પ્રીમિયમ મિડ- રેન્જમાં ટક્કર :Galaxy A57 5G , Motorola Signature અને Vivo X200T ની સરખામણી

સેમસંગ લાંબા ગાળાના અપડેટ્સ પર ભાર આપે છે જયારે વિવો બેટરી અને કેમેરા , મોટોરોલા પ્રદર્શન અને ડિસ્પ્લે પર વધારે ધ્યાન આપે છે .

પ્રીમિયમ મિડ- રેન્જમાં  ટક્કર :Galaxy A57 5G , Motorola Signature અને  Vivo X200T ની સરખામણી

સેમસંગ ગેલેક્સી A57 vs મોટોરોલા સિગ્નેચર vs વિવો X 200T

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy A57 5G લોન્ચ કરીને પોતાની A-સિરીઝને વધુ મજબૂત
  • Motorola ફ્લેગશિપ લેવલ પરફોર્મન્સ અને ડિસ્પ્લે
  • Vivo મોટી બેટરી અને કેમેરા ક્ષમતાઓ પર ધ્યાન
જાહેરાત

ભારતમાં પ્રીમિયમ મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં સ્પર્ધા વધુ કઠિન બની રહી છે . Samsung એ તાજેતરમાં Samsung Galaxy A57 5G લોન્ચ કરીને  પોતાની  A-સિરીઝને વધુ મજબૂત બનાવી છે . આ ફોન સીધી ટક્કર Motorola ના  Motorola Signature અને Vivo ના Vivo X200T સાથે કરે છે , પરંતુ દરેક બ્રાન્ડનો ફોક્સ અલગ છે . Samsung લાંબા સોફ્ટવેર સપોર્ટ પર ભાર મૂકે છે જયારે Motorola  ફ્લેગશિપ લેવલ પરફોર્મન્સ અને ડિસ્પ્લે આપે છે , જયારે  Vivo મોટી બેટરી અને કેમેરા ક્ષમતાઓ પર ધ્યાન વધારે આપે છે .

કિંમત અને ઉપલબ્ધતા :
Samsung Galaxy A57 5G ની કિંમત રૂપિયા 56,999 થી શરૂઆત થાય છે જે 8GB +256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે , જયારે 12GB RAM વેરિઅન્ટ રૂપિયા 62,499 માં મળી રહેશે .

Motorola Signature ની કિંમત રૂપિયા 59,999 થી શરૂઆત થાય છે જયારે તેના ટોપ મોડેલ ની કિંમત રૂપિયા 69,999 સુધી જાય છે .

 Vivo X200T  ની કિંમત રૂપિયા 59,999 થી શરૂઆત થાય છે જયારે ટોપ મોડેલની કિંમત 69,999 સુધી ઉપલબ્ધ રહેશે .

ડિસ્પ્લે અને સોફ્ટવેર :
Samsung Galaxy A57 5G  માં 6.7 ઈંચનું Super AMOLED +ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Vision Booster સપોર્ટ સાથે આવે છે .

Motorola Signature અહીં આગળ છે ,કારણ કે તેમાં 6.8 ઈંચનું LTPO AMOLED પેનલ અને 165Hz સુધીનો રિફ્રેશ રેટ છે , સાથે Dolby Vision અને HDR 10+ સપોર્ટ પણ મળે છે .

 Vivo X200T પણ પ્રીમિયમ ડિસ્પ્લે અનુભવ આપે છે અને Android 16ના OriginOS 6 પર ચાલે છે 

Samsung one UI 8.5 સાથે 6 વર્ષ સુધીના અપડેટ્સ આપે છે , જયારે Vivo લાંબા સમય માટે સુરક્ષા અપડેટ્સ આપે છે . Motorola નું Hello UI પણ સ્મૂથ અનુભવ આપે છે .

પ્રદર્શન અને બેટરી :

Samsung Galaxy A57 5G Exynos 1680 ચિપસેટ સાથે આવે છે , જે દૈનિક ઉપયોગ માટે સારો છે . આની બેટરી 5,000mAh બેટરી સાથે આવે છે .

 Motorola Signature માં Snapdragon 8 Gen 5 ચિપસેટ છે , જે ફ્લેગશિપ લેવલ પરફોર્મન્સ આપે છે અને હેવી ગેમિંગ માટે ઉત્તમ છે . આમાં 5,200mAh બેટરી છે , પરંતુ 90W વાયર્ડ અને 50W  વાયરલેસ ચાર્જિંગ સાથે ઝડપી ચાર્જિંગ સપોર્ટ મળે છે .

 Vivo X200T  મજબૂત પ્રદર્શન સાથે મોટી 6,200mAh બેટરી આપે છે .

કેમેરા અને ડિઝાઈન :
Samsung Galaxy A57 5G  માં 50MP  પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે , જે રોજિંદી  ફોટોગ્રાફી માટે યોગ્ય છે . 

 Motorola Signature માં 50MP પ્રાઈમરી , 50MP અલ્ટ્રા - વાઈડ અને 50MP  પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ છે , જે વધુ સારી ફોટોગ્રાફી અનુભવ આપે છે . 

 Vivo X200T  કેમેરા અને ઇમેજિંગમાં ખાસ ધ્યાન આપે છે , જે તેને ફોટોગ્રાફી પ્રેમીઓ માટે સારો વિકલ્પ બનાવે છે , ડિઝાઇનમાં Samsung સૌથી સ્લિમ અને હળવો  છે , જયારે Vivo થોડો ભારે લાગે છે .

કયો ફોન ખરીદવો જોઈએ ?
જો તમે લાંબા સમય સુધી સોફ્ટવેર અપડેટ્સ , સ્લિમ ડિઝાઇન અને વિશ્વસનીય પરફોર્મન્સ માંગો છો , તો  Galaxy A57 5G સૌથી સારી પસંદ છે . જો તમારે ફ્લેગશિપ લેવલ પરફોર્મન્સ , ઉત્તમ ડિસ્પ્લે અને કેમેરા જોઈએ છે તો Motorola Signature તમારા માટે યોગ્ય છે , જયારે મોટી બેટરી , સારો કેમેરો અને સંતુલિત અનુભવ જોઈએ હોય , ત્યારે  Vivo X200T સારો વિકલ્પ છે .

અંતમાં , તમારી પસદંગી તમારા ઉપયોગ પર આધારિત છે , પરફોર્મન્સ , કેમેરા કે લાંબા ગાળાના અપડેટ્સમાં શું વધુ મહત્વનું છે તે પ્રમાણે યોગ્ય ફોન પસંદ કરો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo લાવી રહ્યું છે નવી Find X9 સિરીઝ : પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે
  2. હવે Gemini બનશે વધુ સ્માર્ટ : Google લાવ્યો પર્સનલ ડેટા આધારિત AI જવાબો
  3. ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ
  4. OnePlus Ace 6 Ultra લોન્ચ પહેલા ટીઝ : ગેમિંગ ફોક્સ સાથે 165Hz ડિસ્પ્લે
  5. ફ્લિપકાર્ટ માઈક્રોસાઇટ લાઈવ : નવો મોટોરોલા ફોન એપ્રિલ લોન્ચ તરફ સંકેત
  6. Xiaomi ની નવી Mini LED 4K સ્માર્ટ ટીવી સિરીઝ ભારતમાં ડેબ્યુ માટે તૈયાર
  7. અપગ્રેડેડ ડિસ્પ્લે અને પરફોર્મન્સ સાથે Lumio Vision 9 (2026) આવી રહ્યું છે
  8. Apple iPhone 18 Pro સિરીઝમાં લાવશે નવો લાલ શેડ અને મિની ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઈન
  9. Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ
  10. Redmi A7 Pro 5G Unisoc પ્રોસેસર અને 32MP કેમેરા સાથે બજેટ કિંમતે લોન્ચ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »