ફોન Aurora Gold તથા Eclipse Grey કલરમાં ઉપલબ્ધ છે .
જયારે Itel Zeno 100 સૌથી સસ્તો વિકલ્પ સાબિત થાય છે , જેનો 3GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 6,869 અને 4GB + 64GB મોડેલ રૂપિયા 7,289માં મળે છે . આ ફોન Itel Zeno 100 Pure Black , Silk Green અને Titanium Gold કલરમાં ઉપલબ્ધ છે .
Poco C81 x 4G માં 6.88 ઇંચ HD + ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 650 nits બ્રાઇટનેસ આપે છે .
Lava Bold N2 Pro માં 6.75 ઇંચ HD + ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટ મળે છે .
Itel Zeno 100 માં 6.6 ઇંચ HD + ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ છે .
આમ તો આ ત્રણેય સ્માર્ટફોન Android 15 પર ચાલે છે , પરંતુ Lava દ્રારા Android 16 અપડેટ અને બે વર્ષના સિક્યુરિટી અપડેટ્સની ખાતરી આપી છે .
Poco C81 x 4G માં 5,200mAh ની બેટરી આપવામાં આવી છે અને તે 15W ચાર્જિંગ અને 7.5W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે જયારે Poco C81 x 4G માં T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે .
Lava Bold N2 Pro માં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે અને તે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ફોનમાં Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે .
Itel Zeno 100 માં 5,000mAhની બેટરી અને 10W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે . Itel Zeno 100 માં Unisoc T7100 ચિપસેટ પર ચાલે છે .
Poco C81 x 4G માં 13MP નો રિયર કેમેરા આપેલ છે જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટે 8MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
Lava Bold N2 Pro માં 50MP નો રિયર કેમેરા અને 8MP નો સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
Itel Zeno 100 માં 8MP રિયર કેમેરા આપવામાં આવ્યો છે જ્યારે સેલ્ફી અને વિડીયો કોલ માટે 5MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યું છે .
આ ત્રણેય ફોનના ડિઝાઈનની વાત કરીએ તો આ Poco C81 x 4G અને Lava Bold N2 Pro બંને ફોનની ડિઝાઈનમાં વધુ મજબૂત બિલ્ડ અને IP રેટિંગ પણ મળેલ છે , જ્યારે Itel Zeno 100 એ બેસિક ડિઝાઈન સાથે આવે છે .
જો તમને સ્મૂથ ડિસ્પ્લે અને મોટી બેટરી ઈચ્છતા હોય તો તમારા માટે Poco C81 x 4Gએ સારો વિકલ્પ બની જાય છે અને જો તમારું ધ્યાન ફોટોગ્રાફી પર વધુ હોય તો તમારા માટે Lava Bold N2 Pro વધુ સારું રહેશે . એવી જ રીતે જો તમારો બજેટ ઓછો છે અને તમને સામાન્ય ઉપયોગ માટે ફોન જોઈએ છીએ તો સસ્તું અને સારું Itel Zeno 100 યોગ્ય વિકલ્પ બની શકે છે
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Amazfit Cheetah 2 Ultra
Starts from ₹54,999
JBL Tune 780NC Wireless Headphones
Starts from ₹7,999
iPhone 18 Pro Series Could Bring Back Silver Colour, New Leak Suggests
Oukitel WP600, WP70 Ultra and WP63 Rugged Phones With Up 20,000mAh Battery Unveiled Ahead of IFA 2026