હાલમાં લોન્ચ થયેલ Realme 16T 5G માં 6.8 ઇંચ 144Hz LCD સ્ક્રીન છે .
Motorola Edge 70 માં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે છે
Realme એ ગયા અઠવાડિયે ભારતીય બજારમાં 8,000mAh બેટરી , 50 મેગાપિક્સલ રિયર કેમેરા યુનિટ અને IP69 રેટેડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ બિલ્ડ સાથે Realme 16T રજૂ કર્યો હતો . નવા મિડ - રેન્જ સ્માર્ટફોન OnePlus Nord CE 6 5G અને Motorola Edge 70 જેવા મોડલ્સને ટક્કર આપે છે . ત્રણેય સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી , Android 16 આધારિત UI , હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને મોટી બેટરી જેવા ફીચર્સ સાથે આવે છે . ત્રણેય સ્માર્ટફોન લગભગ સમાન કિંમતમાં આવે છે . OnePlus Nord CE 6 5G વધુ શક્તિશાળી Snapdragon ચિપસેટ , ઝડપી 80W ચાર્જિંગ અને વધુ બેલેન્સ્ડ પરફોર્મન્સ આપે છે .
Realme 16T 5G :
Realme 16T 5G ની શરૂઆતની કિંમત રૂપિયા 29,999 છે , જેમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ મળે છે . આ ફોન તમને સ્ટારલાઈટ બ્લેક , સ્ટારલાઈટ બ્લુ અને સ્ટારલાઈટ રેડ કલરમાં ઉપલબ્ધ છે .
OnePlus Nord CE 6 5G :
OnePlus Nord CE 6 5G નો 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 29,999 રૂપિયામાં ઉપલબ્ધ છે . જયારે 256GB સ્ટોરેજ મોડલની કિંમત રૂપિયા 32,999 છે . આ ફોન ફ્રેશ બ્લુ , લુનર પર્લ અને પિચ બ્લેક કલર વિકલ્પોમાં આવે છે .
Motorola Edge 70 :
Motorola Edge 70 નું 8GB + 256GB સ્ટોરેજ મોડલ 29,999 રૂપિયામાં ઉપલબ્ધ છે . આ સ્માર્ટફોન પેન્ટોન બ્રોન્ઝ ગ્રીન , પેન્ટોન ગેજેટ ગ્રે અને પેન્ટોન લિલી પેડ કલર વિકલ્પોમાં મળે છે .
Realme 16T 5G :
Realme 16T 5G માં 6.8ઇંચની LCD ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ અને 1,200 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત Realme UI 7 પર ચાલે છે .
OnePlus Nord CE 6 5G :
OnePlus Nord CE 6 5G માં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે જે 144Hz રિફ્રેશ રેટ અને 1,800 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે .આ ફોન Android 16 આધારિત OxygenOS 16 પર ચાલે છે .
Motorola Edge 70 :
Motorola Edge 70 માં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેમાં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ મળે છે . ડિસ્પ્લે 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . આ ફોન Hello UI સાથે Android 16 પર ચાલે છે .
Realme 16T 5G :
Realme 16T 5G માં Media Tek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યો છે . આ ફોનમાં 8,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે . આ ફોન બાયપાસ ચાર્જિંગ અને 6.5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે .
OnePlus Nord CE 6 5G :
OnePlus Nord CE 6 5G માં Snapdragon 7s Gen 4 ચિપસેટ સાથે આવે છે . આ ફોનમાં 8,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે .
Motorola Edge 70 :
Motorola Edge 70 માં Snapdragon 7 Gen 4 ચિપસેટ સાથે આવે છે અને તેમાં 5,000mAh સિલિકોન - કાર્બન બેટરી છે જે 68W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
Realme 16T 5G :
Realme 16T 5G માં 50 મેગાપિક્સલ Sony IMX852 પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર સાથે ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . ફોનમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા પણ છે . આ ફોનનું વજન આશરે 224 ગ્રામ છે .
OnePlus Nord CE 6 5G :
OnePlus Nord CE 6 5G માં 50 મેગાપિક્સલ મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મળે છે . આ ફોનનું વજન લગભગ 215 ગ્રામ છે .
Motorola Edge 70 :
Motorola Edge 70 માં 50 - મેગાપિક્સલ OIS પ્રાઈમરી કેમેરા , 50 - મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા અને થ્રી - ઈન - વન લાઈટ સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે . સેલ્ફી માટે આ ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે .આ ફોન માત્ર 159 ગ્રામ વજન સાથે સ્લિમ અને લાઈટવેઇટ ડિઝાઈન આપે છે .
ત્રણેય સ્માર્ટફોન લગભગ સમાન કિંમતમાં આવે છે . જો તમને લાંબી બેટરી લાઈફ જોઈએ તો તમને Realme 16T 5G વિશે વિચારવું જોઈએ . OnePlus Nord CE 6 5G વધુ શક્તિશાળી Snapdragon ચિપસેટ , ઝડપી 80W ચાર્જિંગ અને વધુ બેલેન્સ્ડ પરફોર્મન્સ આપે છે અને જો તમારી પહેલી પસંદ કેમેરા વિભાગની હોય તો તમને Motorola Edge 70 લેવું જોઈએ . આના કેમેરા ફીચર્સ બાકીના બંને ફોન્સથી સારા છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features