મિડ- પ્રીમિયમ સેગમેન્ટમાં જંગ : Galaxy A37, Poco X8 Pro Max ane Vivo V70

Samsung Galaxy A 37 અને Poco X8 Pro Max IP68 રેટિંગ જયારે Vivo V70 IP68+ IP69 રેટિંગ આપે છે .

મિડ- પ્રીમિયમ સેગમેન્ટમાં જંગ :  Galaxy A37, Poco X8 Pro Max ane Vivo V70

Samsung Galaxy A 37 માં 6.7 ઈંચનું સુપર AMOLED+ ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Samsung લાંબા સોફ્ટવેર સપોર્ટ પર ભાર મૂકે
  • Poco મોટી બેટરી અને પાવરફુલ પરફોર્મન્સ આપે
  • Vivo કેમેરા અને સ્લિમ ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત
જાહેરાત

ભારતમાં મિડ - પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે . samsung એ તાજેતરમાં  Galaxy A 37  લોન્ચ કરીને બજારમાં નવો વિકલ્પ ઉમેર્યો  છે , જે સીધી ટક્કર Poco ના  Poco X8 Pro Max અને Vivo ના  Vivo V70 સાથે કરે છે . ત્રણેય સ્માર્ટફોન લગભગ સમાન કિંમતે આવે છે અને 120Hz  AMOLED ડિસ્પ્લે , 50MP કેમેરા અને નવા ચિપસેટ જેવી આધુનિક સુવિધાઓ આપે છે . જોકે દરેક ફોનનો ફોક્સ અલગ છે . Samsung લાંબા સોફ્ટવેર  સપોર્ટ પર ભાર મૂકે છે , Poco મોટી બેટરી અને પાવરફુલ પરફોર્મન્સ આપે છે , જયારે Vivo કેમેરા અને સ્લિમ ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે .

કિંમત અને ઉપલબ્ધતા :
Samsung Galaxy A37 ની શરૂઆતની કિંમત 41,999 રૂપિયા છે જે 8GB +12GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે જયારે આના ટોપ મોડેલની કિંમત 52,999 રૂપિયા સુધી જાય છે .

Poco X8 Pro Max ની શરૂઆતની કિંમત 42,999 રૂપિયા છે જે 8GB +12GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે જયારે આના ટોપ મોડેલની કિંમત 46,999 રૂપિયા સુધી જાય છે .

 Vivo V70 ની શરૂઆતની કિંમત 41,999 રૂપિયા છે જે 8GB +12GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે જયારે આના ટોપ મોડેલની કિંમત 49,999 રૂપિયા સુધી જાય છે . એટલે ત્રણેય ફોન લગભગ સમાન છે .

ડિસ્પ્લે :
Samsung Galaxy A37 માં 6.7 ઈંચનું Super AMOLED +ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Vision Booster ટેક્નોલોજી સાથે આવે છે . 

Poco X8 Pro Max  થોડી મોટી 6.83 ઇંચની AMOLED  સ્ક્રીન આપે છે જયારે ,

 Vivo V70  6.59 ઇંચ  AMOLED  સાથે 1.5K  રિઝોલ્યુશન આપે છે , જે વધુ સારો છે .

હવે વાત કરીએ સોફ્ટવેરની તો ત્રણેય ફોન Android 16 પર ચાલે છે . Samsung One UI 8.5 સાથે લાંબા સમય સુધી 6 વર્ષના અપડેટ્સ આપે છે જે તેને અલગ બનાવે છે . Poco HyperOS 3 અને Vivo OriginOS 6 પણ સ્મૂથ અનુભવ આપે છે . પરંતુ લાંબા સ્પોર્ટમાં Samsung આગળ છે .

પ્રદર્શન અને બેટરી :
Galaxy A37  માં Exynos 1480 ચિપસેટ હોવાનો અંદાજ છે , જે દૈનિક ઉપયોગ માટે યોગ્ય છે .જયારે આની બેટરી 5,000mAh છે .

Poco X8 Pro Max   સૌથી શક્તિશાળી છે , જેમાં Media Tek Dimensity 9500s ચિપસેટ અને મોટી 9,000mAh બેટરી છે , જે ભારે ઉપયોગ માટે છે .

 Vivo V70 Snapdragon 7 Gen 4 પ્રોસેસર સાથે આવે છે , જે પ્રદર્શન અને કાર્ય કરવાની ક્ષમતાને સંતુલન આપે છે . બેટરી ની વાત કરીએ તો આ ફોનમાં 6,500mAh સાથે 90W ફાસ્ટ ચાર્જિંગ આપે છે .

કેમેરા અને ડિઝાઈન :
Galaxy A37   માં 50MP પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે , જે સામાન્ય ફોટોગ્રાફી માટે સારો છે 

Poco X8 Pro Max  માં ડયુઅલ કેમેરા સેટઅપ છે , જે બેઝિક ઉપયોગ માટે યોગ્ય છે .

 Vivo V70 અહીં સૌથી આગળ છે , કારણ કે તેમાં Zeiss ટ્યુન્ડ ટ્રિપલ કેમેરા સેટઅપ છે , જેમાં 50MP ટેલિફોટો અને 50MP ફ્રન્ટ કેમેરા પણ છે . ફોટોગ્રાફી અને  વિડીયો માટે આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે .

ડિઝાઇનમાં Vivo સૌથી સ્લિમ અને લાઈટ છે , જયારે Poco થોડો ભારે લાગે છે . Samsung અને Poco બંને IP68 રેટિંગ આપે છે , જયારે Vivo   IP68+ IP69 સાથે વધુ પ્રોટેકશન આપે છે .

કયો ફોન ખરીદવો જોઈએ ?
જો તમે લાંબા સમય સુધી અપડેટ્સ , વિશ્વસનીય બ્રાન્ડ અને સારી પરફોર્મન્સ માંગો છો તો Galaxy A37 સૌથી સારો છે . જો તમારું ફોક્સ ગેમિંગ , પાવરફુલ પ્રોસેસર અને મોટી બેટરી  પર છે તો Poco X8 Pro Max  વધુ યોગ્ય છે . જયારે તમે પ્રીમિયમ કેમેરા , સ્લિમ ડિઝાઇન અને ઓવરઓલ બેલેન્સ્ડ અનુભવ ઈચ્છો છો , ત્યારે Vivo V70  સૌથી સારું વિકલ્પ બને છે .

અંતમાં , પસંદગી તમારા ઉપયોગ પર આધારિત છે - Performance , camera કે long- term usage માંથી તમને શું વધુ મહત્વનું છે તે પ્રમાણે પસન્દ કરો .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
  2. 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત
  3. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  4. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  5. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  6. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  7. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  8. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  9. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  10. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »