Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે

Vivo X200 FE ઓક્ટાકોર મીડીયાટેક ડાયમેન્સીટી 9300+ ચિપસેટ અને 12 GB સુધીની RAM અને 512 GB USF 3.1 સ્ટોરેજ સાથે મળવાની શક્યતા છે

Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે

Photo Credit: Vivo

Vivo X200 FE (ચિત્રમાં) માં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ છે

હાઇલાઇટ્સ
  • Vivo X200 FEમાં 6500 mAh બેટરી અને 90w નું ચાર્જિંગ રહેશે
  • Vivo T4 Lite 5Gમાં 256GB સ્ટોરેજ અને 2TB microSD સપોર્ટ
  • Vivo X200 FEમાં Dimensity 9300+, 12GB RAM અને 512GB સ્ટોરેજ છે
જાહેરાત

Vivo X200 FE ખુબ જ જલ્દી પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ થશે. આ સોમવારે જ Vivo X200 FE તાઈવાનમાં લોન્ચ થયો છે. આ ઉપરાંત તે તાઈવાનમાં 3 જુલાઈએ રિલીઝ થશે. જ્યારે, મલેશિયામાં આ ફોન અગાઉથી રિઝર્વ કરાવી શકાશે. ચીનમાં Vivo X200 FE ગયા મહિને જ લોન્ચ કરાયો છે. Vivo X200 FE સિરીઝના ફોન ચાર કલરમાં ઉપલબ્ધ છે. Vivo ની અધિકૃત વેબસાઈટ પાર આ ફોનને લિસ્ટ કરાયો છે પરંતુ તેમાં તેની કિંમત અને ક્યારે મળી શકશે તેનો ઉલ્લેખ કરાયો નથી. તેના કલર ઓપશન્સ જોઈએ તો ફેશન પિન્ક, લાઈટ હની યલો, મિનિમાલીસ્ટ બ્લેક અને મોર્ડન બ્લુ લિસ્ટેડ છે.

Vivo X200 FE નાં ફીચર્સ અને સ્પેસીફીકેશન્સ

Vivo X200 FE ઓક્ટાકોર મીડીયાટેક ડાયમેન્સીટી 9300+ ચિપસેટ અને 12 GB સુધીની RAM અને 512 GB USF 3.1 સ્ટોરેજ સાથે મળવાની શક્યતા છે. તેના ફીચર્સ જોઈએ તો, તેમાં
Zeiss -tuned ટ્રિપલ રેર કેમેરા તેમજ 50 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે. Vivo X200 FEમાં 6500 mAh ની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 90 w નું ચાર્જિંગ છે. આ બધા ફીચર જોતાં Vivo S 30 pro mini ને રઈબ્રાન્ડેડ કરીને મુકવામાં આવ્યો હોય તેવું લાગે છે.

આ ફોન ડ્યુઅલ સિમ ધરાવે છે. જે એન્ડ્રોઇડ 15 બેઝડ funtouch OS 15 દ્વારા ચાલશે. આ ફોન 6.31 ઇંચ 1.5 k AMOLED ડિસ્પ્લે ઉપરાંત 120 Hz રિફ્રેશ રેટ અને 460 ppi pixel ડેન્સિટી છે. તેના કેમેરાની વાત કરીએ તો, Vivo X200 FE માં Zeiss -tuned ટ્રિપલ રેર કેમેરા, 50 મેગાપિક્સલ ટૅલિફોટો કેમેરા અને 8 megapixal અલ્ટ્રાવાઇલ્ડ કેમેરા છે. સેલ્ફી અને વિડીયો સેટમાં સારા પરિણામ માટે તેમાં 50 megapixal વાઈડએંગલ કેમેરા છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે આ ફોનને IP 68 + IP 69 રેટિંગ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે Vivo X200 FE માં બ્લુટુથ 5.4, GPS, Beidou, Glonass, Galileo, Qzss, A - GPS, Wi -Fi, OTG અને USB C ટાઈપ પોર્ટ આપવામાં આવ્યું છે. આ ફોનમાં સેન્સર્સ ઓનબોર્ડ કલર ટેમ્પરેચર રહેશે. ઈ કંપાસ, ડિસ્ટન્સ સેન્સર, ગ્રેવિટી સેન્સર, લાઈટ સેન્સર, ઇનફ્રેન્ડેડ રિમોટ કંટ્રોલ અને ફ્લિકર સેન્સર છે. આ ફોનના ફીચર્સ જોતા તેની માંગ સારી રહેવાની ધારણા છે. જો કે, તે તેના અગાઉના જ ફોનનું રિબ્રાન્ડિંગ અવતરણ લાગી રહ્યું છે.

તેની સાઈઝ જોઈએ તો, 150.83x71.76x7.99mm and 186g. તે ગયા મહિને જ ચીનમાં લોન્ચ કરાયો છે અને વૈશ્વિક ધોરણે લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
Vivo X200 FE તાઇવાન થાઈલેન્ડ અને ચીન બાદ ભારતમાં આ ફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેના ફિચર્સ અને સ્પેડ=સિફિકેશન જોતા તેની માંગ સારી રહેશે તેવું અનુમાન કરવામા આવી રહ્યું છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »