Vivo X300 FE ટૂંક સમયમાં ભારતમાં : Zeiss કેમેરા , 90W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ

Vivo X300 FE માં ટ્રિપલ રિયર કેમેરા યુનિટ છે , જેમાં 50MP પ્રાઈમરી કેમેરા આપેલ છે .

Vivo X300 FE  ટૂંક સમયમાં ભારતમાં : Zeiss કેમેરા , 90W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ

Photo Credit: Vivo

Vivo X300 FE માં 6.31 ઇંચની LTPO AMOLED સ્ક્રીન છે .

હાઇલાઇટ્સ
  • Vivo એ તેની પ્રીમિયમ X સિરીઝમાં નવા સ્માર્ટફોન તરીકે Vivo X300 FE
  • સ્માર્ટફોન Flipkart અને Vivo India ની સત્તાવાર વેબસાઈટ પર ખરીદી માટે ઉપલબ
  • Zeiss બ્રાન્ડેડ રિયર કેમેરા મોડયુલ
જાહેરાત

Vivo એ તેની પ્રીમિયમ X સિરીઝમાં નવા સ્માર્ટફોન તરીકે Vivo X300 FE ને દુનિયાભરમાં  પહેલાથી જ લોન્ચ કર્યો છે અને હવે આ હેન્ડસેટ ટૂંક સમયમાં ભારતમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે  . કંપનીએ હાલમાં જ ભારતમાં તેના લોન્ચ  માટેની  ટીઝિંગ શરૂ કરી છે , જેમાં ફોનની ડિઝાઈન , કલર ઓપ્શન અને કેટલીક મહત્વપૂર્ણ સ્પેસિફિકેશન્સ જોવા મળે છે . આ સ્માર્ટફોન Flipkart અને Vivo India ની સત્તાવાર વેબસાઈટ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે અને આની ખાસ  વાત એ છે કે તે ટેલિફોટો કન્વર્ટર કિટ સાથે આવશે .


 

Vivo X300 FE ડિઝાઈન :

કંપનીએ જે સત્તાવાર ટીઝર બહાર પાડયો છે તેમાં Vivo X300 FE ને આકર્ષક લીલા કલરમાં બતાવવામાં આવ્યો છે . જેમાં Zeiss બ્રાન્ડેડ રિયર કેમેરા  મોડયુલ આપવામાં આવ્યું છે . વૈશ્વિક બજારમાં આ ફોન Cool Lilac , Graphite Black અને Moonlight White જેવા કલરમાં ઉપલબ્ધ છે , જયારે ભારતમાં તેમાં  કેટલાક અલગ કલર વિકલ્પો જોવા મળી શકે છે . 

સ્પેસિફિકેશન્સ  અને પરફોર્મન્સ :

જો વાત કરીએ સ્પેસિફિકેશન્સની તો આ Vivo X300 FE  નું ભારતીય વર્ઝન  મોટા ભાગે ગ્લોબલ મોડેલ જેવું જ રહેવાની શક્યતા છે . તેમાં 6.31 ઇંચ ફૂલ HD  + LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 5000nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . ગ્લોબલ વેરિઅન્ટ Android  16 આધારિત OriginOS 6 પર ચાલે છે , જયારે ભારતીય વર્ઝનમાં FuntouchOS  16 આપવામાં આવશે .

પરફોર્મન્સ માટે આ ફોનમાં 3nm આધારિત Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 12GB LPDDR5x  RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ સાથે આવે છે  . 

કેમેરા અને બેટરી :

હવે વાત કરીએ કેમેરા વિભાગની , તો આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે . જેમાં 50MP પ્રાઈમરી સેન્સર , 8MP અલ્ટ્રાવાઇડ અને 50MP ટેલિફોટો  લેન્સ  (3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ) શામેલ છે . સેલ્ફી માટે 50MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

બેટરીની વાત કરીએ તો , Vivo X300 FE માં 6,500mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે 90W ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ  કરે છે . આ ઉપરાંત , તેમાં IP68 અને IP69 રેટિંગ સાથે પાણી અને ધૂળ સામે સુરક્ષા પણ મળે છે .ભારતમાં તેની કિંમત અંદાજે રૂપિયા 70,000 ની આસપાસ  રહેવાની શક્યતા છે , જોકે ચોક્કસ કિંમત માટે લોન્ચ સુધી રાહ જોવી પડશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  2. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  3. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  4. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  5. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  6. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  7. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  8. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  9. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  10. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »