હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE

પીળા અને ગુલાબી રંગ સહિતના ચાર શેડમાં મળશે Vivo X200 FE.

હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE

Photo Credit: Vivo

Vivo X200 FE ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થવાની પુષ્ટિ થઈ છે

હાઇલાઇટ્સ
  • અલ્ટ્રા વાઈડ એંગલ સાથે આવશે Vivo X200 FE
  • મીડિયાટેક ડાયમેન્સિટી તેમજ 6300 ચિપસેટ પર ચાલવાની અપેક્ષા છે
  • 6.31-ઇંચની LTPO OLED સ્ક્રીન સાથે આવશે
જાહેરાત

ટૂંક જ સમયમાં વૈશ્વિક બજારમાં લોન્ચ થઈ શકે છે Vivo X200 FE હેન્ડસેટ. કંપનીએ હાલમાં જ તેની મલેશિયન વેબસાઈટ ઉપર પ્રિ-ઓર્ડર માટે મૂક્યો છે જેની સાથે જ લૉન્ચ થવાની તારીખનું પણ કન્ફર્મેશન મળી ગયું છે. ડીવાઈસ એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં બજારમાં લોન્ચ થઈ શકે છે. ડીવાઈસ પીળા અને ગુલાબી રંગ સહિતના ચાર શેડમાં આવશે. સાથે જ તેમાં પીલ આકારના વરિકલી પ્લેસ્ડ રીઅર કેમેરા યુનિટ અને ફ્રન્ટ કેમેરા માટે હોલ પંચ કટ આઉટ આવી શકે છે.Vivo X200 FE લોન્ચ તારીખ, રંગ વિકલ્પો અને ફિચર્સ ,Vivo કંપની દ્વારા Vivo X200 FEને તેના માઇક્રો સાઈટ પર 23 જૂને લોન્ચ કરવામાં આવશે તેના કન્ફર્મેશન સાથે કામિંગ સુનનું ટેગ પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ આ જાહેરાત સ્માર્ટફોનની ડિઝાઇન અને તેના કલર ઓપ્શન પણ આપે છે.

સાઇટ પર જાહેર થયેલા ફોટોઝ ની વાત કરીએ તો તેમાં બેક સાઈડ ત્રણ કેમેરા આવેલા છે એમાં એક કેમેરો પિલ આકારમાં છે જેમાં બે કેમેરાના સેન્સર અને ગોળાકાર રીંગ જેવી LED લાઇટ જેને ફ્લેશ કહેવાય છે તેના ઉપર પણ એક ત્રીજો લેન્સ આપેલ છે.

ફોનમાં જમણી બાજુમાં ફોનને ચાલુ અને બંધ કરવાં માટેનું બટન એટલે કે પાવર બટન છે અને એ સાથે ફોનમાં અવાજ ધીમો કરવા તેમની તેને વધારવા માટે અવાજ માટેના બટન પણ જોઈ શકાય છે. આગળના કેમેરામાં કાણું આવેલ છે જે પાંચ છિદ્ર સાથે આવેલ છે. મજાની વાત તો એ છે કે આ ફોનમાં અનેક નાની નાની ડીઝાઈન જોવા મળે છે. જે તેને વધુ આકર્ષિત બનાવે છે. કલર એટલે ફોનમાં ઉમેરાતું એક નવું ઘટક જે કાળો, વાદળી, ગુલાબી અને પીળાં એમ ચાર કલરમાં આવશે. ફોનમાં 6,500mAhની બેટરી ક્ષમતા મળશે અને તે 90W સુધીના વાયર્ડ સાથે ચાર્જ થઈ શકશે.

કેટલીક માહિતી સામે આવી રહી છે એમાં મલેશિયાની એક વેબસાઇટ પરથી જાણવા મળે છે કે આ ફોનમાં 12GB RAM અને 512GB સુધીની સ્ટોરેજ મળશે અને 9300+ મીડિયાટેક ડાયમેનસિટી, 120Hz નો રિક્રેશ રેટ અને મોબાઈલમાં 6.31-ઇંચની LTPO OLED સ્ક્રીન, સોની IMX921 સેન્સર ધરાવતો 50MP નો મુખ્ય કેમેરો, 50MP નો ટેલિફોટો લેન્સ અને 8MP નો શૂટર મળશે જે અલ્ટ્રા વાઈડ એંગલ સાથે આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »