માર્ચ 2026 માં ભારતમાં સ્માર્ટફોન લોન્ચનો ધમાકો : ફલેગશિપથી બજેટ સુધી અનેક વિકલ્પ

માર્ચ 2026 માં ભારતમાં Xiaomi 17 Ultra સિરીઝ થી Poco X8 Pro સિરીઝ સુધી સ્માર્ટફોન્સ લોન્ચ થયેલા છે

માર્ચ 2026 માં ભારતમાં સ્માર્ટફોન લોન્ચનો ધમાકો : ફલેગશિપથી બજેટ સુધી અનેક વિકલ્પ

Photo Credit: Gadget 360

Xiaomi 17 Ultra એ પહેલો ફોન છે જે Leica ના 1 ઇંચ LOFIC સેન્સર છે

હાઇલાઇટ્સ
  • આ મહિને વિવિધ બ્રાન્ડ્સે અલગ અલગ કેટેગરીમાં નવા હેન્ડસેટ રજૂ કર્યા
  • Motorola , iQOO અને Oppo જેવી કંપનીઓએ પણ નવા ડિવાઇસ રજૂ કર્યા
  • માર્ચ 2026માં ભારતીય સ્માર્ટફોન બજારમાં જબરદસ્ત ગતિ
જાહેરાત

ફેબ્રુઆરીમાં સેમસંગે તેની ફ્લેગશિપ Galaxy S26 સિરીઝ લોન્ચ કર્યા પછી , માર્ચ 2026 માં ભારતીય સ્માર્ટફોન બજારમાં જબરદસ્ત ગતિ જોવા મળી . આ મહિને  વિવિધ બ્રાન્ડ્સે અલગ અલગ કેટેગરીમાં નવા હેન્ડસેટ રજૂ કર્યા , જેનાથી યુઝર્સ માટે પસંદગી વધુ વ્યાપક બની છે . Xiaomi એ તેનો પ્રીમિયમ  17 Ultra  લોન્ચ કર્યો , જયારે Poco એ પાવરફુલ X8 Pro સિરીઝ સાથે એન્ટ્રી કરી . આ સિવાય Motorola , iQOO અને Oppo જેવી કંપનીઓએ પણ નવા ડિવાઇસ  રજૂ કર્યા . જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો , તો માર્ચ 2026 ખરેખર એક યોગ્ય સમય હતો .

ભારતમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન (માર્ચ 2026)
 

Xiaomi 17 Ultra 
Xiaomi 17 Ultra કંપનીનો નવીનતમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે , જે પ્રીમિયમ ફીચર્સથી ભરપૂર છે . તેમાં 6.9 ઈંચનું OLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 3,500 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે . Leica સાથે મળીને તૈયાર કરાયેલ તેનું કેમેરા સિસ્ટમ ખાસ આકર્ષણ છે , જેમાં 1 ઇંચ સેન્સરનો સમાવેશ થાય છે . આ સ્માર્ટફોન Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસરથી સંચાલિત છે અને 6,000mAh બેટરી સાથે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપે છે .

લોન્ચ તારીખ : 11 માર્ચ , 2026
ભારતમાં કિંમત : 1,39,999 રૂપિયા (16GB + 512GB )

Poco X8 Pro સિરીઝ 
Poco X8 Pro સિરીઝ  પ્રદર્શન અને બેટરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે . આ સિરીઝના સ્માર્ટફોનમાં મોટી સિલિકોન- કાર્બન બેટરી અને Media Tek Dimensity 9000 સિરીઝ ચિપસેટ આપવામાં આવ્યા છે . બંને મોડેલ્સમાં IP69K રેટિંગ અને 50MP ડયુઅલ રિયર કેમેરા છે . X8 Pro માં 6,500mAh બેટરી છે , જયારે Pro Max વેરિઅન્ટમાં 9,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે .

લોન્ચ તારીખ : 17 માર્ચ , 2026
ભારતમાં કિંમત : X8 Pro 5G :રૂપિયા 32,999 થી શરૂ 
                           X8 Pro Max 5G :રૂપિયા 42,999 થી શરૂ 

Motorola Edge 70 Fusion 
Motorola Edge 70 Fusion  મિડ રેન્જ સેગમેન્ટમાં એક મજબૂત વિકલ્પ તરીકે સામે આવ્યું છે . તેમાં 6.78 ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે છે , જે 144Hz  રિફ્રેશ  રેટ આપે છે . Snapdragon 7s Gen 4 પ્રોસેસર સાથે આ ફોન સ્મૂથ પરફોર્મન્સ આપે છે . 50MP sony કેમેરા અને 7,000mAh બેટરી સાથે 68W ફાસ્ટ  ચાર્જિંગ તેનો પ્લસ પોઇન્ટ છે .

લોન્ચ તારીખ : 6, માર્ચ ,2026
ભારતમાં કિંમત :26,999 રૂપિયા થી શરૂ 

iQOO Z11x 5G 

iQOO Z11x 5G  બજેટમાં પરફોર્મન્સ શોધતા યુઝર્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે . તેમાં 6.76 ઇંચ LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ આપે છે . Media Tek Dimensity 7400 Turbo ચિપસેટ સાથે આ ફોન દૈનિક ઉપયોગ માટે સારો છે . 7,200mAh બેટરી અને 44W ફાસ્ટ ચાર્જિંગ તેની મોટી ખાસિયત છે .

લોન્ચ તારીખ : 12 માર્ચ , 2026
ભારતમાં કિંમત :18,999 રૂપિયા થી શરૂ 

Oppo K14 5G 
Oppo K14 5G  ને " એન્ડયુરન્સ પાવરહાઉસ " તરીકે રજૂ કરવામાં આવ્યો છે . તેમાં 6.75 ઇંચ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ છે . Media Tek Dimensity 6300 પ્રોસેસર સાથે આ ફોન લાંબા સમય સુધી સ્ટેબલ પરફોર્મન્સ આપે છે . 50MP કેમેરા અને 7,000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ તેને દૈનિક ઉપયોગ  માટે યોગ્ય બનાવે છે . 

લોન્ચ તારીખ : 17 માર્ચ , 2026
ભારતમાં કિંમત : 17,999 રૂપિયા થી શરૂ 

મોટા ભાગે , માર્ચ 2026 માં લોન્ચ થયેલા આ સ્માર્ટફોનોએ દરેક બજેટ અને જરૂરિયાત માટે કંઈક નવું ઓફર કર્યું છે . ફલેગશિપથી લઈને બજેટ સેગમેન્ટ સુધી  , યુઝર્સ પાસે હવે વધુ વિકલ્પો ઉપલબ્ધ છે .
 

Smartphone Model Launch Date
Motorola Edge 70 Fusion  6 માર્ચ , 2026
Xiaomi 17 Ultra  11 માર્ચ , 2026
Vivo Y51 Pro 5G  11 માર્ચ , 2026
iQOO Z11x 5G 12 માર્ચ , 2026
Lava Bold 2 5G 13 માર્ચ , 2026
Poco X8 Pro / Pro Max 17 માર્ચ , 2026
Oppo K14 5G  17 માર્ચ , 2026
Oppo A6s 5G 18 માર્ચ , 2026
Realme P4 Lite 5G 19 માર્ચ , 2026
Vivo Y11 5G 20 માર્ચ , 2026
Vivo Y21 5G 23 માર્ચ , 2026
Lava Bold N2 Pro 31 માર્ચ , 2026
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. આધાર એપથી મિનિટોમાં બદલો તમારું સરનામું આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં
  2. ભ્રષ્ટ રાજકારણી સામે સસ્પેન્ડેડ પોલીસ અધિકારીની જંગ ,' માર્ક ' માં મળશે એક્શન અને સસ્પેન્સનો ડોઝ 
  3. માત્ર રૂપિયા 1849 થી શરૂ થાય છે Vi ના એક વર્ષના પ્લાન , વારંવાર રિચાર્જની ઝંઝટથી મળશે રાહત
  4. 11,000W કૂલિંગ ક્ષમતા અને HyperOS Connect સપોર્ટ સાથે આવ્યું Xiaomi નું નવું સ્માર્ટ AC
  5. 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે સાથે Samsung Galaxy A26 5G સસ્તી કિંમતે ઉપલબ્ધ
  6. કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ! જાણો પોલિમર કરન્સીના ફાયદા અને ખાસિયતો
  7. કેપ્ટન પ્રાઈસની વાપસી સાથે Modern Warfare 4 માં મળશે નવી સ્ટોરી અને DMZ મોડ
  8. ફ્લેગશિપ ફોન હવે સસ્તામાં , Samsung Galaxy S24 5Gની કિંમતમાં મોટો ઘટાડો 
  9. ફોટો બ્લર થઈ ગયો ? Google Photos ના Photo Unblur ટૂલથી મિનિટોમાં કરો સુધારો
  10. Xiaomi 17T Pro માં Dimensity 9500 ચિપ અને 100W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »