Realme C100xની 8,000mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે
Photo Credit: Realme
સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .
સ્માર્ટફોન નિર્માતા Realme આ અઠવાડિયે ભારતીય બજારમાં પોતાનો નવો Realme C100x લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ ફ્લિપકાર્ટ પર તેના માટેનું માઈક્રોસાઈટ પણ લાઈવ કરવામાં આવી છે . આમાં આ વાતની પુષ્ટિ કરી છે કે 16 જુલાઈએ આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે . મોટી બેટરી અને સ્મૂથ ડિસ્પ્લે સાથે આ ડિવાઈસ મિડ - રેન્જ સેગમેન્ટમાં ઉતરશે .
Realme C100xમાં 6.8 ઈંચનું ડિસ્પ્લે મળશે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . કંપનીનો દાવો છે કે તેમાં આપવામાં આવેલી 8,000mAh બેટરી આપવામાં આવી છે જે એક જ ચાર્જમાં 17 કલાકથી વધુ સમય સુધી નેવિગેશનનો અનુભવ આપશે . આ સ્માર્ટફોન 45W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે . ફોન Golden Coast અને Deepblue Tides એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે .
લોન્ચ પહેલા Xpertpick દ્રારા લીક થયેલી રિટેલ બોક્સની ઇમેજ મુજબ , ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયા હોઈ શકે છે . જોકે તેની વાસ્તવિક લોન્ચ કિંમત અલગ હોઈ શકે છે . સ્માર્ટફોનની સાચી કિંમત લોન્ચ સમયે જ જાહેર કરવામાં આવશે .
Realme C100x ને પહેલા ઇન્ડોનેશિયામાં રજૂ કરવામાં આવ્યો હતો . તેમાં Unisoc T7250 પ્રોસેસર અને Arm Mali-G57 GPU આપવામાં આવ્યા છે . ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો પ્રાઈમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરો મળશે . સુરક્ષા માટે તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યો છે .
તાજેતરમાં કંપનીએ ભારતમાં Realme 16T 5G પણ લોન્ચ કર્યો હતો . તેમાં 6.8 ઇંચનું LCD ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ , MediaTek Dimensity 6300 પ્રોસેસર , 50MP ડયુઅલ રિયર કેમેરા , 16MP ફ્રન્ટ કેમેરા અને 8,000mAh બેટરી સાથે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે . Realme C100x પણ મોટી બેટરી અને લાંબા બેકઅપને કારણે યુઝર્સ માટે આકર્ષક વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Music Studio 5, Music Studio 7 Wi-Fi Speakers Launched in India