Realme 16 5G આવશે ધમાકેદાર ફીચર્સ સાથે , કિંમત રહેશે સ્પર્ધાત્મક

ભારતમાં Realme 16 5G ની કિંમતો , ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ આપણે જાણીએ છે .

Realme 16 5G આવશે ધમાકેદાર ફીચર્સ સાથે , કિંમત રહેશે સ્પર્ધાત્મક

Photo Credit: Realme

Realme 16 5G માં ગોળી આકારનું રિયર કેમેરા આવશે .

હાઇલાઇટ્સ
  • Media Tek Dimensity 6400 ટર્બો પ્રોસેસર આપવામાં આવ્યું
  • ફોન Air Black અને Air White કલર વિકલ્પોમાં
  • ભારતમાં ફિલ્પકાર્ટ મારફતે વેચાણ માટે ઉપલબ્ધ
જાહેરાત

 આ વર્ષની શરૂઆતમાં પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારોમાં લોન્ચ થયા પછી , Realme 16 5G હવે ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે . આ સ્માર્ટફોન કંપનીના  નંબર સિરીઝ લાઇનઅપમાં નવી ઉમેરો બનશે , જેમાં પહેલાથી જ Realme 16 pro અને Realme 16 pro +  5G જેવા મોડેલ્સ ઉપલબ્ધ  છે . લોન્ચ પહેલા જ કંપનીએ તેના  અનેક ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ માટેની માહિતી શેર કરી છે , જે તેને મિડ - રેન્જ સેગમેન્ટમાં મજબૂત ફોન બનાવશે . આ ફોન Air Black અને Air White કલર વિકલ્પોમાં આવશે .

લોન્ચ અને ઉપલબ્ધતા :
કંપની   તરફથી હાલમાં કોઈ ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી , પરંતુ આ ફોન ટૂંક સમયમાં ભારતમાં રજૂ થવાની અપેક્ષા છે . કંપનીએ આ વાતની ખાતરી આપી છે કે આ ફોન ભારતમાં ફિલ્પકાર્ટ મારફતે વેચાણ માટે ઉપલબ્ધ  કરાશે , જ્યાં તેના માટે એક ખાસ માઈક્રોસાઈટ પણ લાઈવ કરવામાં આવી છે  .

કિંમત :
આ ફોનની કિંમત  વૈશ્વિક બજારમા અંદાજે 40,000 રૂપિયા થી શરૂ થાય છે , પરંતુ ભારતમાં તેની કિંમત થોડી ઓછી રાખવામાં આવશે એવી શયક્તા છે . કંપનીના  ટોપ મોડેલ Realme 16 Pro+ 5Gની કિંમત 39,999 રૂપિયા થી શરૂ થાય છે ,

ફીચર્સ :
Realme 16 5Gમાં 6.57 ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે , જેમાં 4,200 બિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ 3,000Hz ટચ સેમ્પલિંગ રેટ અને 2,160Hz PWM  ડિમિંગ સપોર્ટ છે . ફોન IP69 રેટિંગ સાથે આવશે , જે તેને ધૂળ અને પાણીથી સુરક્ષિત બનાવે છે .

આંતરરાષ્ટ્રીય વર્ઝનમાં Media Tek Dimensity 6400 ટર્બો પ્રોસેસર આપવામાં આવ્યું છે સાથે 128GB સુધી RAM અને 256GB સ્ટોરેજ મળે છે . કેમેરા વિભાગમાં  50MP પ્રાઈમરી કેમેરા અને 2MP મોનોક્રોમ સેન્સરનો સમાવેશ થાય છે .

બેટરી :
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAh બેટરી છે , જે 60W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કંપનીના દાવા અનુસાર એક ચાર્જ પર લાંબા સમય સુધી સોશિયલ  મીડિયા , વિડીયો પ્લેબેક અને મ્યુઝિક પ્લેબેકનો આનંદ લઈ શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  2. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
  3. Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ
  4. Realme 16, 16 Pro અને 16 Pro+ ખરીદવા હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા , જાણો નવી કિંમત
  5. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  6. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
  7. 5,050mAh બેટરી અને Android 16 સાથે Vivo Y05eના ફીચર્સ આવ્યા સામે
  8. 50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર
  9. Google Financeમાં નવા પોર્ટફોલિયો ટૂલ્સ અને AI માર્કેટ બ્રીફિંગ્સની એન્ટ્રી
  10. Oppo Reno 16 અને Oppo Reno 16F રજૂ , Snapdragon 7 Gen 4 , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવ્યા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »