Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા

Vivo X500eના રિયર કેમેરામાં પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હોઈ શકે છે

Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા

Photo Credit: Vivo

Vivo X300 સિરીઝ ગયા ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી ,

હાઇલાઇટ્સ
  • Vivo X500e માં 6.59 ઇંચનો કોમ્પેકટ ડિસ્પ્લે મળી શકે
  • Vivo X300 Proમાં 6.78 ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી હતી
  • Vivo X500 Pro માં Media Tek Dimensity 9600 Pro ચિપસેટ મળી શકે
જાહેરાત

Vivo ટૂંક જ સમયમાં તેની નવી Vivo X500 સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી શકે છે . લીક થયેલી માહિતી અનુસાર , આ સિરીઝમાં Vivo X500, Vivo X500 pro , Vivo X500 Pro Max અને Vivo X500e જેવા મોડેલ સામેલ હોઈ શકે છે . Vivo X500e ના રિયર કેમેરામાં પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હોઈ શકે છે .  માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર ટિપસ્ટર " Digital Chat Station " એ દાવો કર્યો છે કે કંપની આ સિરીઝમાં એક નવો " E " બ્રાન્ડેડ સ્માર્ટફોન પણ રજૂ કરી શકે છે . જોકે , કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

લીક મુજબ , Vivo X500e માં 6.59 ઇંચનો કોમ્પેકટ ડિસ્પ્લે મળી શકે છે . તેના પાછળના ભાગમાં ઉપર ડાબી બાજુએ ચોરસ કેમેરા મોડયુલ હોઈ શકે છે , જે અન્ય X500 મોડેલોથી અલગ ડિઝાઈન ધરાવશે . ફોનમાં ZEISS દ્રારા ટ્યુન કરેલા કેમેરા અને પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળવાની શક્યતા છે . ઉપરાંત , તેમાં Snapdragon 8 સિરીઝનો પ્રોસેસર આપવામાં આવી શકે છે .


બીજી તરફ , Vivo X500 Pro માં Media Tek Dimensity 9600 Pro ચિપસેટ મળી શકે છે . આ ફોનમાં 6.37 ઇંચનો ડિસ્પ્લે હોવાની ચર્ચા છે . આ મોડેલ ગયા વર્ષે લોન્ચ થયેલા Vivo X300 Pro નું અપગ્રેડ વર્ઝન બની શકે છે .

Vivo X300 Proમાં 6.78 ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી હતી , જે 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે . તેમાં Media Tek Dimensity 9500  પ્રોસેસર અને 6,510mAh ની બેટરી છે , જે 90W  ફાસ્ટ વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

ફોટોગ્રાફી માટે , Vivo X300 Pro માં 50MP Sony LYT - 828 મુખ્ય કેમેરા , 200MP ટેલિફોટો કેમેરા અને 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા છે . સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે . Vivo X300 સિરીઝ ગયા ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »