Amazon પર Amazon Prime Day Saleશરૂ થઈ ગઈ છે , Axis Bank અને SBI કાર્ડ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે
Photo Credit: Amazon
Amazon Prime Day Saleમાં જબરદસ્ત ડીલ્સ મળી રહી છે .
Amazon Prime Day Sale શરૂ થઈ ગઈ છે અને ગ્રાહકો માટે સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થયા છે . સેલ દરમિયાન Axis Bank અને SBI બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . ઉપરાંત Amazon પર ICICI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરનાર ગ્રાહકોને 5 ટકા અનલિમિટેડ કેશબેકનો લાભ મળી શકે છે . Amazon Pay Later નો ઉપયોગ કરનારાઓ માટે 10 ટકા સુધીનું કેશબેક પણ ઉપલબ્ધ છે . આવો જાણીએ સેલ દરમિયાન મળતી પાંચ સૌથી ખાસ સ્માર્ટફોન ડીલ્સ વિશે .
Samsung ના આ ફ્લેગશિપ સ્માર્ટફોનનો 12GB + 256GB વેરિઅન્ટ Amazon પર રૂપિયા 84,999માં ઉપલબ્ધ છે . ગયા વર્ષે જાન્યુઆરીમાં તેની લોન્ચ કિંમત રૂપિયા 1,29,999 હતી , એટલે કે હાલમાં ગ્રાહકોને અંદાજે રૂપિયા 45,000 સુધીનો સીધો ફાયદો મળી રહ્યો છે . Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું 5 ટકા કેશબેક પણ મળી શકે છે . ફોનમાં 200MPનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે .
OnePlus N6 નું 6GB + 128GB મોડલ રૂપિયા 23,999માં વેચાઈ રહ્યું છે . SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર રૂપિયા 500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળતા તેની અસરકારક કિંમત રૂપિયા 23,499 થઈ જાય છે . ફોનમાં 8000mAhની મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે , મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી અને 50MP નો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે .
8GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 છે , પરંતુ કૂપન ડિસ્કાઉન્ટ બાદ તે રૂપિયા 35,999 માં મળી રહ્યો છે. તેમાં 7540mAhની બેટરી સાથે 100W HyperCharge સપોર્ટ , MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.59 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે .
iQOO 15R નો 8GB +256GB વેરિઅન્ટ રૂપિયા 49,999 માં લિસ્ટ થયો છે . કૂપન ઓફર બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 45,999 થઈ જાય છે .ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને 7600mAhની બેટરી આપવામાં આવી છે .
Nothing Phone ( 3 ) નું 12GB + 256GB મોડલ રૂપિયા 41,999માં ઉપલબ્ધ છે . Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું 5 ટકા કેશબેક પણ મળી શકે છે . ફોનમાં Snapdragon 8 Gen 4 પ્રોસેસર, 50MP ના ત્રણ રિયર કેમેરા અને 120Hz રિફ્રેશ રેટ સાથેની 1.5K AMOLED LTPS ડિસ્પ્લે આપવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Cyberpunk 2077 Has Sold 40 Million Copies, CD Projekt Red Confirms