9,020mAh બેટરી અને Snapdragon ચિપસેટ સાથે Vivo T5 Pro 5G ટૂંક સમયમાં આવશે

Vivo T5 Pro 5G ભારતમાં Flipkart દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ

9,020mAh બેટરી અને Snapdragon ચિપસેટ સાથે Vivo T5 Pro 5G  ટૂંક સમયમાં આવશે

Photo Credit: Flipkart/ Vivo

નવું આવનારું Vivo T5 Pro 5G વિશે તમારી જાણકારીનું બધું .

હાઇલાઇટ્સ
  • Vivo T5 Pro 5G 15 એપ્રિલે ભારતમાં લોન્ચ થશે
  • ફોન ભારતમાં Flipkart દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ
  • , Vivo T5 Pro 5G ની કિંમત લગભગ રૂપિયા 37,000 આસપાસ હોઈ શકે
જાહેરાત

Vivo T5 Pro 5G  ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનો છે . કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન T5 લાઇનઅપમાં બીજા મોડેલ તરીકે આવશે   અને તે  પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ Vivo T5x 5G  સાથે જોડાશે , જે 17 માર્ચે લોન્ચ થયો હતો . નવા હેન્સેટને લોન્ચ થયા બાદ તરત જ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે . કંપનીએ પહેલેથી જ તેના ચિપસેટ , બેટરી , કલર વિકલ્પો અને ડિઝાઈન જેવી કેટલીક મુખ્ય વિગતો જાહેર કરી દીધી છે . જે ફોનની ક્ષમતાઓ વિશે સંકેત આપે છે . Vivo T4 Pro ના અનુગામી તરીકે આવતો આ ફોન તેની સરખામણીએ વધુ કિંમતે આવી શકે છે .

સ્માર્ટફોનના લોન્ચ પહેલા , ટીઝર , માર્કેટિંગ માહિતી અને લીક્સના આધારે , આ ડિવાઈસ વિશે ઘણી વિગતો સામે આવી છે . ચાલો Vivo T5 Pro 5G  વિશેની  મહત્વપૂર્ણ માહિતીઓ જોઈએ .

Vivo T5 Pro 5G  લોન્ચ અને ઉપલબ્ધતા 
કંપનીએ જાહેર કર્યું છે કે Vivo T5 Pro 5G  15 એપ્રિલે બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ થશે . હજી સુધી સ્પષ્ટ નથી કે આ લોન્ચ ઓનલાઇન સોફ્ટ લોન્ચ હશે કે મોટા ઇવેન્ટ સાથે થશે  . જો લાઈવ સ્ટ્રીમ થશે તો , તેને કંપનીની સત્તાવાર YouTube ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે .

આ ફોન ભારતમાં Flipkart દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ રહેશે . ઈ કોમર્સ પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલી માઈક્રોસાઇટ દ્રારા ફોનના બે કલર વિકલ્પો કોસ્મિક  બ્લેક અને ગ્લેશિયર બ્લુ પણ જાહેર કરવામાં આવ્યા છે .

Vivo T5 Pro 5G ની ભારતમાં કિંમત 
કંપનીના જણાવ્યા મુજબ , Vivo T5 Pro 5G ની કિંમત લગભગ રૂપિયા 37,000 આસપાસ હોઈ શકે છે . જોકે , ચોક્કસ કિંમત અને સ્ટોરેજ વિકલ્પો લોન્ચ દિવસે જાહેર થશે  .

અહેવાલો અનુસાર , ટોપ વેરિઅન્ટ 12GB RAM + 256GB સ્ટોરેજની કિંમત રૂપિયા 36,999 થી વધુ નહીં હોય , જયારે બેઝ વેરિઅન્ટની કિંમત રૂપિયા 30,000 આસપાસ હોઈ શકે છે .

Vivo T4 Pro ગયા વર્ષે રૂપિયા 27,999થી શરૂ થયો હતો , એટલે નવો મોડેલ વધુ મોંઘો હોવાની સંભાવના છે . કંપની લોન્ચ સમયે બેંક ઓફર્સ , EMI અને કેશબેક જેવા લાભ પણ  આપી શકે છે .

vivo t5 pro 5g colourways inline


Vivo T5 Pro 5G  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ 

ડિઝાઈન અને ડિસ્પ્લે 
આ ફોનમાં ગોળી આકારનું રિયર કેમેરા મોડયુલ મળશે . જેમાં બે કેમેરા હશે . ડિઝાઈન ફ્લેટ ફ્રેમ સાથે આવશે . પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ્સ એક બાજુ  હશે , જયારે નીચે USB Type-C પોર્ટ અને સ્પીકર ગ્રિલ મળશે . 

અહેવાલો મુજબ , તેમાં 6.8 ઈંચનું 1.5K OLED ડિસ્પ્લે હશે , જે 144Hz સુધીનો રિફ્રેશ રેટ આપી શકે છે .

પરફોર્મન્સ અને બેટરી 
Vivo T5 Pro 5G માં Snapdragon 7s Gen 4 ચિપસેટ મળશે . આ ફોન UFS 3.1 સ્ટોરેજ સાથે આવશે અને An Tu Tu પર 11.8 લાખથી વધુ સ્કોર મેળવી ચુક્યો હોવાનું કહેવામાં આવે છે .

ગેમિંગ માટે આ ફોન 120fps સુધી સપોર્ટ આપશે  અને ખાસ ગેમિંગ ફીચર્સ જેમ કે નોટીફિકેશન્સ બ્લોક , 4D વાઈબ્રેશન અને ઓટો ઓપ્ટિમાઇઝેશન હશે . થર્મલ મેનેજમેન્ટ માટે 7,000mm² વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ મળશે , જે CPUનું તાપમાન ઘટાડવામાં મદદ કરશે .

બેટરીની વાત કરીએ તો આ ફોનમાં મોટી 9,020mAh બેટરી મળશે , જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .

કેમેરા 
આ ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે , જેમાં 50MPનો મુખ્ય સેન્સર અને 8MP નો સેકન્ડરી કેમેરા હોઈ શકે છે . સેલ્ફી માટે આ ફોનમાં હોલ પંચ  ડિસ્પ્લે સાથે ફ્રન્ટ કેમેરા મળશે , જે વિડીયો કોલ અને ફોટોગ્રાફી માટે ઉપયોગી રહેશે .

કુલ મળીને , Vivo T5 Pro 5G એક પાવરફુલ મિડ રેન્જ સ્માર્ટફોન તરીકે સામે આવી શકે છે , જેમાં પ્રદર્શન , બેટરી અને ગેમિંગ પર ખાસ ધ્યાન આપવામાં  આવ્યું છે  .

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  2. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  3. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  4. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  5. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  6. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  7. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  8. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  9. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
  10. Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »