જો તમે મોટા ડિસ્પ્લેવાળો સેમસંગ ફ્લેગશિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો હાલમાં એમેઝોન પર Samsung Galaxy S26+ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે
Photo Credit: Samsung
Samsung Galaxy S26+ માં 50 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરા છે .
જો તમે મોટી સ્ક્રીનવાળો સેમસંગ નો ફ્લેગશિપ ફોન ખરીદવા માંગો છો , તો તમારા માટે સારા સમાચાર છે . Samsung Galaxy S26+ હાલમાં Amazon પર ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . ખાસ વાત એ છે કે આ ફોન ખરીદવાથી કુલ 37,000થી વધુની બચત થઈ શકે છે . ચાલો જાણીએ તેની નવી કિંમત , ઓફર્સ અને ખાસ ફીચર્સ વિશે .
Samsung Galaxy S26+ નો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં Amazon પર 84,999 રૂપિયામાં લિસ્ટ થયો છે . જયારે આ ફોન ફેબ્રુઆરી 2026માં રૂપિયા 1,19,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે સીધી રીતે જ તેની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે .
જો તમે Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો , તો તમને રૂપિયા 2,549 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . આ પછી ફોનની અસરકારક કિંમત લગભગ રૂપિયા 82,450 જેટલી રહી જાય છે . એટલું જ નહીં , જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જમાં આપો , તો રૂપિયા 34,600 સુધીનો એક્સચેન્જ લાભ પણ મળી શકે છે . જોકે , એક્સચેન્જની રકમ તમારા જૂના ફોનના મોડેલ અને તેની હાલત પર આધાર રાખે છે .
Samsung Galaxy S26+ માં 6.7 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1440 x 3120 પીક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેને Corning Gorilla Armor 2 પ્રોટેકશન પણ મળ્યું છે . ફોન Android 16 આધારિત One UI 8.5 પર કામ કરે છે .
પરફોર્મન્સ માટે તેમાં Samsung નો Exynos 2600 ડેકા - કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે . આ સ્માર્ટફોન 12GB RAM સાથે 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ છે . પાવર માટે તેમાં 4,900mAh બેટરી આપવામાં આવી છે , જે 45W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે . સુરક્ષા માટે ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે . તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા , 10MP નો ટેલિફોટો કેમેરા અને 12MP નો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળે છે .
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Wi - Fi 7, Bluetooth 5.4 , GPS અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . કુલ મળીને , ડિસ્કાઉન્ટ સાથે આ ફોન પ્રીમિયમ ફ્લેગશિપ ખરીદવા ઇચ્છતા લોકો માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Vivo Y05e Listing on Google Play Console Confirms Smartphone's Key Specifications: Report
Sony Starts Marketing Push for GTA 6, Says Game Will 'Play Best' on PS5