Vivo T5 Proમાં મોટી અને વિશાળ 9,020mAh બેટરી આવે છે
Lava Agni 4 માં 6.67 ઇંચની AMOLED સ્ક્રીન છે .
આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતમાં ભારે સ્પર્ધા વાળું મિડ રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં Vivo T5 Pro લોન્ચ થયો છે . આ નવો T સિરીઝ હેન્ડસેટ ગયા વર્ષના Vivo T4 Pro નો અનુગામી છે . સ્પેસિફિકેશન્સ દ્રષ્ટ્રીએ , Vivo T5 Pro , Oppo A6 Pro અને Lava Agni 4 સાથે સીધી ટક્કર આપે છે . ત્રણેય ફોનમાં મોટી સ્ક્રીન , 5G કનેક્ટિવિટી , 50MP મુખ્ય કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળે છે , પરંતુ તેમની કિંમત , પ્રોસેસર અને ડિઝાઇનમાં ફર્ક જોવા મળે છે . ચાલો આ ત્રણેય ફોનની વિગતવાર તુલના કરીએ .
Vivo T5 Pro ની ભારતમાં શરૂઆતની કિંમત રૂપિયા 29,999 રાખવામાં આવી છે જે 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટેની છે . જયારે 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 33,999 અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 39,999 સુધી જાય છે . આ ફોન તમને Cosmic Black અને Glacier Blue કલરમાં મળી રહેશે .
Oppo A6 Pro વધુ બજેટ ફ્રેન્ડલી છે .8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 21,999 રાખી છે , જયારે 256GB મોડેલની કિંમત રૂપિયા 23,999માં ઉપલબ્ધ છે . આ ફોન તમને Aurora gold અને Cappuccino Brown કલર ઓપ્શન મળે છે .
Lava Agni 4 એ માત્ર ને માત્ર એક જ વેરિઅન્ટમાં આવે છે જે 8GB + 256GB છે અને તેની કિંમત રૂપિયા 24,999 રાખવામાં આવી છે . આ ફોન તમને Phantom Black અને Lunar Mist કલરમાં ઉપલબ્ધ છે .
Vivo T5 Pro માં 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે 1.5K રિઝોલ્યુશન , 144Hz રિફ્રેશ રેટ અને 5,000 nits બ્રાઇટનેસ આપે છે . આ ફોનમાં આંખોની સુરક્ષા માટે પણ સર્ટિફિકેશન આપેલ છે . Vivo T5 Pro Android 16 આધારિત UI પર ચાલે છે .
Oppo A6 Pro માં 6.75 ઇંચ HD + LCD સ્ક્રીન , 120Hz રિફ્રેશ રેટ અને 1,125 nits બ્રાઇટનેસ આપે છે . ડિસ્પ્લે ક્વોલિટી અન્ય બેની સરખામણીમાં થોડી ઓછી છે . Oppo A6 Pro Android 15 આધારિત ColorOS 15 પર ચાલે છે .
Lava Agni 4 માં 6.67 ઇંચ AMOLED પેનલ સાથે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ મળે છે . 2,400 nits બ્રાઇટનેસ સારી વિઝિબિલિટી આપે છે . Lava Agni 4 સ્ટોક Android 15 પર ચાલે છે .
Vivo T5 Pro માં Snapdragon 7s Gen 4 ચિપસેટ , 12GB સુધી RAM અને VC કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે . આ ફોનમાં 9,020mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ તેની સૌથી મોટી ખાસિયત છે .
Oppo A6 Pro માં 6300 ચિપસેટ , 8GB RAM અને 7,000mAh બેટરી સાથે 80W SuperVOOC ચાર્જિંગ આપે છે .
Lava Agni 4 માં Dimensity 8350 પ્રોસેસર , LPDDR5X RAM અને USF 4.0 સ્ટોરેજ સાથે સૌથી પાવરફુલ વિકલ્પ છે . આ ફોનમાં 5,000mAh બેટરી અને 66W ચાર્જિંગ સપોર્ટ મળે છે .
Vivo T5 Pro માં તમને 50MP sony IMX882 નો મુખ્ય કેમેરા અને 2MP સેન્સર આપવામાં આવ્યું છે . જયારે આ ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 32MP નું ફ્રન્ટ કેમેરા મળી જાય છે . Vivo T5 Pro નું વજન લગભગ 213 ગ્રામ છે .
Oppo A6 Pro માં 50MP નો મુખ્ય કેમેરો + 2MP મોનોક્રોમ આપવામાં આવેલું છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટે 16MP નો સેલ્ફી કેમેરા આપેલ છે . આ ફોનનો વજન 216 ગ્રામની આસપાસ છે .
Lava Agni 4 માં 50MP નો મુખ્ય કેમેરા + 8MP અલ્ટ્રા વાઈડ અને 50MP ફ્રન્ટ કેમેરા સાથે સેલ્ફી માટે બેસ્ટ વિકલ્પ છે . Lava Agni 4 નું વજન લગભગ 193 ગ્રામ છે જે સૌથી હળવો છે .
જો તમને સૌથી લાંબી બેટરી લાઈફ જોઈએ તો તમે Vivo T5 Pro ખરીદી શકો છો જે બેસ્ટ છે બેટરી સેગમેન્ટમાં , જયારે ગેમિંગ અને પાવરફુલ પ્રદર્શન માટે Lava Agni 4 આગળ છે . જો તમને બજેટમાં સંતુલિત પરફોર્મન્સ જોઈએ તો Oppo A6 Pro યોગ્ય પસંદગી બની શકે છે . આખરે , તમારી જરૂરિયાત પ્રમાણે પસંદગી કરવી તે વધુ સારું રહેશે .
જાહેરાત
જાહેરાત
Apple's Future iPhone Models Could Arrive Without MagSafe Despite Ecosystem Growth, Tipster Claims
Oppo Find X10 Leaks Hint at 165Hz Display and New Periscope Telephoto Camera