Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન

આ સ્માર્ટફોનમાં મેટલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવી શકે છે

Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન

Vivo X300 Proના અપગ્રેડડ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યો છે

હાઇલાઇટ્સ
  • ફોનમાં મેટલ ફ્રેમ અને પાછળની તરફ વચ્ચે ગોળાકાર કેમેરા મોડયુલ
  • Vivo X300 Proમાં 6.78ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે
  • Vivo X300 Proમાં 6,510mAhની મોટી બેટરી
જાહેરાત

Vivo ટૂંક સમયમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X500 Pro લોન્ચ કરી શકે . આ સ્માર્ટફોન વિશેની કેટલીક મહત્વની વિગતો લોન્ચ પહેલા જ લીક થઈ છે . અહેવાલો મુજબ , કંપની આ ફોનમાં વધુ શક્તિશાળી પ્રોસેસર , સ્મૂથ ડિસ્પ્લે અને પ્રીમિયમ ડિઝાઈન આપી શકે છે . Vivo X500 Proને ગયા વર્ષે રજૂ કરાયેલા Vivo X300 Proના અપગ્રેડડ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યો છે . જોકે , કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

ટિપસ્ટર Digital Chat Station એ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર શેર કરેલી માહિતી મુજબ , Vivo X500 Proમાં MediaTek Dimensity 9600 Pro ચિપસેટ આપવામાં આવી શકે છે . આ પ્રોસેસર વધુ ઝડપી પરફોર્મન્સ , સરળ મલ્ટીટાસ્કિંગ  અને સારો ગેમિંગ અનુભવ આપશે તેવી અપેક્ષા છે . ફોનમાં 6.37 ઇંચની ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે મળી શકે છે , જે 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે . 

લીક થયેલી માહિતી મુજબ , હાલમાં Vivo X500 Proના એન્જિનિયરિંગ સેમ્પલ્સમાં BOE OLED પેનલનું ટેસ્ટ ચાલી રહ્યું છે . આ ફોનમાં નવી LTPO ડિસ્પ્લે પેકેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી શકે છે , જેના કારણે ડિસ્પ્લેની ચારેય બાજુ ખુબ જ પાતળી બેઝલ્સ જોવા મળશે . 

ડિઝાઈનની વાત કરીએ , તો ફોનમાં મેટલ ફ્રેમ અને પાછળની તરફ વચ્ચે ગોળાકાર કેમેરા મોડયુલ આપવામાં આવી શકે છે . Vivoની X સિરીઝની પહેલાના મોડલ્સમાં પણ આવી ડિઝાઈન જોવા મળી હતી . કંપની આ સ્માર્ટફોનને સપ્ટેમ્બરમાં મહિનામાં ચીનામાં લોન્ચ કરી શકે છે .

ભારતમાં ગયા ડિસેમ્બરમાં લોન્ચ થયેલા Vivo X300 Proમાં 6.78ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો હતો . આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9500 પ્રોસેસર આપવામાં આવ્યો છે અને તે Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે . તેમાં 50MPનો OIS સપોર્ટવાળો મુખ્ય કેમેરા , 200MP ટેલિફોટો કેમેરા , 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

Vivo X300 Proમાં 6,510mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 90W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  2. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  3. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
  4. DigiLocker અને mParivahanમાં આ રીતે સેવ કરો ડ્રાઇવિંગ લાયસન્સ , પાકીટ ભુલાય તો પણ નહીં પડે મુશ્કેલી
  5. ચિપની અછતને લઈને સેમસંગની ચેતવણી , ઇલેક્ટ્રોનિક ડિવાઇસોના ભાવ વધી શકે
  6. Nothing Phone (4a)ની કિંમતમાં થઈ શકે છે રૂપિયા 3,000નો વધારો , ખરીદી પહેલા જાણો નવી કિંમત
  7. બેભાન થઈને પડ્યા વ્યક્તિ , એપલ વોચના સ્માર્ટ ફિચરે સમયસર બોલાવી મદદ
  8. Oppo A7 Pro Maxનું પ્રી - ઓર્ડર શરૂ , 50MP સેલ્ફી કેમેરા અને મોટી બેટરી મળશે
  9. OnePlus N6માં મળશે 120Hz ડિસ્પ્લે અને AI ફીચર્સ , કિફાયતી કિંમતે થઈ શકે લોન્ચ
  10. UPI યુઝર્સની ગોપનીયતા વધશે , મોબાઈલ નંબરને બદલે યુઝરનેમ આધારિત IDને પ્રોત્સાહન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »